Go Back
+ servings
બેસની – besni - બેસની બનાવવાની રીત - Besni banavani rit - Besni recipe in gujarati

બેસની | besni | બેસની બનાવવાની રીત | Besni banavani rit | Besni recipe in gujarati

આજે આપણે ઘરે સિંધી સ્પેશિયલ બેસની બનાવવાની રીત - Besni banavani rit શીખીશું. બેસની ને સિંધી કોકી પણ કહી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગેછે, અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ હેલ્થી પણ છે. સર્દી કે ઉધરસ માં પણ ખૂબ ફાયદાકારકછે. બેસની ને તમે સફર માં કે સવાર ના નાસ્તા માં કે બાળકો નેટિફિન માં આપી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Besni recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course nasto banavani rit
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients
  

બેસની બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 કટોરી બેસન
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 1 ચમચી કસૂરી મેથી
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 3-4 લીલાં કરમદા (ઓપ્શનલ છે)
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચપટી હળદર
  • ¼ ચમચી અજમો
  • 2 ચમચી તેલ

Instructions
 

બેસની બનાવવાની રીત | Besni banavani rit

  • બેસની બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં બેસન નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી,ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાંધાણા, કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું,હળદર, લાલ મરચું પાવડર અને અજમા ને મસળી ને નાખો.હવે તેમાં તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો.
  • તેમાં કરમદા ને ધોઈ ને સાફ કરી ને તેને ઝીણા સુધારી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને વધારેમસળીયા વગર લોટ બાંધી લ્યો.
  • તેના બે લુવા બનાવી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે એક લુવો લ્યો. હવે તેને ટીકી જેટલી વણી લ્યો. ત્યાર બાદ તવી ને તેલથી ગ્રીસ કરી ને તેમાં ટીકી ને નાખો. હવે તેને બને તરફ બે મિનિટસુધી સેકી લ્યો.
  • ત્યારબાદ વેલણ ની મદદ થી તેને તવી પર જ પાતળી વણી લ્યો. ત્યાર બાદ તેને બને તરફ ગોલ્ડન બ્રાઉનકલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બીજી બેસની બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સિંધી સ્પેશિયલ બેસની.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો