સેવઉસળ બનાવવા માટે સૌ પ્રથમ સફેદ વટાણા ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણી ધોઇ નેસાફ કરી લ્યો અને ને ત્રણ ગ્લાસ પાણી નાખી ને પાંચ છ કલાક પલાળી મુકો ( જો વહેલા પલાળવા નું ભૂલીગયા હો તો ગરમ પાણી માં બે કલાક પલાળી મુકો )
છ કલાક પલાળી લીધા બાદ એનું પાણી નિતારી કુકર માં નાખો ને વટાણા ઉપર એક ટેરવા જેટલું ઉપર રહે એટલું પાણી અને સ્વાદ મુજબ મીઠુંનાખી કુકર બંધ કરી બે ત્રણ સીટી કરી પાંચ મિનિટ ધીમા તાપે બાફી લ્યો ત્યાર બાદ ગેસબંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યારબાદ એમાં ડુંગળી ની પેસ્ટ નાખી મિક્સ કરો ને હલાવતા રહી ડુંગળી નું પાણી બરી જાય નેતેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો
ડુંગળીમાંથી તેલ અલગ થાય એટલે એમ ટમેટા પેસ્ટ નાંખી મિક્સ કરી એને પણ તેલ અલગ થાય ત્યાં સુંધીચડાવી લ્યો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સેવ ઉસળ મસાલોનાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં કુકર માં બાફી રાખેલ વટાણા નાખો ને બરોબર મિક્સકરી લ્યો
હવે એમાં ત્રણ કપ પાણી નાખો ને મિક્સ કરી મિડીયમ તાપે ઉકળવા દયો ઉસળ બરોબર ઉકળવા લાગે નેથોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવો અને મેસર વડે થોડા વટાણા મેસ કરી નાખો જેથી રસો ઘટ્ટ થાય ને ઉકળે એટલે ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો તો તૈયાર છે ઉસળ
તૈયાર ઉસળ ને સેવ, તરી અને ડુંગળી સાથે ગરમ ગરમ સર્વ કરો સેવ ઉસળ