Go Back
+ servings
ગુંદા નું રસાવાળું શાક - gunda nu rasavalu shaak - ગુંદા નું રસાવાળું શાક બનાવવાની રીત - gunda nu rasavalu shaak banavani rit - gunda nu rasavalu shak recipe in gujarati

ગુંદા નું રસાવાળું શાક | gunda nu rasavalu shaak

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગુંદા નું રસાવાળું શાક બનાવવાની રીત શીખીશું ,અત્યાર સુંધી આપણે ગુંદા માંથી અલગ અલગ સ્વાદ ના અથાણાં જે ગુંદા માં મસાલા ભરી ભરેલા ગુંદા બનાવીને મજા લીધી હસે પણ આજ આપ અથાણું કે ભરેલું શાક નહિ પણ ઓછી મહેનતે ટેસ્ટી શાક બનાવશુંજે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો gunda nu rasavalu shaak banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course shaak, shaak banavani rit, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક
Cuisine gujarati
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ગુંદા નું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ½ છીણેલી કેરી
  • 500 ગ્રામ ગુંદા
  • ¼ કપ સીંગદાણા
  • ¼ કપ બેસન સેવ કે ગાંઠિયા
  • 2 ચમચી તરબૂચના બીજ 
  • 2 ચમચી મરચા, આદુ, લસણની પેસ્ટ
  • છાસ જરૂર મુજબ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી સફેદ તલ
  • 1-2 ચમચી છીણેલો ગોળ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ઝીણા સમારેલા ટમેટા
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

ગુંદા નું રસાવાળું શાક | gunda nu rasavalu shaak

  • ગુંદા નું રસાવાળું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ને ધોઇ સાફ કરીલ્યો ત્યાર બાદ કપડા થી બિલકુલ કોરા કરી નાખો હવે એની ટોપી અલગ કરી ધસ્તા વડે ટોપીવાળા ભાગ માં થોડું મારી ને તોડી લ્યો ત્યાર બાદ બીજ અલગ કરી મીઠા થી ગુંદા ને સાફકરી લ્યો અને એક બે કપ છાસ તપેલી માં લઇ એમાં સાફ કરેલ ગુંદા નાખતા જાઓ આમ બધા ગુંદાસાફ કરી છાસ માં નાખતા જાઓ.
  • એક કથરોટમાં છીણેલી કેરી, અધ કચરા પીસેલા સીંગદાણા, સેવ કે ગાંઠિયા ને પીસી નેનાખો સાથે આદુ, લસણ અને મરચા ની પેસ્ટ, સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, અધકચરા તરબૂચ ના બીજ ફૂટી ને નાખો, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખીમસાલા ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગુંદા ને છાસ માંથી કાઢી ને વધારા નું છાસ અલગ કરવા મૂકો. છાસ બરોબર નીકળી જાય એટલે ગુંદાબે ચારણી માં મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકોતેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો અને હિંગનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગુંદા નાખી મિક્સ કરી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો.
  • ગુંદામાં પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લેવા સાત મિનિટ પછી એમાં તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ  બે ચાર મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સકરી લ્યો અને દોઢ કપ છાસ નાખી ને મિક્સ કરી ને ઉકળવા દયો.
  • ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ શાક ની મજા લ્યો ગુંદા નું શાક.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો