Go Back
+ servings
ફરાળી દહીં વડા - ફરાળી દહીં વડા બનાવવાની રીત - Farali dahi vada - Farali dahi vada banavani rit - Farali dahi vada recipe in gujarati

ફરાળી દહીં વડા બનાવવાની રીત | Farali dahi vada banavani rit | Farali dahi vada recipe in gujarati

પહેલાંના સમય માં વ્રત ઉપવાસ હોય તો આખા દિવસમાં બને એટલુંઓછું જમવાનું જમતા પણ આજકાલ તો વ્રત ઉપવાસ હોય જમવાનું હોય એનાથી પણ વધારે જમતા હોયછે અને ખાલીસામો કે સાબુદાણા જ બનાવી ને નહિ પણ અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી ને જમતા હોય છેએવીજ એક વાનગી ફરાળી દહીવડા આજ આપણે બનાવવાની રીત શીખીશું. જેએકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે તો ચાલો ફરાળી દહીં વડા બનાવવાની રીત - Farali dahi vada banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course farali vangi, ફરાળી વાનગીઓ
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ફરાળી દહીં વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 કપ બાફી રાખેલ સામો
  • 2-3 બાફેલા બટાકા
  • 1 ચમચી આદુ અને લીલા મરચા ની પેસ્ટ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 ગ્લાસ પાતળી છાસ વડા પલાળવા
  • ઠંડું મીઠું દહી જરૂર મુજબ
  • શેકલ જીરું પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions
 

ફરાળી દહીં વડા બનાવવાની રીત | Farali dahi vada banavani rit

  • ફરાળી દહીં વડા બનાવવા સૌપ્રથમ સામા ને મીઠું નાંખી બાફી લ્યો અને બટાકાને પણ બાફી લ્યો. હવે બાફેલા સામા ને વાસણમાં કાઢી એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી ને નાખી દયો સાથે આદુ મરચાંની પેસ્ટ નાખો અને જરૂર મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  •  હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવામૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી તૈયાર મિશ્રણ માંથી વડા ના આકાર ના ગોળ ગોળ ગોલા બનાવીને તૈયાર કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તૈયાર ગોલા ને તેલ માં નાખીબે મિનિટ એમજ તરવા દયો ત્યાર બાદ ઝારા ની મદદથી હલાવી ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો.
  • વડા ગોલ્ડન થાય એટલે એને છાસ માં નાખી ને પંદર વીસ મિનિટ પલાળી લ્યો. વીસ મિનિટ પછી વડા ને છાસ માંથીકાઢી થોડા દબાવી ને નીચોવી લ્યો ત્યાર બાદ પ્લેટ માં મૂકતા જાઓ. આમ જરૂર મુજબ વડા કાઢી ને પ્લેટ માં મૂકો.
  • પ્લેટમાં રહેલ વડા પર મીઠું દહી, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર અને લીલા ધાણા સુધારેલા છાંટી ને મજા લ્યો ફરાળી દહીવડા.

Farali dahi vada recipe notes

  • તારેલ વડા ને એમજ ચટણી સાથે પણ ખાઈ શકો છો.
  • દહી વડા પર તમને પસંદ હોય તો મીઠી ચટણી અને લીલી ચટણી પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો