Go Back
+ servings
ચાટ મસાલો - ચાટ મસાલો બનાવવાની રીત - chaat masala banavani rit - chaat masala recipe in gujarati

ચાટ મસાલો | ચાટ મસાલો બનાવવાની રીત | chaat masala banavani rit | chaat masala recipe in gujarati

આપણેચાટ મસાલો બનાવવાની રીત - chaat masala banavani rit શીખીશું , આપણાભારતીય વાનગીઓમાં અલગ અલગ પ્રકારના મસાલા નો ઉપયોગ કરી વાનગીઓને સ્વાદિષ્ટ બનાવતા હોઈએછીએ આ બધા મસાલા માં એક ચાર્ટ મસાલો એવો છે જે કોઈ વાનગી બનાવવા કે ઉપરથી છાંટી એમબને રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ અને વાનગીના સ્વાદ માં વધારો કરતા હોઈએ છીએ તો એજ ચાર્ટમસાલો આજ આપણે ઘરે બનાવતા શીખીશું તો ચાલો chaat masala recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Course મસાલો
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

ચાટ મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી સૂકા આખા ધાણા
  • 2 ચમચી જીરું
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી અજમો
  • 25-30 નંગ મરી
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1-2 ચમચી આમળા પાઉડર
  • ½ ચમચી ખાંડ

Instructions
 

ચાટ મસાલો બનાવવાની રીત | chaat masala banavani rit

  • ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર ધીમા તાપે એક કડાઈ માં આખા ધાણા, જીરું, મરી, અજમો, કાચી વરિયાળી નાખી નેચમચા વડે હલાવતા રહો મસાલા શેકાવાની સુંગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો.
  • શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખો ત્યાર બાદ એમાં હિંગ, સંચળ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ખાંડ, સૂંઠ પાઉડર, આમચૂર પાઉડર, આમળા પાઉડર નાખી ઢાંકણ બંધ કરી લ્યો અને પીસી લ્યો.
  • આમ બધા મસાલા બરોબર પીસી લીધા બાદ ઝીણી ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરીલ્યો અને મજા લ્યો ચાર્ટ મસાલો.

chaat masala recipe notes

  • જો ચાર્ટ મસાલા ને લાંબો સમય સાંચવા માંગતા હો તો એમાં થોડા લીંબુના ફૂલ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો