Go Back
+ servings
ખજુર દૂધ - Khajur dudh - ખજુર દૂધ બનાવવાની રીત - Khajur dudh banavani rit - Khajur dudh recipe in gujarati

ખજુર દૂધ બનાવવાની રીત | Khajur dudh banavani rit

આજે આપણે ઘરે ખજુર દૂધ બનાવવાનીરીત - Khajur dudh banavani rit શીખીશું. સવારે ચાય ની જગ્યાએ જો આ ડ્રાય ફ્રુટ વાળું ખજૂર દૂધ પીવામાં આવે તો ગમે એવીકમજોરી પંદર દિવસ માં દૂર થઈ જાય છે, અને પૂરો દિવસ એનર્જી રહે છે. સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગેછે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે દૂધ ફાટ્યા વગર ખૂબ જ ઓછાસમયમાં બની ને તૈયાર થઇ જાય છે. નાના બાળકો હોય કે વડીલો દરેકને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને Khajur dudh recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course dudh
Cuisine gujarati
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ખજુર દૂધ  બનાવવા જરૂરી સામગ્રી

  • 8-10 બદામ
  • 5-6 ખજૂર
  • 2 અખરોટ
  • ¼ ચમચી ખસ ખસ
  • 3-4 કાજુ
  • 500 દૂધ
  • ¼ ચમચી એલચી પાવડર
  • ચમચી પીપરી પાવડર
  • ચમચી સૂંઠ પાવડર

Instructions
 

ખજુર દૂધ બનાવવાની રીત | Khajur dudh banavani rit | Khajur dudh recipe in gujarati

  • ખજૂર દૂધ બનાવવા માટે સૌથી પહેલાં એક કટોરી માં ખજૂર લ્યો. હવે તેમાં પાણી નાખો.હવે ખજૂર ને સરસ થી ધોઈ ને બીજ કાઢી લ્યો. હવેતેને બીજી કટોરી માં નાખી દયો. હવે તેમાં પાણી નાખી દસ મિનિટ સુધી પલાળી લ્યો.
  • હવે બીજી કટોરી માં બધા જ ડ્રાય ફ્રુટ અને ખસ ખસ નાખો. હવે તેમાં પાણી નાખી દસ મિનિટ સુધી તેને પણ પલાળવા માટે રાખી દયો. ત્યાર બાદ ચાકુ ની મદદ થી ડ્રાય ફ્રુટના ટુકડા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં અડધા કપ જેટલું પાણી નાખો. ત્યાર બાદ તેમાંદૂધ નાખો. જેથી દૂધ નીચે ચીપકે નહિ. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક ઉબાલ આવે તેટલું ગરમ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં પલાળી ને રાખેલ ખજૂર ને તેમાં નાખો. હવે તેમાં ડ્રાય ફ્રુટ અને ખસ ખસ ને પણ પલાળવા માટે રાખ્યા હતા તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દસ મિનિટસુધી દૂધ ને ઉકળવા દયો.
  • ત્યારબાદ તેમાં એલચી પાવડર, પીપરી પાવડર અને સૂંઠ પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ દૂધ ઉકાળ્યા બાદ ગેસ બંધ કરીદયો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ત્યારબાદ હેન્ડ મિક્ષી ની મદદ થી તેને પીસી ને એક રસ કરી લ્યો. ત્યાર બાદ દૂધ થોડું ઠંડુ થાય ત્યાર બાદ તેને ગ્લાસ માં નાખો. હવે તેની ઉપર પિસ્તા અને બદામની કતરણ નાખો. હવે તેની ઉપર ખજૂર ના નાનો ટુકડો નાખો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી ખજૂર દૂધ. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ ખજૂર દૂધ પીવાનો આનંદ માણો.

Khajur dudh recipe notes

  • ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના અને તમારા હિસાબ થી કોઈ પણ લઇ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો