આજે આપણે ઘરે સિંધી સ્પેશિયલ બેસની બનાવવાની રીત – Besni banavani rit શીખીશું. બેસની ને સિંધી કોકી પણ કહી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, Please subscribe Masala Kitchen YouTube channel If you like the recipe, અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ હેલ્થી પણ છે. સર્દી કે ઉધરસ માં પણ ખૂબ ફાયદાકારક છે. બેસની ને તમે સફર માં કે સવાર ના નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં આપી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Besni recipe in gujarati શીખીએ.
બેસની બનાવવા જરૂરી સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- બેસન 1 કટોરી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
- કસૂરી મેથી 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- લીલાં કરમદા 3-4(ઓપ્શનલ છે)
- લાલ મરચું પાવડર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર 1 ચપટી
- અજમો ¼ ચમચી
- તેલ 2 ચમચી
બેસની બનાવવાની રીત
બેસની બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં બેસન નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા, કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને અજમા ને મસળી ને નાખો. હવે તેમાં તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં કરમદા ને ધોઈ ને સાફ કરી ને તેને ઝીણા સુધારી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને વધારે મસળીયા વગર લોટ બાંધી લ્યો.
તેના બે લુવા બનાવી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે એક લુવો લ્યો. હવે તેને ટીકી જેટલી વણી લ્યો. ત્યાર બાદ તવી ને તેલ થી ગ્રીસ કરી ને તેમાં ટીકી ને નાખો. હવે તેને બને તરફ બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ વેલણ ની મદદ થી તેને તવી પર જ પાતળી વણી લ્યો. ત્યાર બાદ તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બીજી બેસની બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સિંધી સ્પેશિયલ બેસની.
Besni banavani rit | Recipe Video
Youtube પર Masala Kitchen ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Besni recipe in gujarati
બેસની | besni | બેસની બનાવવાની રીત | Besni banavani rit | Besni recipe in gujarati
Equipment
- 1 તવી
Ingredients
બેસની બનાવવા જરૂરી સામગ્રી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 કટોરી બેસન
- 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 1 ચમચી કસૂરી મેથી
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 3-4 લીલાં કરમદા (ઓપ્શનલ છે)
- ½ ચમચી લાલ મરચું પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચપટી હળદર
- ¼ ચમચી અજમો
- 2 ચમચી તેલ
Instructions
બેસની બનાવવાની રીત | Besni banavani rit
- બેસની બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં બેસન નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી,ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાંધાણા, કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું,હળદર, લાલ મરચું પાવડર અને અજમા ને મસળી ને નાખો.હવે તેમાં તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો.
- તેમાં કરમદા ને ધોઈ ને સાફ કરી ને તેને ઝીણા સુધારી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને વધારેમસળીયા વગર લોટ બાંધી લ્યો.
- તેના બે લુવા બનાવી લ્યો. હવે ગેસ પર એક તવી મૂકો. હવે એક લુવો લ્યો. હવે તેને ટીકી જેટલી વણી લ્યો. ત્યાર બાદ તવી ને તેલથી ગ્રીસ કરી ને તેમાં ટીકી ને નાખો. હવે તેને બને તરફ બે મિનિટસુધી સેકી લ્યો.
- ત્યારબાદ વેલણ ની મદદ થી તેને તવી પર જ પાતળી વણી લ્યો. ત્યાર બાદ તેને બને તરફ ગોલ્ડન બ્રાઉનકલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બીજી બેસની બનાવી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી સિંધી સ્પેશિયલ બેસની.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
લીલી મેથી ની મઠરી બનાવવાની રીત | Lili methi ni mathri banavani rit