Go Back
+ servings
કોલ્ડ કોકો - Cold coco - કોલ્ડ કોકો બનાવવાની રીત - Cold coco banavani rit - Cold coco recipe in gujarati

કોલ્ડ કોકો બનાવવાની રીત | Cold coco banavani rit

આજ આપણે સુરત ની ખૂબ જ પ્રખ્યાત પીણું કોલ્ડ કોકો બનાવવાની રીત - Cold coco banavani rit શીખીશું. ઉનાળા ની તપતી ગરમી માં ઠંડો ઠંડો કોલ્ડકોકો પીવાની ખૂબ મજા આવે છે , Please subscribe TheTerrace Kitchen YouTube channel If youlike the recipe , આ કોકો બનાવવો એકદમ સરળ છે અને ઘરમાં  નાના મોટા દરેક બે ખૂબ પસંદ આવશે.સાંજ ની હલ્કી ફૂલકી ભૂખ માટે કે રાત્રિ ના ભોજન પછી ની કઈક મીઠું અનેઠંડુ ખાવાની ઈચ્છા હોય તો જરૂર બનાવો.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 10 mins
Resting time 2 hrs
Total Time 2 hrs 20 mins
Course coco recipe
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કોલ્ડ કોકો બનાવવા જરૂરી સામગ્રી

  • 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
  • 4-5 ચમચી વેનીલા કસ્ટર્ડ પાઉડર
  • 2-3 ચમચી કોકો પાઉડર
  • 6-7 ચમચી ખાંડ
  • ¼ કપ છીણેલી ચોકલેટ
  • બરફ ક્રશ કરેલ જરૂર મુજબ

Instructions
 

કોલ્ડ કોકો બનાવવાની રીત | Cold coco banavani rit

  • કોલ્ડ કોકો બનાવવા સૌપ્રથમ મિડીયમ ડાર્ક ચોકલેટ ને ચાકુથી છીણી એક બાજુ મૂકો. હવે વેનીલા કસ્ટર્ડ પાઉડર માંપાંચ છ ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે કડાઈ માં દૂધલ્યો એમાં કોકો પાઉડર નાખી બરોબર હલાવી ને દૂધ અને કોકો પાઉડર ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ ચાલુ કરી હલાવતા રહી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં દૂધ માં નાખેલ વેનીલા કસ્ટર્ડ પાઉડર વાળું મિશ્રણ અને ખાંડ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદબે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં છીણેલી ચોકલેટ નાખી બરોબર મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી નાખો અને મિશ્રણ ને ઠંડુ થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં બે ત્રણ કલાક ઠંડુ થવા દયો. હવે જ્યારે પણ કોલ્ડ કોકો પીવાનું હોય ત્યારે ગ્લાસ માં છીણેલો બરફ નાખો એના પર તૈયાર કરેલ કોલ્ડ કોકો નાખી ઉપર ચોકલેટ ક્રશ કરીને નાખો અને મજા લ્યો કોલ્ડ કોકો.

Cold coco recipe notes

  • વેનીલા કસ્ટર્ડ પાઉડર ના હોય તો કોર્ન ફ્લોર પણ નાખી શકો છો.
  • જો તમે મિલ્ક ચોકલેટ નાખો તો ખાંડ ઓછી નાખવી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો