Go Back
+ servings
ગુલકંદ - gulkand recipe - ગુલકંદ બનાવવાની રીત - gulkand banavani rit - gulkand recipe in gujarati

ગુલકંદ | gulkand recipe | ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati

આજ આપણે ગુલકંદ બનાવવાની રીત - gulkand banavani rit શીખીશું. ગુલકંદ પેટ માટે ખૂબસારું હોય છે , અને ઉનાળા દરમ્યાન એને લેવાથી પેટ ની ઘણી બધી પ્રકારની તકલીફો દૂર રહે છે.ગુલકંદ માંથી પાન, મીઠાઈ, શેક, આઈસક્રીમ વગેરે બનાવવામાં આવે છે. બજાર માં મળતા ગુલકંદ માં ખાંડ નાખેલું હોય છે જે એટલું ગુણકારી નથી હોતુ પરંતુઘરે તમે મધ, ગોળ કે ખડી સાકાર માંથી શુધ્ધ અને આરોગ્યવર્ધક ગુલકંદતૈયાર કરી શકો છો. આજ આપણે ખડી સાકર માંથી ગુલકંદ બનાવવાની રીતશીખીશું. તો ચાલો gulkand recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Total Time 20 mins
Course gulkand
Cuisine Indian
Servings 150 ગ્રામ

Equipment

  • 1 તપેલી
  • 1 ખંડણી - ધસ્તો

Ingredients
  

ગુલકંદ બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ દેશી ગુલાબ ના પાંદડા
  • 400 ગ્રામ ખડી સાકર

Instructions
 

ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit

  • ગુલકંદ બનાવવા સૌપ્રથમ તાજા દેશી ગુલાબ લ્યો એમાંથી પાંદડી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ મોટા વાસણમાં ગુલાબની પાંદડી નાખો અને ને થી ત્રણ વખત બરોબર પાણી નાખી ધોઇ ને સાફ કરી લ્યો. પાંદડી માંથી કચરો નીકળી જાય એટલે મોટી ચારણી માં કાઢી લઈ એમાં રહેલ વધારાનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ સાફ કોરા કોટન ના કપડા પર ફેલાવી ને પાંદડી ને સૂકવીને કોરા કરી લ્યો.
  • પાંદડી બે ચાર કલાક પંખા નીચે બિલકુલ સૂકવી ને કોરી કરી લ્યો. પાંદડી કોરી થાય ત્યાં સુંધી ખડી સાકર લઈ અને ખંડણી ધાસ્તા થી ફૂટી ને નાના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાંનાખી પીસી પાઉડર બનાવી લ્યો. પાંદડી બરોબર સુકાઈ ને કોરી થઈ જાય એટલે એને એક વાસણમાં ભેગી કરી લ્યો.
  • હવે ખંડણી માં થોડા ગુલાબ ની પાંદડી નાખો અને ધસ્તા વડે ફૂટી લ્યો. આમ થોડી થોડી પાંદડી ને ફૂટીને બીજા વાસણમાં કાઢતા જાઓ. આમ બધા જ પાંદડી ને ફૂટી લ્યો.
  • એક તપેલીમાં એક પળ પીસેલી ખડી સાકર નું કરો એના પર ફૂટી રાખેલ ગુલાબ ની પાંદડી નું પળ બનાવી લ્યો આમ એક પળ ખડી સાકર અને ગુલાબ નું પાંદડી નું બનાવતા જાઓ છેલ્લે ઉપર ખડી સાકાર નું પડ બનાવી લ્યો. આમ બધા પળ બનાવી લ્યો ત્યાર બાદ સાફ ઝીણા કપડા ને તપેલી ના મોઢા પર ટાઈટ બાંધી લ્યો અને તપેલી ને એક બાજુ મૂકો.
  • એક દિવસ પછી ચમચા થી ગુલકંદ મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક સરખું દબાવી ફરી કપડું બાંધી ને પાંચ સાત દિવસ તડકા માં મૂકો અને રોજ સાંજે ઘરમાં લ્યો ત્યારે ચમચાથી બરોબર હલાવી લ્યો. આમ સાત દિવસ તડકા માં મૂકી લીધા બાદ ગુલકંદ ને બરોબર મિક્સ કરી લ્યો અને સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો અને મજા લ્યો ગુલકંદ.

gulkand recipe notes

  • ગુલકંદ બનાવવા હમેશા તાજા અને દેસી ગુલાબ નો જ ઉપયોગ કરવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો