સાઉથ ઇન્ડિયન વાનગી નાના હોય કે મોટા દરેક ની પસંદ હોયછે. અત્યાર સુંધી તમે અલગ અલગ સ્વાદ ની અને અલગ અલગ પ્રકારના લોટ માંથી બનાવીને તૈયાર કરેલ હસે પણ આજ આપણે શાકભાજી ના વઘાર વાળી ઈડલી બનાવશું , જે બાળકો પણ હોસે હોશે માંગી ને ખાસે તો ચાલો વેજીટેબલ તડકા ઈડલી બનાવવાની રીત - Vegetable tadka idli banavani rit શીખીએ.
વેજીટેબલ તડકા ઈડલી બનાવવા સૌપ્રથમ ઈડલી બનાવી ને તૈયાર કરીશું ત્યાર બાદ તડકા ને તૈયાર કરીએમાં બાફી રાખેલ ઈડલી નાખી મિક્સ કરી લેશું અને તૈયાર કરીશું વેજીટેબલ તડકા ઈડલી.
ઈડલી બનાવવાની રીત
સૌથી પહેલા એક વાસણમાં સોજી લ્યો એમાં દહી અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો.
અડધા કલાક પછી એમાં એક બે ચમચી તેલ નાખી ને બરોબર બે ચાર મિનિટ મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક ઢોકરીયા માંબે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી લ્યો. હવે સોજી ના મિશ્રણ માં ઈનો નાખી મિક્સ કરી લ્યો.
હવે સોજી નું મિશ્રણ તેલ લગવેલ ઈડલી સ્ટેન્ડ માં નાખી ને ઈડલી સ્ટેન્ડ ને ઢોકરિયા માં મૂકીઢાંકી દસ થી પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી સ્ટેન્ડ ને કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી ઠંડી થાય એટલે ઈડલી કાઢી ફરી સ્ટેન્ડમાં તેલ લગાવી બીજી ઈડલી તૈયાર કરી લ્યો.આમ બધી ઈડલી તૈયાર કરી લ્યો.
વઘાર માટેની રીત
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું નાખી તતાડવી લ્યો ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા, સફેદ તલ, છીણેલું આદુ નાખી મિક્સ કરી એક મિનિટ ચડાવીલ્યો. હવે એમાં ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.
ચાર મિનિટ પછી એમાં સુધારેલ પાનકોબી, કેપ્સીકમ, ગાજર અને સ્વાદ મુજબ મીઠું નાખી બે ત્રણ મિનિટ ફૂલ તાપે શેકી લ્યો ત્રણ મિનિટ પછી એમાં બાફી રાખેલ ઈડલી નાખો સાથે લાલ મરચાનો પાઉડર,સાંભાર મસાલો, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલાનાખી બરોબર મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ થઈ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો