જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સોજી ની કચોરી બનાવવાની રીત – Soji ni kachori banavani rit શીખીશું , Please subscribe Sheetal’s Kitchen – Hindi YouTube channel If you like the recipe ,મેંદા કે બ્રેડ વગર સોજી થી આજે આપણે ઘરે ખૂબ જ સ્વાદિષ્ટ કચોરી બનાવતા શીખીશું. સાથે બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે નાસ્તા માં કે સાંજે તમે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Soji ni kachori recipe in gujarati શીખીએ.
સોજી ની કચોરી બનાવવાની સામગ્રી
- સોજી 1 કપ
- પાણી 2 કપ
- અજમો 1 ચમચી
- તેલ 1 ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- હળદર ½ ચમચી
- આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- ધાણા પાવડર 2 ચમચી
- આમચૂર પાવડર 1 ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- લીલાં વટાણા ¼ કપ
- બાફેલા બટેટા 2
- સ્વાદ પ્રમાણે મીઠું
- ચાટ મસાલો 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
કચોરી માટે સોજી નો લોટ બાંધવાની રીત
કચોરી માટે સોજી નો લોટ બાંધવા માટે સોજી ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં અજમો, તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે પાણી ગરમ થાય એટલે તેમાં થોડી થોડી કરીને પીસી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને થોડું ઠંડું થવા દયો. ત્યાર બાદ તેને હાથ થી મસળી ને લોટ બાંધી લ્યો.
કચોરી નું સ્ટફિંગ બનાવવા માટેની રીત
સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં હળદર, અને આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા પાવડર, આમચૂર પાવડર અને જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં લીલાં વટાણા અને બાફેલા બટેટા ને મેસ કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ચાટ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી મસાલા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
સોજી ની કચોરી બનાવવાની રીત
સોજી ની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં સોજી નો લોટ બાંધી ને રાખ્યો હતો તેના નાના નાના પંદર થી સોળ બોલ બનાવી ને તૈયાર કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
સ્ટફિંગ ના પણ બોલ બનાવી ને એક પ્લેટ માં રાખી લ્યો. હવે સોજી ના બોલ ને હાથ ની મદદ થી કટોરી નો સેપ આપો. હવે તેની વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકો. હવે તેને કવર કરતા કચોરી બનાવી લ્યો. આવી રીતે બધી કચોરી બનાવી ને એક પ્લેટમાં રાખી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે કચોરી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી કચોરી બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી સોજી ની કચોરી. હવે તેને ખજૂર ની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી ની કચોરી ખાવાના આનંદ માણો.
Soji ni kachori banavani rit | Recipe Video
Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Soji ni kachori recipe in gujarati
સોજી ની કચોરી | Soji ni kachori | સોજી ની કચોરી બનાવવાની રીત | Soji ni kachori banavani rit | Soji ni kachori recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
સોજી ની કચોરી બનાવવાની સામગ્રી
- 1 કપ સોજી
- 2 કપ પાણી
- 1 ચમચી અજમો
- 1 ચમચી તેલ
- સ્વાદ પ્રમાણે મીઠું
સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- 1 ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- ½ ચમચી હળદર
- 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- ½ ચમચી ગરમ મસાલો
- 2 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી આમચૂર પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- ¼ કપ લીલાં વટાણા
- 2 બાફેલા બટેટા
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ચમચી ચાટ મસાલો
- ¼ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
કચોરી માટે સોજી નો લોટ બાંધવાની રીત
- કચોરી માટે સોજી નો લોટ બાંધવા માટે સોજી ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં અજમો, તેલ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે પાણી ગરમ થાયએટલે તેમાં થોડી થોડી કરીને પીસી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને થોડુંઠંડું થવા દયો. ત્યાર બાદ તેને હાથ થી મસળી ને લોટ બાંધી લ્યો.
કચોરી નું સ્ટફિંગ બનાવવા માટેની રીત
- સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં હિંગ નાખો.હવે તેમાં હળદર, અને આદુ મરચા ની પેસ્ટ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા પાવડર, આમચૂર પાવડરઅને જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં લીલાં વટાણા અને બાફેલા બટેટા ને મેસ કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- તેમાં ચાટ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી મસાલા ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
સોજી ની કચોરી બનાવવાની રીત
- સોજી ની કચોરી બનાવવા માટે સૌથી પહેલાં સોજી નો લોટ બાંધી ને રાખ્યો હતો તેના નાના નાના પંદર થી સોળ બોલ બનાવી ને તૈયાર કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
- સ્ટફિંગ ના પણ બોલ બનાવી ને એક પ્લેટ માં રાખી લ્યો. હવે સોજી ના બોલ ને હાથ ની મદદ થી કટોરી નો સેપ આપો. હવે તેની વચ્ચે સ્ટફિંગ નો બોલ મૂકો. હવે તેને કવર કરતાકચોરી બનાવી લ્યો. આવી રીતે બધી કચોરી બનાવી ને એક પ્લેટમાં રાખીલ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેકચોરી નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતેબધી કચોરી બનાવી ને તૈયાર કરી લ્યો.
- તૈયાર છે આપણી ટેસ્ટી સોજી ની કચોરી. હવે તેને ખજૂર ની ચટણી કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી ની કચોરી ખાવાના આનંદ માણો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આલુ ફ્રાય બનાવવાની રીત | Aloo fry banavani rit
છોલે ભટુરે બનાવવાની રીત | chhole bhature banavani rit
ઓનિયન ઉત્તપમ બનાવવાની રીત | onion uttapam banavani rit | onion uttapam recipe in gujarati