Go Back
+ servings
Mango Sorbet - મેંગો સોરબેટ - Mango Sorbet banavani rit - મેંગો સોરબેટ બનાવવાની રીત - Mango Sorbet recipe

મેંગો સોરબેટ બનાવવાની રીત | Mango Sorbet banavani rit

આપણે મેંગો સોરબેટ બનાવવાની રીત - Mango Sorbet banavani rit શીખીશું. આ સોરબેટ આમ તો આઈસક્રીમ જેવો જ લાગે પણ આઈસક્રીમ નથી ,  ગેસ ચાલુ કર્યા વગર માત્ર થોડી મહેનતકરી ને તમે ઘરે સોરબેટ ની મજા લઇ શકો છો. મેંગો સોરબેટ તમે ઘરેતૈયાર કરેલ હોય બાળકો ને મન ભરી ને આપી શકો છો અને આ સોરબેટ ખૂબ ઓછી સામગ્રી થી  ઝટપટ તૈયાર કરી શકો છો.
No ratings yet
Prep Time 20 mins
frozen time 8 hrs
Total Time 8 hrs 20 mins
Course Sorbet recipe
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 એર ટાઈટ ડબ્બા
  • 1 મિક્સર

Ingredients
  

મેંગો સોરબેટ બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 પાકેલા આંબા 
  • 2-3 ચમચી પીસેલી ખાંડ 
  • ¼ કપ ફુદીનાના પાંદ
  • 1 ચમચી લીંબુનો રસ

Instructions
 

મેંગો સોરબેટ બનાવવાની રીત | Mango Sorbet banavani rit

  • મેંગો સોરબેટ બનાવવા સૌપ્રથમ આંબા ને એકાદ કલાક પાણી માં પાલડી મૂકો. આંબા ને પાણીમાં પલાળવા થીએમાં રહેલ ગરમી દૂર થઈ જાય છે જેથી આંબા ગરમ નથી લગતા. એક કલાક પછી આંબા ને પાણી માંથી કાઢી લઈ ચાકુ થી છોલી સાફ કરી લ્યો. છાલ ઉતરેલ આંબા ના કટકા કરી નાખો.
  • કટકા કરેલ આંબા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અથવા જે વાસણમાં આંબા ના કટકા રાખેલ છે એને પ્લાસ્ટિક રેપ થી રેપ કરી લતી. અને ફ્રીઝર માં આઠ દસ કલાક અથવા આખી રાત જમાવવા મૂકી દયો. હવે દસ કલાક પછી  ફુદીના ના પાંદ સાફ કરી ને લ્યો અને લીંબુનો રસ પણ કાઢી ને તૈયાર રાખો.
  • હવે ફ્રોઝન કરેલ આંબા ન કટકા ને મિક્સર જાર અથવા ફૂડ પ્રોસેસર માં નાખો સાથે ફુદીના નાપાંદ, લીંબુનો રસ અનેપીસેલી ખાંડ નાખી ઢાંકણ બંધ કરી ને ક્રશ કરી લ્યો. ક્રશ કરેલઆંબા ને ફરી એર ટાઈટ ડબ્બામાં નાખી ઢાંકી ને બે ત્રણ કલાક સેટ થવા મૂકો ત્રણ કલાક પછી સેટ થયેલા સોરબેટ ની મજા લ્યો. તો તૈયાર છે મેંગો સોરબેટ.

Mango Sorbet recipe notes

  • જો આંબા થોડા ખાટા મીઠા હોય તો લીંબુ બો રસ ના નાખવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો