Go Back
+ servings
ઘુટો બનાવવાની રીત - ghuto recipe in gujarati - ghuto banavani rit - Ghuto - ghuto recipe - ghutto – ઘુટો

ઘુટો બનાવવાની રીત | ghuto recipe in gujarati | ghuto banavani rit | Ghuto | ghuto recipe | ghutto | ઘુટો

જય શ્રી કૃષ્ણ આજ આપણે ઘુટો બનાવવાની રીત - ghuto recipe in gujarati શીખીશું. ઘૂટો આમતો એક ગુજરાતી વાનગી છે પણ આજ કલ  ઘણી પ્રખ્યાત હોવા ના કારણે ગુજરાત સિવાય પણ ઘણી જગ્યાએ ખાવા મળે છે ને આ ઘૂટોવધારે શિયાળા માં બનતો હોય છે કેમ કે એમાં જેટલા લીલા શાક હોય એટલા નાખી ને તૈયાર કરવામાંઆવે છે અને આ ઘૂટો ની ખાસ વાત એ છે કે એમાં કોઈ જ સૂકા મસાલા કે તેલ ઘી નથી પડતું છતાંખૂબ ટેસ્ટી લાગે છે પણ આજ આપણે વઘાર વગર અને વઘાર સાથે ઘૂટો બનાવશું તો ચાલો ghuto banavani rit શીખીએ
5 from 1 vote
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course gujarati food
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર / કડાઈ

Ingredients
  

ઘુટો બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ મગ / મગ દાળ
  • ½ કપ ચણા દાળ
  • 4-5 ચમચી અડદ દાળ
  • 1 બટાકા સુધારેલ
  • 1 કપ પાલક સુધારેલ
  • 1 કપ પાનકોબી સુધારેલ
  • ¼ કપ ફણસી સુધારેલ
  • ¼ કપ કેપ્સીકમ સુધારેલ
  • 1 રીંગણ સુધારેલ
  • ¼ કપ વાલોળ સુધારેલ
  • ¼ કપ લીલી તુવેરના દાણા
  • ¼ કપ લીલા વટાણા
  • ¼ દૂધી સુધારેલ
  • ¼ કપ લીલા ચણા
  • ¼ કપ વાલોરદાણા
  • 2-3 લીલાટમેટા 2-3 સુધારેલ
  • ¼ કપ કાચી વરિયાળી ની ભાજી
  • ¼ કપ લીલુંલસણ સુધારેલ
  • 2 ચમચી આદુ પેસ્ટ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીલી હળદર છિનેલ
  • 5-6 લીલા મરચા સુધારેલા

Instructions
 

Ghuto | ghuto recipe | Ghutto | ઘુટો | ghuto banavani rit

  • ઘૂટો બનાવવા માટે સૌ પ્રથમ મગ દાળ, ચણા દાળ અને અડદ દાળ ને બે ત્રણ ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણીનાખી બે ત્રણ કલાક પલળવા મૂકી દયો અને બધા લીલા શાક ને સાફ કરી ધોઈ ને એક બાજુ મૂકો
  • મિક્સર  જારમાં લીલા મરચા, આદુ  ને પીસી ને એક બાજુ મૂકો હવે ગેસપર એક કુકર માં સૌથી પહેલા ધોઇ ને સાફ કરી સુધારેલ બટાકા સુધારેલ, પાલક સુધારેલ,પાનકોબી સુધારેલ, ફણસી સુધારેલ, કેપ્સીકમ સુધારેલ, રીંગણ સુધારેલ, વાલોળ સુધારેલ, લીલી તુવેરના દાણા, લીલા વટાણા, દૂધી સુધારેલ,લીલા ચણા, વાલોર દાણા,લીલા ટમેટા સુધારેલ, કાચી વરિયાળી ની ભાજી નાખીને મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ પલાળેલી દાળ નું પાણી નિતારી એમાં નાખો હવે એમાં સ્વાદ મુજબ મીઠું, લીલી ડુંગળી નો આગળ ની ભાગઅને જરૂર મુજબ એક થી દોઢ કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને કુકર નો ઢાંકણ બંધ કરી બેત્રણ સીટી ફૂલ તાપે અને ત્યાર બાદ ધીમા તાપે બે ત્રણ સીટી કરી લ્યો અને ધીમા તાપે ત્રણસીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકરમાંથી બધી હવા નીકળી જાય પછી કુકર ખોલી મેસર વડે બધી સામગ્રી ને મેસ કરી એક રસ કરીલ્યો અને ફરી ગેસ પર મૂકી ધીમા તાપે ચડાવો અને એમાં લીલી હળદર પેસ્ટ, લીલી લસણ, આદુ મરચા ને પેસ્ટ, લીલા ધાણા નાખી મિક્સ કરી ચડાવી લ્યોપારંપરિક ઘૂટો તૈયાર છે જેને રોટલા રોટલી ગોળ ડુંગળી સાથે સર્વ કરો
  • અથવા કુકર મા શાક મેસ કરી કુકર ને ધીમા તાપે ગરમ કરવા મૂકો ને બીજી કડાઈ માં ત્રણ ચાર ચમચીતેલ ગરમ થાય એટલે એમાં લીલું લસણ, આદુ મરચા પેસ્ટ અને લીલી હળદર પેસ્ટ નાંખી બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદતૈયાર વઘાર કુકર મા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી લ્યો

ghuto recipe notes

  • અહી અને ઘૂટો નો વઘાર બતાવેલ છે પણ પારંપરિક ઘૂટો માં કોઈ વઘાર થતો નથી તો તમને જેમ પસંદઆવે એમ ઘૂટો તૈયાર કરી શકો છો
  • અહીં તમારી પાસે હોય એ બધા શાક નો ઉપયોગ કરી ને આ ઘૂટો તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો