જૈન સ્પેશિયલ ખાખરા નો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ખાખરા ના નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને સાઇડપર મૂકી દયો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં હિંગ અને લીમડા ના પાન નાખો. હવે તેમાંસીંગ દાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
હવે તેમાં કાજુ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંવરિયાળી નાખો. હવે તેમાં દાળિયા નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
તેમાં મગજ ના બીજ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ત્રીસસેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સૂકી દ્રાક્ષ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે દ્રાક્ષ ફૂલી ને શેકાય જાય ત્યાર બાદ તેમાં તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ તેમાં હળદર અને ખાખરા નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, સંચળ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ચેવડા ને ચટપટો બનાવવા માટે તેમાં આમચૂર પાવડર, મરી પાવડર અને ખાંડ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી ખસ ખસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને ચટપટો, સીંગદાણા અને ડ્રાય ફ્રુટ થી ભરપુર જૈન સ્પેશિયલ ખાખરા નો રજવાડી ચેવડો.હવે તેને ઠંડો થયા બાદ એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.