જય શ્રી કૃષ્ણ આજ આપણે ગુંદા નું રસાવાળું શાક બનાવવાની રીત શીખીશું , Please subscribe Sheetal’s Kitchen – Gujarati YouTube channel If you like the recipe , અત્યાર સુંધી આપણે ગુંદા માંથી અલગ અલગ સ્વાદ ના અથાણાં જે ગુંદા માં મસાલા ભરી ભરેલા ગુંદા બનાવી ને મજા લીધી હસે પણ આજ આપ અથાણું કે ભરેલું શાક નહિ પણ ઓછી મહેનતે ટેસ્ટી શાક બનાવશું જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો gunda nu rasavalu shaak banavani rit શીખીએ.
ગુંદા નું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી
- છીણેલી કેરી ½
- ગુંદા 500 ગ્રામ
- સીંગદાણા ¼ કપ
- બેસન સેવ કે ગાંઠિયા ¼ કપ
- તરબૂચ ના બીજ 2 ચમચી
- મરચા, આદુ, લસણની પેસ્ટ 2 ચમચી
- છાસ જરૂર મુજબ
- હળદર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- છીણેલો ગોળ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- ટમેટા 1-2 ઝીણા સમારેલા
- તેલ 4-5 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
gunda nu rasavalu shaak banavani rit
ગુંદા નું રસાવાળું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી બિલકુલ કોરા કરી નાખો હવે એની ટોપી અલગ કરી ધસ્તા વડે ટોપી વાળા ભાગ માં થોડું મારી ને તોડી લ્યો ત્યાર બાદ બીજ અલગ કરી મીઠા થી ગુંદા ને સાફ કરી લ્યો અને એક બે કપ છાસ તપેલી માં લઇ એમાં સાફ કરેલ ગુંદા નાખતા જાઓ આમ બધા ગુંદા સાફ કરી છાસ માં નાખતા જાઓ.
એક કથરોટ માં છીણેલી કેરી, અધ કચરા પીસેલા સીંગદાણા, સેવ કે ગાંઠિયા ને પીસી ને નાખો સાથે આદુ, લસણ અને મરચા ની પેસ્ટ, સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, અધ કચરા તરબૂચ ના બીજ ફૂટી ને નાખો, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી મસાલા ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
હવે ગુંદા ને છાસ માંથી કાઢી ને વધારા નું છાસ અલગ કરવા મૂકો. છાસ બરોબર નીકળી જાય એટલે ગુંદા બે ચારણી માં મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગુંદા નાખી મિક્સ કરી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો.
ગુંદા માં પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લેવા સાત મિનિટ પછી એમાં તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને દોઢ કપ છાસ નાખી ને મિક્સ કરી ને ઉકળવા દયો.
ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ શાક ની મજા લ્યો ગુંદા નું શાક.
ગુંદા નું રસાવાળું શાક બનાવવાની રીત | Video
Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
gunda nu rasavalu shak recipe in gujarati
ગુંદા નું રસાવાળું શાક | gunda nu rasavalu shaak
Equipment
- 1 કડાઈ
Ingredients
ગુંદા નું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી
- ½ છીણેલી કેરી
- 500 ગ્રામ ગુંદા
- ¼ કપ સીંગદાણા
- ¼ કપ બેસન સેવ કે ગાંઠિયા
- 2 ચમચી તરબૂચના બીજ
- 2 ચમચી મરચા, આદુ, લસણની પેસ્ટ
- છાસ જરૂર મુજબ
- 1 ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી સફેદ તલ
- 1-2 ચમચી છીણેલો ગોળ
- 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 2-3 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1-2 ઝીણા સમારેલા ટમેટા
- 4-5 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
ગુંદા નું રસાવાળું શાક | gunda nu rasavalu shaak
- ગુંદા નું રસાવાળું શાક બનાવવા સૌપ્રથમ ગુંદા ને ધોઇ સાફ કરીલ્યો ત્યાર બાદ કપડા થી બિલકુલ કોરા કરી નાખો હવે એની ટોપી અલગ કરી ધસ્તા વડે ટોપીવાળા ભાગ માં થોડું મારી ને તોડી લ્યો ત્યાર બાદ બીજ અલગ કરી મીઠા થી ગુંદા ને સાફકરી લ્યો અને એક બે કપ છાસ તપેલી માં લઇ એમાં સાફ કરેલ ગુંદા નાખતા જાઓ આમ બધા ગુંદાસાફ કરી છાસ માં નાખતા જાઓ.
- એક કથરોટમાં છીણેલી કેરી, અધ કચરા પીસેલા સીંગદાણા, સેવ કે ગાંઠિયા ને પીસી નેનાખો સાથે આદુ, લસણ અને મરચા ની પેસ્ટ, સફેદ તલ, લાલ મરચાનો પાઉડર, અધકચરા તરબૂચ ના બીજ ફૂટી ને નાખો, ધાણા જીરું પાઉડર, હળદર, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખીમસાલા ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
- હવે ગુંદા ને છાસ માંથી કાઢી ને વધારા નું છાસ અલગ કરવા મૂકો. છાસ બરોબર નીકળી જાય એટલે ગુંદાબે ચારણી માં મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકોતેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો અને હિંગનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગુંદા નાખી મિક્સ કરી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો.
- ગુંદામાં પા ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લેવા સાત મિનિટ પછી એમાં તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી લ્યો અને બે ત્રણ મિનિટ શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટમેટા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બે ચાર મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સકરી લ્યો અને દોઢ કપ છાસ નાખી ને મિક્સ કરી ને ઉકળવા દયો.
- ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ શાક ની મજા લ્યો ગુંદા નું શાક.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
આંબલી ની ચટણી | ambli ni chutney | tamarind chutney recipe in gujarati
બે પળની રોટલી બનાવવાની રીત | Be pad ni rotli banavani rit | pad vadi rotli banavani rit
ભરેલા શિમલા મરચાં નું શાક બનાવવાની રીત | bharela shimla marcha nu shaak banavani rit
કાચી કેરી નું અથાણું બનાવવાની રીત | kachi keri nu athanu banavani rit
ચણા મેથીનું અથાણું | chana methi nu athanu | methi chana nu athanu