Go Back
+ servings
ફુદીના શરબત - pudina sharbat - ફુદીના શરબત બનાવવાની રીત - pudina sharbat banavani rit - pudina sharbat recipe in gujarati

ફુદીના શરબત | pudina sharbat | ફુદીના શરબત બનાવવાની રીત | pudina sharbat banavani rit

કેમ છો બધા બધાને જય શ્રી કૃષ્ણ આજ આપણે મૂડ ને ફ્રેશકરી નાખે અને ઠંડક ની સાથે હેલ્થી પણ હોય અને ઓછી સામગ્રી માંથી તૈયાર થઈ જાય અને થોડોસમય સાચવી પણ શકાય તો આજ આપણે ફુદીના શરબત બનાવવાની રીત - pudinasharbat banavani rit શીખીશું,જેનો પેસ્ટ તૈયાર કરી ફ્રીઝર માં સંચાવીને તમે ચાર પાંચ દિવસ સુંધી શરબત ની મજા લઇ શકો છો.
No ratings yet
Prep Time 20 mins
Total Time 20 mins
Course sharbat recipe
Cuisine Indian
Servings 4 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

ફુદીના શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી તકમરિયા
  • 1 કપ ફુદીના ના પાંદ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી ગોળ
  • 2 ચમચી લીંબુનો રસ
  • બરફ ના કટકા

Instructions
 

ફુદીના શરબત બનાવવાની રીત | pudina sharbat banavani rit

  • ફુદીના શરબત બનાવવા સૌપ્રથમ તકમરીયા ને એક વાટકા માં લ્યો એમાં પા કો પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મૂકો. હવે ફુદીના ના પાંદ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખો સાથે છીણેલો ગોળ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું, લીંબુનો રસ નાખી જારને બંધ કરી એક વખત પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી નાખી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
  • તૈયાર પેસ્ટ ને એક વાસણમાં કાઢી જરૂર મુજબ પાણી અને બરફ નાખી શરબત તૈયાર કરો. હવે ગ્લાસમાં એક ચમચી પલાળેલાતકમરિયાં ની એક ચમચી નાખો એમાં બરફ ના કટકા નાખો અને ઉપરથી તૈયાર કરેલ શરબત નાખી મિક્સકરી મજા લ્યો ફુદીના શરબત. અહી તમે પાણી ની જગ્યા સોડા નાંખીને પણ ફુદીના સોડા શરબત પણ તૈયાર કરી શકો છો.
  • તમે આઈસ ટ્રે માં નાખી ફ્રીઝર માં મૂકી જમાવી લ્યો ત્યાર બાદ જામેલા ક્યૂબ ને બરણી માંભરી ને જ્યારે શરબત બનાવો હોય ત્યારે પાણી કે સોડા માં નાખી મજા લઈ શકો છો.

pudina sharbat recipe notes

  • ગોળ અને લીંબુ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • ગોળ ની જગ્યાએ ખડી સાકર કે મધ નો ઉપયોગ પણ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો