Go Back
+ servings
જૈન ખાખરા નો રજવાડી ચેવડો - Jain khakhra no rajwadi chevdo - જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવાની રીત - Jain khakhra no rajwadi chevdo banavani rit - Jain khakhra rajwadi chevdo recipe in gujarati

જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવાની રીત | Jain khakhra no rajwadi chevdo banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે જૈન ખાખરાનો રજવાડી ચેવડો બનાવવાની રીત - Jain khakhra no rajwadi chevdo banavani rit શીખીશું. એકદમ ખાટો મીઠો અને ચટપટો બને છે, સીંગ દાણા અને સૂકા મેવા થી ભરપુર આ ચેવડા ને ઘરે એકવાર જરૂર બનાવો.સાથે એકવાર બનાવ્યા પછી તેને થોડા દિવસ માટે સ્ટોર કરી ને રાખી શકાયછે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે.નાના બાળકો હોય કે વડીલો દરેક ને ભાવે છે. ખૂબજ ઓછા તેલ માં બની ને તૈયાર થઇ જાય છે. સાથે હેલ્થી પણ છે.તો ચાલો આજે આપણે ઘરે Jain khakhra rajwadi chevdo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course jain chevdo, khakhra chevdo
Cuisine jain
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ખાખરા
  • 3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 10-12 લીમડાના પાન
  • 2 ચમચી સીંગ દાણા
  • 4-5 કાજુ
  • 1 ચમચી વરિયાળી
  • 2 ચમચી દાળિયા
  • 2 ચમચી મગજ ના બીજ
  • 2 ચમચી દ્રાક્ષ
  • 2 ચમચી તલ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ½ ચમચી સંચળ પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી મરી પાવડર
  • 2 ચમચી ખાંડ પાવડર
  • ½ ચમચી ખસ ખસ

Instructions
 

જૈન ખાખરા નો રજવાડી ચેવડો બનાવવાની રીત | Jain khakhra no rajwadi chevdo banavani rit

  • જૈન સ્પેશિયલ ખાખરા નો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ખાખરા ના નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને સાઇડપર મૂકી દયો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં હિંગ અને લીમડા ના પાન નાખો. હવે તેમાંસીંગ દાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
  • હવે તેમાં કાજુ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંવરિયાળી નાખો. હવે તેમાં દાળિયા નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • તેમાં મગજ ના બીજ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રીસસેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સૂકી દ્રાક્ષ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દ્રાક્ષ ફૂલી ને શેકાય જાય ત્યાર બાદ તેમાં તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં હળદર અને ખાખરા નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ચેવડા ને ચટપટો બનાવવા માટે તેમાં આમચૂર પાવડર, મરી પાવડર અને ખાંડ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી ખસ ખસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને ચટપટો, સીંગદાણા અને ડ્રાય ફ્રુટ થી ભરપુર જૈન સ્પેશિયલ ખાખરા નો રજવાડી ચેવડો.હવે તેને ઠંડો થયા બાદ એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Jain khakhra rajwadi chevdo recipe notes

  • ખાખરા મીઠા અને જીરું વાળા લેવા. અથવા ઘરે પણ તમે બનાવી શકો છો.
  • આમચૂર પાવડર ની જગ્યા એ તમે ચાટ મસાલા નો ઉપયોગ કરી શકો છો.
  • ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના અને તમારા હિસાબ થી નાખી શકો છો.
  • ચેવડામાં મીઠું ટેસ્ટ કરીને નાખવું કેમ કે ખાખરા મીઠા વાળા હોય છે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો