Go Back
રોઝ કલાકંદ - Rose kalakand - રોઝ કલાકંદ બનાવવાની રીત - Rose kalakand banavani rit - Rose kalakand recipe in gujarati

રોઝ કલાકંદ બનાવવાની રીત | Rose kalakand banavani rit | Rose kalakand recipe in gujarati

આજે આપણે ઘરે રોઝ કલાકંદ બનાવવાની રીત - Rose kalakand banavanirit શીખીશું. કોઈ પણ ત્યોહાર પર કે મેહમાન આવે ત્યારેએકવાર ઘરે રોઝ કલાકંદ જરૂર બનાવો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોરકરી ને પણ રાખી શકો છો. જે પણ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતાનહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે Rose kalakand recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course mithai banavani rit
Cuisine gujarati

Equipment

  • 1 કઢાઇ

Ingredients
  

રોઝ કલાકંદ બનાવવા જરૂરી સામગ્રી

  • 1.5 લીટર દૂધ
  • 3 ચમચી વિનેગર
  • ¾ કપ મિલ્ક પાવડર
  • 100 ml દૂધ
  • 2 ચમચી ખાંડ
  • ¼ કપ રોઝ સીરપ
  • બદામ ની કતરણ
  • કાજુ ની કતરણ
  • પિસ્તા ની કતરણ
  • ગુલાબ ની પાંખડી

Instructions
 

રોઝ કલાકંદ બનાવવાની રીત | Rose kalakand banavani rit

  • રોઝ કલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો.હવે તેને સરસ થી ઉકાળી લ્યો.
  • દૂધ ગરમ થાય ત્યાં સુધી એક કટોરી માં થોડું પાણી નાખો. હવે તેમાં વિનેગર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • દૂધ સરસ થી ઉકળી ગયું છે. હવે ગેસ બંધ કરી દયો. હવે તેમાં વિનેગર વાળું પાણી નાખો.અને સરસ થી હલાવી લ્યો. થોડી જ વારમાં દૂધ ફાટીજાસે અને સરસ થી પનીર  તૈયાર થઈ જશે.
  • એક ગારણી લ્યો. હવે તેની ઉપરકોટન નું કપડું રાખો. હવે તેમાં ફાડી ને રાખેલું દૂધ નાખો.હવે સરસ થી કપડાં ને પકડી ને એક પોટલી બનાવી લ્યો. હવે તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે પનીર ને એકપ્લેટ માં કાઢી લ્યો.
  • પનીર ને સરસ થી મસળી લ્યો. પનીર ને ગ્રેટ પણ કરી શકો છો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો.હવે તેમાં મસળી ને રાખેલું પનીર નાખો. હવે તેમાંમિલ્ક પાવડર, દૂધ અને બે ચમચી જેટલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • મિશ્રણ સરસ થી ઘટ થાય ત્યાં સુધી તેને હલાવતા રહો. હવે તેમાં રોઝ સીરપ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ કઢાઇ માં ચિપકવાનું બંધ થાય ત્યાં સુધીધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • એક પ્લેટને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં કલાકંદ ના મિશ્રણ ને નાખો. હવે તેને ચમચા નીમદદ થી સરસ થી સેટ કરી લ્યો. ત્યાર બાદ તેની ઉપર બદામ ની કતરણ,કાજુ ની કતરણ અને પિસ્તા ની કતરણ નાખો. હવે તેનીઉપર ગુલાબ ની પાંખડી નાખો. હવે તેને ચમચા ની મદદ થી થોડું દબાવી લ્યો.
  • તેને ફ્રીઝ માં થોડી વાર માટે સેટ થવા માટે રાખી દયો. થોડી વાર બાદ ફ્રીઝ માંથી રોઝ કલાકંદ કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેમાં સરસ થી ચોરસ કટ લગાવી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી રોઝ કલાકંદ ની મીઠાઈ.

Rose kalakand recipe gujarati notes

  • મીઠાઈ માં તમે એલચી નો પાવડર પણ નાખી શકો છો.
  • ડ્રાયફ્રુટ તમે તમારા હિસાબ થી કોઈ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો