આજ આપણે પાઈનેપલ પન્ના બનાવવાની રીત – Pineapple Panna banavani rit શીખીશું, Please subscribe The Chef in You YouTube channel If you like the recipe , આટલી ગરમી માં બધા ને ઠંડુ ઠંડુ અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય અને જેને પીધા પછી એકદમ ફ્રેશ થઈ જઈએ અને શરીર માં એનર્જી આવી જાય એવું પીણું આજ આપણે બનાવીને તૈયાર કરીશું જે એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવવા માટે કહેશે. તો ચાલો Pineapple Panna recipe in gujarati શીખીએ.
પાઈનેપલ પન્ના બનાવવા જરૂરી સામગ્રી
- પાઈનેપલ ના કટકા 2 કપ
- મીઠું 1 ચમચી
- જીરું પાઉડર 1 ચમચી
- સંચળ 1 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર ½ ચમચી
- ખાંડ ¼ કપ
- પાણી જરૂર મુજબ
- લીંબુ જરૂર મુજબ
- બરફના કટકા
પાઈનેપલ પન્ના બનાવવાની રીત
પાઈનેપલ પન્ના બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાઈનેપલ ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, જીરું પાઉડર, સંચળ, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, હળદર, ખાંડ અને પાણી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ થી પંદર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો.
દસ પંદર મિનિટ પછી ગેસ બંધ કરી પાઈનેપલ ના કટકા ને ઠંડા કરી લ્યો કટકા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ કરી લ્યો ત્યાર બાદ તૈયાર પલ્પ ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો.
જ્યારે પણ પાઈનેપલ પન્ના પીવો હોય ત્યારે ગ્લાસ ની કિનારી પર લીંબુ લગાવી મીઠા મરચા ના મિશ્રણ વાળી થાળી માં ગ્લાસ ને ફેરવી એમાં ¼ કપ પાઈનેપલ પન્ના નો પલ્પ નાખી બરફ ના કટકા અને પાણી નાખી મિક્સ કરી મજા લ્યો પાઈનેપલ પન્ના.
Pineapple Panna recipe notes
- તમે તૈયાર કરેલ પલ્પ ને ફ્રીઝ કે ફ્રિઝર માં મૂકી લાંબો સમય મજા લઈ શકો છો.
- તૈયાર પાઈનેપલ ના પલ્પ ને ઝીણી ગરણી વડે ગાળી ને પણ લઈ શકો છો.
Pineapple Panna banavani rit | Recipe Video
Youtube પર The Chef in You ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Pineapple Panna recipe in gujarati
પાઈનેપલ પન્ના બનાવવાની રીત | Pineapple Panna banavani rit | Pineapple Panna recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
Ingredients
પાઈનેપલ પન્ના બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ પાઈનેપલ ના કટકા
- 1 ચમચી મીઠું
- 1 ચમચી જીરું પાઉડર
- 1 ચમચી સંચળ
- 1 ચમચી ચાર્ટ મસાલો
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ કપ ખાંડ
- પાણી જરૂર મુજબ
- લીંબુ જરૂર મુજબ
- બરફના કટકા
Instructions
પાઈનેપલ પન્ના બનાવવાની રીત | Pineapple Panna banavani rit
- પાઈનેપલ પન્ના બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં પાઈનેપલ ના કટકા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, જીરું પાઉડર, સંચળ, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર, હળદર, ખાંડ અને પાણી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ થી પંદર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો.
- દસ પંદર મિનિટ પછી ગેસ બંધ કરી પાઈનેપલ ના કટકા ને ઠંડા કરી લ્યો કટકા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ કરી લ્યો ત્યાર બાદ તૈયાર પલ્પ ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો.
- જ્યારે પણ પાઈનેપલ પન્ના પીવો હોય ત્યારે ગ્લાસ ની કિનારી પર લીંબુ લગાવી મીઠા મરચા ના મિશ્રણ વાળી થાળી માં ગ્લાસ ને ફેરવી એમાં ¼ કપ પાઈનેપલ પન્ના નો પલ્પ નાખી બરફ ના કટકા અને પાણી નાખી મિક્સ કરી મજા લ્યો પાઈનેપલ પન્ના.
Pineapple Panna recipe notes
- તમે તૈયાર કરેલ પલ્પ ને ફ્રીઝ કે ફ્રિઝર માં મૂકી લાંબો સમય મજા લઈ શકો છો.
- તૈયાર પાઈનેપલ ના પલ્પ ને ઝીણી ગરણી વડે ગાળી ને પણ લઈ શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
કાળી દ્રાક્ષ નો સોડા મોજીતો બનાવવાની રીત | Kali drax no soda mojito banavani rit
મેંગો યોગર્ટ બનાવવાની રીત | Mango Yogurt banavani rit | Mango Yogurt recipe in gujarati
અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi banavani rit | angur rabdi recipe
મેવા પાક બનાવવાની રીત | mewa pak banavani rit | mewa pak recipe in gujarati