Go Back
+ servings
લીલી દ્રાક્ષ ની ચટણી - lili drax ni chutney - લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત - lili drax ni chutney banavani rit

લીલી દ્રાક્ષ ની ચટણી | lili drax ni chutney | લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત | lili drax ni chutney banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાનીરીત શીખીશું. દ્રાક્ષ ના શાક ને તમે એક પ્રકારની ચટણી પણકહી શકો છો. હાલ માં બજારમાં ખૂબ સારી દ્રાક્ષ મળે છે તો દ્રાક્ષ ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો એમાંથી જ્યુસ, ચટણી અને શાક બનાવી ને પણ મજા લઇ શકો છો. આજ આપણે દ્રાક્ષમાંથી ચટણી બનાવશું જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું સરળ છે અને એકવખત બનાવી ને બહાર એક મહિના સુધી અને ફ્રીઝ માં ચાર પાંચ મહિના સાચવી ને મજા લઇ શકોછો તો ચાલો લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course chutney
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી વરિયાળી
  • 500 ગ્રામ લીલી દ્રાક્ષ
  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી કલોંજી
  • 1-2 ચપટી હિંગ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 250 ગ્રામ ગોળ
  • 50 ગ્રામ સાકર / ખાંડ
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત | lili drax ni chutney banavani rit

  • લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવા સૌપ્રથમ દ્રાક્ષ ને ગુચ્છા માંથી અલગ કરી લ્યો અને ખરાબ હોય એને કાઢી નાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો અને બરોબર ધોઇ લીધા બાદ ચારણી માં નાખી પાણી નીતરવા મૂકી દયો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, કલોંજી નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં સાફ કરેલ દ્રાક્ષનાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ગેસ ને મીડીયમ કરી કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી દયો અને પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીચટણી ને મિક્સ કરી લ્યો અને ચડેલી દ્રાક્ષ ને મેસર વડે થોડી થોડી મેસ કરી લ્યો.હવે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરીબે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ગોળ અને સાકર/ ખાંડ નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
  • સાત મિનિટ પછી એમાં સંચળ, મરી પાઉડર, ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ દ્રાક્ષ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચટણી ને ઠંડી થવા દયો. ચટણી બરોબર ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યોને મજા લ્યો લીલી દ્રાક્ષ ની ચટણી.

drax chutney recipe notes

  • જો દ્રાક્ષ ખાટી હોય તો ગોળ / ખાંડ નું પ્રમાણ થોડું વધારે જોઈશે અને જો દ્રાક્ષ થોડી મીઠી હોય તો ઓછું જોઈએ
  • જો દ્રાક્ષ મીઠી હોય તો ચાર્ટ મસાલા નું પ્રમાણ વધારે નાખવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો