Go Back
+ servings
સોજી ની કચોરી - Soji ni kachori - સોજી ની કચોરી બનાવવાની રીત - Soji ni kachori banavani rit - Soji ni kachori recipe in gujarati

સોજી ની કચોરી | Soji ni kachori | સોજી ની કચોરી બનાવવાની રીત | Soji ni kachori banavani rit | Soji ni kachori recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સોજીની કચોરી બનાવવાનીરીત - Soji ni kachori banavani rit શીખીશું , મેંદા કે બ્રેડ વગર સોજી થી આજેઆપણે ઘરે ખૂબ જ સ્વાદિષ્ટ કચોરી બનાવતા શીખીશું. સાથે બનાવવું પણખૂબ જ સરળ છે. સવારે નાસ્તા માં કે સાંજે તમે ખાઈ શકો છો.નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. ઉપર થીક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Soji ni kachori recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course nasta recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સોજી ની કચોરી બનાવવાની સામગ્રી

  • 1 કપ સોજી
  • 2 કપ પાણી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું

સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી આમચૂર પાવડર
  • 1 ચમચી જીરું પાવડર
  • ¼ કપ લીલાં વટાણા
  • 2 બાફેલા બટેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી ચાટ મસાલો
  • ¼ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions
 

કચોરી માટે સોજી નો લોટ બાંધવાની રીત

  • કચોરી માટે સોજી નો લોટ બાંધવા માટે સોજી ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં અજમો, તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે પાણી ગરમ થાયએટલે તેમાં થોડી થોડી કરીને પીસી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને થોડુંઠંડું થવા દયો. ત્યાર બાદ તેને હાથ થી મસળી ને લોટ બાંધી લ્યો.

કચોરી નું સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો.હવે તેમાં હળદર, અને આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા પાવડર, આમચૂર પાવડરઅને જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં લીલાં વટાણા અને બાફેલા બટેટા ને મેસ કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ચાટ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી મસાલા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

સોજી ની કચોરી બનાવવાની રીત

  • સોજી ની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં સોજી નો લોટ બાંધી ને રાખ્યો હતો તેના નાના નાના પંદર થી સોળ બોલ બનાવી ને તૈયાર કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
  • સ્ટફિંગ ના પણ બોલ બનાવી ને એક પ્લેટ માં રાખી લ્યો. હવે સોજી ના બોલ ને હાથ ની મદદ થી કટોરી નો સેપ આપો. હવે તેની વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકો. હવે તેને કવર કરતાકચોરી બનાવી લ્યો. આવી રીતે બધી કચોરી બનાવી ને એક પ્લેટમાં રાખીલ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેકચોરી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતેબધી કચોરી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી સોજી ની કચોરી. હવે તેને ખજૂર ની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી ની કચોરી ખાવાના આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો