Go Back
+ servings
પાઈનેપલ પન્ના - Pineapple Panna - પાઈનેપલ પન્ના બનાવવાની રીત - Pineapple Panna banavani rit - Pineapple Panna recipe in gujarati

પાઈનેપલ પન્ના બનાવવાની રીત | Pineapple Panna banavani rit | Pineapple Panna recipe in gujarati

આજ આપણે પાઈનેપલ પન્ના બનાવવાની રીત - Pineapple Panna banavani rit શીખીશું, અને શરીર માં એનર્જી આવીજાય એવું પીણું આજ આપણે બનાવીને તૈયાર કરીશું જે એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવવામાટે કહેશે. તો ચાલો Pineapple Panna recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course drinks recipe in gujarati
Cuisine Indian
Servings 8 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

પાઈનેપલ પન્ના બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ પાઈનેપલ ના કટકા
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી જીરું પાઉડર
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ કપ ખાંડ
  • પાણી જરૂર મુજબ
  • લીંબુ જરૂર મુજબ
  • બરફના કટકા

Instructions
 

પાઈનેપલ પન્ના બનાવવાની રીત | Pineapple Panna banavani rit

  • પાઈનેપલ પન્ના બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાઈનેપલ ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, જીરું પાઉડર, સંચળ, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, હળદર, ખાંડ અને પાણી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ થી પંદર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો.
  • દસ પંદર  મિનિટ પછી ગેસ બંધ કરી પાઈનેપલ ના કટકા ને ઠંડા કરી લ્યો કટકા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ કરી લ્યો ત્યાર બાદ તૈયાર પલ્પ ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો.
  • જ્યારે પણ પાઈનેપલ પન્ના પીવો હોય ત્યારે ગ્લાસ ની કિનારી પર લીંબુ લગાવી મીઠા મરચા ના મિશ્રણ વાળી થાળી માં ગ્લાસ ને ફેરવી એમાં ¼ કપ પાઈનેપલ પન્ના નો પલ્પ નાખી બરફ ના કટકા અને પાણી નાખી મિક્સ કરી મજા લ્યો પાઈનેપલ પન્ના.

Pineapple Panna recipe notes

  • તમે તૈયાર કરેલ પલ્પ ને ફ્રીઝ કે ફ્રિઝર માં મૂકી લાંબો સમય મજા લઈ શકો છો.
  • તૈયાર પાઈનેપલ ના પલ્પ ને ઝીણી ગરણી વડે ગાળી ને પણ લઈ શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો