Go Back
+ servings
પફ બનાવવાની રીત - puff banavani rit - puff recipe in gujarati

પફ બનાવવાની રીત | puff banavani rit | puff recipe in gujarati

આપણે ઘરે બેકરી સ્ટાઈલ માં વેજ પફ બનાવવાની રીત - puff banavani rit શીખીશું. આજે આપણે માર્કેટ માંમળતા પફ જેવાજ વેજીટેબલ પફ ઘરે બનાવતા શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકદમ લેયર વાળા અને ખસ્તા બને છે. આ પફ ને તમે સવારેનાસ્તા માં કે સાંજે નાસ્તા માં ચાય સાથે ખાઈ શકો છો. નાના બાળકોહોય કે મોટા દરેક ને ભાવે છે. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને ખસ્તા બેકરી સ્ટાઈલ માં puff recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course nasta recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 માઇક્રોવેવ

Ingredients
  

પફ બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદો 1 કપ
  • મીઠું ¼ ચમચી
  • ખાંડ ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ડ્રોપ
  • બટર 2 ચમચી

વેજ પફ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • જીરું ¼ ચમચી
  • આદુ ની પેસ્ટ ¼ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • વટાણા 2 ચમચી
  • ઝીણા સુધારેલા ગાજર 2 ચમચી
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જીરું પાવડર ¼ ચમચી
  • ધાણા પાવડર ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • આમચૂર પાવડર ½ ચમચી
  • બાફેલા બટેટા 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

Instructions
 

પફ બનાવવા માટે લોટ બાંધવા માટેની રીત

  • લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લ્યો. હવે તેમાં મીઠું, ખાંડ, લીંબુ નો રસ અને બટર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંજરૂર મુજબ પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.
  • ત્યારબાદ તેમાં બટર લગાવી ને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેમાં બટર લગાવી ને ફરી થી ગુંથી લ્યો.ત્યાર બાદ તેને ઢાંકી ને ત્રીસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

વેજીટેબલ પફ નું સ્ટફિંગ બનાવવા માટેની રીત

  • સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં આદુ નીપેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, વટાણા, ઝીણા સુધારેલા ગાજર, ઝીણાસુધારેલા કેપ્સીકમ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં જીરું પાવડર, ધાણા પાવડર, હળદર, લાલ મરચું પાવડરઅને  આમચૂર પાવડર નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ને મેસ કરીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. હવે તૈયારછે આપણું ટેસ્ટી સ્ટફિંગ.

પફ બનાવવાની રીત | puff banavani rit

  • વેજ પફ બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ ને સરસ થી ગુંથી લ્યો. હવે તેને સરસ થી વણી લ્યો.હવે તેની ઉપર બટર લગાવી લ્યો. હવે તેને આમને સમનેફોલ્ડ કરી લ્યો. હવે તેની ઉપર ફરી થી બટર લગાવી લ્યો.હવે ફરી થી તેને પોકેટ બને તે રીતે ફોલ્ડ કરી લ્યો.
  • ત્યારબાદ ફરી થી મેંદો લગાવી ને ફરી થી તેને વણી લ્યો. હવે ફરી થી તેને આમને સામને ફોલ્ડ કરી લ્યો. હવે ફરી થી બીજી તરફ થી આમને સામને ફોલ્ડ કરી ને પોકેટબનાવી લ્યો. હવે તેને ફરી થી પંદર મિનિટ સુધી ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ સેટ કરવા માટે રાખેલ પોકેટ લ્યો. હવે તેમાં કોરો લોટ લગાવી ને સરસ થી ઓવેલ્ સેપ માં વણી લ્યો. હવે તેને એક્સ્ટ્રા પાર્ટ કાઢીને સરસ થી લંબ ચોરસ સેપ આપો.
  • હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી એક સરખા આઠ પીસ થાય તે રીતે કટ કરી લ્યો. હવે તેની ઉપર બનાવી ને રાખેલસ્ટફિંગ ને રાખો. હવે તેને ફોલ્ડ કરી લ્યો.
  • હવે એક ટ્રે લ્યો. હવે તેની ઉપર બટર પેપર રાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલપફ મૂકો. હવે તેને પ્રિ હિટ કરેલ માઇક્રોવેવ માં મૂકો.હવે તેને 210 અથવા 230 ડિગ્રીઉપર વીસ થી ત્રીસ મિનિટ સુધી બેક કરી લ્યો. ત્યાર બાદ તેને એકપ્લેટ માં કાઢી લ્યો.
  • હવેતૈયાર છે આપણા ટેસ્ટી અને ખસ્તા વેજ પફ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો