જય શ્રી કૃષ્ણ આજ આપણે લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત – lili drax ni chutney banavani rit શીખીશું. દ્રાક્ષ ના શાક ને તમે એક પ્રકારની ચટણી પણ કહી શકો છો. હાલ માં બજારમાં ખૂબ સારી દ્રાક્ષ મળે છે , Please subscribe Suvidha Net Rasoi YouTube channel If you like the recipe ,તો દ્રાક્ષ ખાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો એમાંથી જ્યુસ, ચટણી અને શાક બનાવી ને પણ મજા લઇ શકો છો. આજ આપણે દ્રાક્ષ માંથી ચટણી બનાવશું જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું સરળ છે અને એક વખત બનાવી ને બહાર એક મહિના સુધી અને ફ્રીઝ માં ચાર પાંચ મહિના સાચવી ને મજા લઇ શકો છો તો ચાલો લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત શીખીએ.
લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- વરિયાળી 1 ચમચી
- લીલી દ્રાક્ષ 500 ગ્રામ
- તેલ 1-2 ચમચી
- કલોંજી ½ ચમચી
- હિંગ 1-2 ચપટી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ગોળ 250 ગ્રામ
- સાકર / ખાંડ 50 ગ્રામ
- સંચળ ½ ચમચી
- ચાર્ટ મસાલો ½ ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત
લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવા સૌપ્રથમ દ્રાક્ષ ને ગુચ્છા માંથી અલગ કરી લ્યો અને ખરાબ હોય એને કાઢી નાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો અને બરોબર ધોઇ લીધા બાદ ચારણી માં નાખી પાણી નીતરવા મૂકી દયો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, કલોંજી નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં સાફ કરેલ દ્રાક્ષ નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ગેસ ને મીડીયમ કરી કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી દયો અને પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચટણી ને મિક્સ કરી લ્યો અને ચડેલી દ્રાક્ષ ને મેસર વડે થોડી થોડી મેસ કરી લ્યો. હવે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ગોળ અને સાકર/ ખાંડ નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
સાત મિનિટ પછી એમાં સંચળ, મરી પાઉડર, ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ દ્રાક્ષ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચટણી ને ઠંડી થવા દયો. ચટણી બરોબર ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યો ને મજા લ્યો લીલી દ્રાક્ષ ની ચટણી.
drax chutney recipe notes
- જો દ્રાક્ષ ખાટી હોય તો ગોળ / ખાંડ નું પ્રમાણ થોડું વધારે જોઈશે અને જો દ્રાક્ષ થોડી મીઠી હોય તો ઓછું જોઈએ
- જો દ્રાક્ષ મીઠી હોય તો ચાર્ટ મસાલા નું પ્રમાણ વધારે નાખવું.
lili drax chutney recipe Video
Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
lili drax ni chutney banavani rit
લીલી દ્રાક્ષ ની ચટણી | lili drax ni chutney | લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત | lili drax ni chutney banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- 1 ચમચી વરિયાળી
- 500 ગ્રામ લીલી દ્રાક્ષ
- 1-2 ચમચી તેલ
- ½ ચમચી કલોંજી
- 1-2 ચપટી હિંગ
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 250 ગ્રામ ગોળ
- 50 ગ્રામ સાકર / ખાંડ
- ½ ચમચી સંચળ
- ½ ચમચી ચાર્ટ મસાલો
- ¼ ચમચી મરી પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
Instructions
લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવાની રીત | lili drax ni chutney banavani rit
- લીલી દ્રાક્ષ ની ચટણી બનાવવા સૌપ્રથમ દ્રાક્ષ ને ગુચ્છા માંથી અલગ કરી લ્યો અને ખરાબ હોય એને કાઢી નાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો અને બરોબર ધોઇ લીધા બાદ ચારણી માં નાખી પાણી નીતરવા મૂકી દયો.
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં વરિયાળી, કલોંજી નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં સાફ કરેલ દ્રાક્ષનાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ગેસ ને મીડીયમ કરી કડાઈ ઉપર ઢાંકણ ઢાંકી દયો અને પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલીચટણી ને મિક્સ કરી લ્યો અને ચડેલી દ્રાક્ષ ને મેસર વડે થોડી થોડી મેસ કરી લ્યો.હવે એમાં લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરીબે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ગોળ અને સાકર/ ખાંડ નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો.
- સાત મિનિટ પછી એમાં સંચળ, મરી પાઉડર, ચાર્ટ મસાલો નાખી મિક્સ કરી બીજી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ દ્રાક્ષ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને ચટણી ને ઠંડી થવા દયો. ચટણી બરોબર ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લ્યોને મજા લ્યો લીલી દ્રાક્ષ ની ચટણી.
drax chutney recipe notes
- જો દ્રાક્ષ ખાટી હોય તો ગોળ / ખાંડ નું પ્રમાણ થોડું વધારે જોઈશે અને જો દ્રાક્ષ થોડી મીઠી હોય તો ઓછું જોઈએ
- જો દ્રાક્ષ મીઠી હોય તો ચાર્ટ મસાલા નું પ્રમાણ વધારે નાખવું.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત | mag ni dal ni khichdi gujarati
ચણા મેથીનું અથાણું | chana methi nu athanu | methi chana nu athanu