Go Back
+ servings
ટોમેટો કેચઅપ - ketchup banavani rit - tomato ketchup recipe in gujarati - ટોમેટો કેચઅપ બનાવવાની રીત

ટોમેટો કેચઅપ | ketchup banavani rit | tomato ketchup recipe in gujarati

આજ આપણે ખાંડકે કોર્નફલોર નો ઉપયોગ વગર ટોમેટો કેચઅપ બનાવવાની રીત - ketchup banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે બજારમાંથી ટમેટા કેચઅપ લઈ ને ખાતા આવિયા છીએ પણ હમણાં ઘણી જગ્યાએ એવી પોસ્ટ જોવા મળે છે, કે બજાર માં મળતાકેચઅપ માં ટમેટા ખરાબ વાપરતા હોય છે, કોર્ન ફ્લોર, થીકનર અને ખાંડ જેવી સામગ્રીઓ નો ઉપયોગ પણ થતો હતો છે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે જેથી બાળકો ને આપતા ડર લાગે છે તો આજ આપણે ઘરે બાળકો અને મોટા બધા ખાઈ શકે એવો કેચઅપ ઘરે બનાવતા શીખીશું. તો ચાલો tomato ketchup recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course ketchup recipe
Cuisine Indian
Servings 500 ગ્રામ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

કેચઅપ બનાવવા જરૂરી સામગ્રી

  • 750 ગ્રામ પાકેલા લાલ ટમેટાસુધારેલ
  • ½ કપ કોળા ના કટકા
  • 1 સફરજન ના કટકા
  • ¼ કપ કીસમીસ
  • 1 બટાકા ના કટકા
  • 1 ડુંગળી સુધારેલ
  • 3-4 લસણની કણી
  • 1 તજ નો ટુકડો
  • 1 મોટી એલચી
  • 2-3 એલચી
  • 3-4 લવિંગ
  • 8-10 મરી
  • 1 સ્ટારફૂલ
  • 1 જાવેત્રી
  • 2-3 ચમચી એપલ સાઈડર વિનેગર
  • 1 ચમચી સંચળ
  • 1-2 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર

Instructions
 

ટોમેટો કેચઅપ | ketchup banavani rit

  • કેચઅપ બનાવવા સૌપ્રથમ એક સાફ કોટન ની પાતળું કપડું લ્યો એમાં તજ નો ટુકડો, મોટી એલચી. એલચી, લવિંગ, જાવેત્રી મરી,સ્ટાર ફૂલ,  નાખી એક પોટલી બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કુકર લ્યો એમાં સુધારેલ પાકેલા ટમેટા નાખો સાથે , સુધારેલ કોળું, સુધારેલ સફરજન, સુધારેલ બટાકા, સુધારેલ ડુંગળી, કીસમીસ, લસણ નીકણી, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને તૈયારકરેલ પોટલી નાખો સાથે એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કુકર બંધ કરીને બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર ની હવા નીકળવા દયો.
  • કૂકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી એમાં નાખેલ પોટલી કાઢી નાખો ત્યાર બાદ બાફેલા શાકને ઠંડા થવા દયો.  શાક ઠંડા થાય એટલે મિક્સર જાર માંનાખી પીસી ને સ્મુથ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને ઝીણી ગરણી થી ગાળી લ્યો.
  • હવે ગાળી રાખેલ પલ્પ ને કડાઈ માં લ્યો એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, એપલ સાઈડર વિનેગર અને ગોળ નાખીમિક્સ કરી ગેસ ચાલુ કરી પાંચ મિનિટ હલાવતા રહો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ને પંદર વીસ મિનિટ અથવા તો જ્યાં સુંધી કેચઅપ ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • છેલ્લે એમાં જરૂર મુજબ મીઠું, ગોળ ને ટેસ્ટ કરી ચેક કરી જોઈ લ્યો. છેલ્લે કેચઅપ નેઠંડો કરી સાફ કરેલ કાંચ ની બોટલ માં ભરી લ્યો અને મજા લ્યો ટોમેટો કેચઅપ.

ketchup recipe notes

  • કાંચની બોટલ ને હમેશા ગરમ પાણી માં ગરમ કરી ઠંડી કરી કોરી કરી સોસ ભરવો.
  • ફ્રીઝમાં કેચઅપ લાંબો સમય ફ્રેશ રહેશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો