Go Back
+ servings
મેંગો ફ્રુટ ડીલાઈટ - mango fruit delight - મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત - mango fruit delight banavani rit - mango fruit delight recipe in gujarati

મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત | mango fruit delight banavani rit

નમસ્તે કેમ છો બધા ? આજની આપણી વાનગીછે મેંગો ફ્રુટ ડીલાઈટ. મેંગો ફ્રુટ ડીલાઈટ આંબા અને ઉનાળા માંમળતા બીજા ફળો માંથી બનાવવામાં આવે છે , જેમ આપણે ફ્રુટ સલાડ બનાવી ને ખાઈએ છીએ એમ અહી દૂધ ની જગ્યાએ આંબા ના રસ માંબીજા ફળો નાખી મિક્સ કરી ઠંડુ ઠંડુ મજા લેવાની છે. તો ચાલો મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત - mango fruit delight banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Total Time 20 mins
Course sweet recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients
  

મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 પાકેલા મીઠા આંબા
  • 1 પેકેટ ફ્રેશ ક્રીમ
  • ½ કપ કેળા ના કટકા
  • ¼ કપ દાડમ દાણા
  • ¼ કપ કાળી દ્રાક્ષ ના કટકા
  • ¼ કપ સફરજન ના કટકા
  • ¼ કપ આંબાના કટકા
  • 2-3 ચમચી કાજુના કટકા
  • 1-2 ચમચી કીસ મીસ

Instructions
 

મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવાની રીત | mango fruit delight banavani rit

  • મેંગો ફ્રુટ ડીલાઈટ બનાવવા સૌપ્રથમ બધા ફ્રુટ ને ધોઇ સાફ કરી ફ્રીઝ માં ઠંડા કરવા મૂકો. ફ્રુટ ઠંડા થાય પછી કેળા નીછાલ ઉતારી એના કટકા કરી ફ્રીઝ માં મૂકો ત્યાર બાદ દ્રાક્ષ ના બે કે ત્રણ કટકા કરી એનેપણ ફ્રીઝ માં મૂકો ત્યાર બાદ સફરજન ની છાલ કાઢી અથવા છાલ સાથે કટકા કરી ફ્રીઝ માં મૂકોઅને દાડમ ના દાણા કાઢી ફ્રીઝ માં મૂકો.
  • પાકેલા આંબા લ્યો આંબા ને છોલી ને સાફ કરી લ્યો અને પા કપ જેટલા આંબા ના ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકો અને બાકી રહેલ આંબા ના મોટા મોટા કટકા કરી મિક્સર જારમાં નાખો ત્યારબાદ એમાં ખાંડ અને ચાર પાંચ ચમચી પાણી નાખી સ્મુથ પીસી ને ઘટ્ટ પેસ્ટ બનાવી લ્યો.
  • એક વાસણમાં ફ્રેશ ક્રીમ લ્યો એને પાંચ સાત મિનિટ બરોબર હલાવી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ આંબાનો પલ્પ નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો. અથવા પીસેલા આંબા ના  પલ્પ માં ફ્રેશ ક્રીમ નાખી ઢાંકણ બંધ કરી ફરી એક થી બે મિક્સર માં ફેરવી લ્યો.
  • એક મોટા વાસણમાં આંબા ક્રીમ વાળો  પલ્પ લઈ એમાં સુધારી ફ્રીઝ માં મૂકેલાસફરજન ના કટકા, દ્રાક્ષ ના કટકા, દાડમ દાણા,કેળા ના કટકા અને આંબા ના કટકા નાખો ત્યાર બાદ કાજુ ના કટકા અને કીસમીસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઠંડુ ઠંડુ સર્વ કરો મેંગો ફ્રુટ ડીલાઈટ.

mango fruit delight recipe notes

  • અહી તમે ફ્રેશ ક્રીમ ની જગ્યાએ વ્હિપ ક્રીમ પણ વાપરી શકો છો.
  • ખાટાના હોય એવા તમારી પસંદ ના બીજા ફ્રુટ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો