આલુ મટર નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ફરોજન વટાણા ને એક બાઉલ માં નાખો. હવે તેમાં પાણી નાખો.
એક બાઉલમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં આલું ને છોલી ને મોટા મોટા ટુકડા કરી લ્યો. હવે તેને તેમાં રહવા દયો જેથી બટેટા કાળા ના થાય.
ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં સરસો તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાંતેજ પત્તા, મોટી એલચી, નાની એલચી,મરી, લવિંગ અને આખા લાલ મરચાં નાખો.
તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડનબ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ આદુ,લસણ અને મરચાં ની પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદતેને પણ શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને કાશ્મીરી લાલ મરચુંપાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી તેને ચડાવી લ્યો.
ત્યારબાદ તેમાં આલું અને મટર ને પાણી માંથી કાઢી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં હિંગ નાખો. હવે તેમાંપાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે કુકર નું ઢાંકણ બંધ કરી દયો. હવે બે સીટી વગાડીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
કુકર ઠંડું થાય ત્યાર બાદ તેને ખોલી લ્યો. હવે તેમાં ગરમ મસાલો અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ નેફરી થી ચાલુ કરીને શાક ને બે મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
તૈયાર છે આપણું ટેસ્ટી આલું મટર નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલુ મટર નું શાક ખાવાનો આનંદ માણો.