Go Back
+ servings
methi na ladoo - methi na ladva - મેથીના લાડુ - methina ladu - methi ladoo recipe - - methi na ladu - methi na ladoo recipe - મેથી ના લાડુ - methi na ladoo banavani rit - મેથીના લાડુ બનાવવાની રીત - methi na ladva banavani rit - methi na ladoo banavani recipe - મેથીના લાડવા બનાવવાની રીત - methi na ladva banavani recipe

methi na ladoo banavani rit | મેથીના લાડુ બનાવવાની રીત | methi na ladva banavani rit | methi na ladoo banavani recipe | મેથીના લાડવા બનાવવાની રીત | methi na ladva banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથીના લાડુ બનાવવાની રીત - methi na ladoo banavani rit gujarati ma શીખીશું. આ મેથી ના લાડવા શિયાળાદરમિયાન બનાવી ને ખાવાથી હાડકા ને લગતી સમસ્યામાં ખૂબ ફાયદા કારક છે ને એક વખત તૈયાર કરી ને તમે મહિના સુંધી ખાઈ શકો છો ને આજ આપણે મેથી ની કડવાહટ થોડી ઓછી લાગે ને નાનામોટા બધા સવારે એકાદ મેથી ના લાડુ ખાઈ તંદુરસ્તી મેળવે એવી મીઠાઈ બનાવશુંતો ચાલો મેથીના લાડવા બનાવવાની રીત - methi na ladoo banavani recipe - methi na ladu - methi na ladoo recipe - methi na ladva banavani recipe શીખીએ
5 from 2 votes
Prep Time 20 mins
Cook Time 40 mins
Resting time 1 hr
Total Time 2 hrs
Course gujarati ladoo banavani rit, laddu banavani rit, ladoo banavani rit
Cuisine gujarati cuisine
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients
  

methi ladoo ingredients | methi ladoo recipe ingredients

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • 2 કપ છીણેલો ગોળ
  • ½ કપ મેથી દાણા
  • 1 કપ દૂધ
  • ½ કપ બદામ
  • ½ કપ કાજુ
  • ½ કપ કીસ મીસ
  • 1 કપ માખના
  • 1 કપ છીણેલું નારિયેળ
  • ¼ કપ મગતરી બીજ
  • ¼ કપ ખસખસ
  • ¼ કપ પિસ્તાની કતરણ
  • 1 કપ ગુંદર
  • ½ એલચી પાઉડર
  • 3-4 કપ ઘી / જરૂર મુજબ

Instructions
 

methi na ladoo | methi na ladva | મેથીના લાડુ | methina ladu | methi ladoo recipe | methi na ladu | methi na ladoo recipe | મેથી ના લાડુ

  • મેથી ના લાડવા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી લ્યો અને મિક્સર જારમાં નાખી અધ કચરી પીસી લ્યો ત્યાર બાદ એક વાસણમાં નાખી એમાં થોડું થોડુ કરી દૂધ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકીને એકાદ કલાક એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં પા કપ ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દેવો અને એમાં કાજુ ને ગોલ્ડન તરી ને વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ બદામ ને શેકી લેવી બદામ બરોબર શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
  • ત્યાર બાદ એમાં કીસમીસ ને શેકી લ્યો ને એને પણ અલગ વાસણ માં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યોને ઠંડા થાય એટલે કાજુ, બદામ અને મખાના ને અધ કચરા પીસી લ્યો ને મોટા વાસણમાં કાઢી લ્યો
  • ત્યારબાદ એમાં મખાના ને પણ શેકી ને કાઢી લ્યો હવે એમાં બીજી ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરીલ્યો ને એમાં નારિયળ નું છીણ, મગતરી ના બીજ અને ખસખસ નાખી ને શેકી લ્યો ને શેકી લઈ એક અલગ મોટા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા કરી લ્યો
  • હવે બીજું પા કપ ઘી ગરમ કરવા મુકો એમાં થોડું થોડું કરી ગુંદ તરી લ્યો ગુંદ ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેવું ને ત્યાર બાદ એક વાસણમાં કાઢી ઠંડુ કરી લેવું અને ઠંડુ થાય એટલે એને વાટકા થી દબાવી મેસ કરી લ્યો
  • હવે જે મેથી પલાળી રાખેલ હતી એને ચમચાથી છૂટી કરી ને કડાઈ માં અડધો કપ ધી ગરમ કરો એમાં મેથી નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો અથવા મેથી માંથી ઘી અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો
  • ત્યારબાદ ઠંડી કરી મિક્સર જાર માં નાખી ફરી પીસી લ્યો ને એને પણ પહેલા રાખેલ મોટા વાસણમાં નાખો
  • ત્યારબાદ ગેસ પર ચાર પાંચ ચમચી ઘી ગરમ કરી લ્યો ને એમાં ચાળી ને ઘઉંનો લોટ નાખી ને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો ને શેકેલ લોટ શેકી રાખેલ વાસણમાં નાખી દયો અને ત્યાર બાદ એજ કડાઈ માં બે ત્રણ ચમચી ઘી ને છીણેલો ગોળ નાખી મિક્સ કરી લ્યો ને ગોળને ઓગળી લ્યો
  • ગોળ બરોબર ઓગળી જાય એટલે ગેસ બંધ કરી અને લોટ, મેથી, એલચી , પિસ્તા ની કતરણ સાથેનાખી બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ માંથી નાના નાના લાડવા તૈયાર કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે મેથી ના લાડવા

methi na ladva banavani rit notes

  • અહી તમે ઘઉં ના લોટ ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ કે ફરાળી લોટ નો પણ ઉપયોગ કરી શકો છો
  • મેથીને દૂધ માં પલળવાથી ને ઘી માં શેકવાથી ખરાસ થોડી ઓછી થઈ જશે
  • ડ્રાયફ્રુટ તમે તમારી પસંદ મુજબ ના વધુ ઓછા કે પછી નવા નાખી શકો છો
  • બધી સામગ્રી ને બરોબર શેકવી જેથી તૈયાર કરેલ લાડવા લાંબો સમય ખાઈ શકો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો