Go Back
+ servings
lila chana nu shaak - lila chana nu shaak banavani rit gujarati ma - લીલા ચણા નુ શાક - lila chana nu shaak gujarati recipe - lila chana nu shaak recipe - lila chana nu shaak banavani recipe - lila chana nu shaak ni recipe - lila chana nu shak - green chana nu shaak recipe - leela chana nu shaak - lila chana ni sabji - લીલા ચણા નું શાક બનાવવાની રેસીપી

લીલા ચણા નું શાક બનાવવાની રેસીપી | lila chana nu shaak banavani rit gujarati ma | lila chana nu shaak gujarati recipe | lila chana nu shaak banavani recipe | green chana nu shaak recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે લીલા ચણા સાથે એના પાંદડાનું શાક બનાવવાની રીત - lila chana nu shaak banavani rit gujarati ma શીખીશું. લીલા ચણા નું શાક તો બધા બનાવતા જ હોય છે પણ આકાપને લીલા ચણા સાથે એના પાંદડા પણ સાફ કરી ને નાખવાથી એક અલગ જ સ્વાદ આવે છે જેટલા લીલા ચણા સ્વાસ્થ્ય માટે સારા હોય છે એટલા જ એના પાંદડા પણ હોય છે એટલે આજ આપણે કંઈ પણ વેસ્ટ ના કરી પાંદડા ને ચણા બને માંથી શાક બનાવશું તો ચાલો લીલા ચણા નું શાક બનાવવાની રેસીપી - lila chana nu shaak gujarati recipe - green chana nu shaak recipe - leela chana nu shaak - lila chana ni sabji શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course green chana nu shaak, green chana recipe gujarati, gujarati shaak ideas, gujarati shaak recipes, lila chana ni recipe, lila chana recipe, shaak, shaak banavani rit, ગુજરાતી શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

લીલા ચણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ½ કપ લીલા ચણા
  • ¾ કપ લીલા ચણા ના પાંદડા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 3-4 તીખા લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી ધણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

lila chana nu shaak | lila chana nu shaak recipe | લીલા ચણા નુ શાક| lila chana nu shaak ni recipe | lila chana nu shak | leela chana nu shaak | lila chana ni sabji

  • લીલા ચણા સાથે એના પાંદડાનું શાક બનાવવા સૌપ્રથમ લીલા ચણા ના કાચા કાચા પાંદડા દાડી માંથી કાઢી સાફ કરી લ્યો ત્યાર બાદ એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ચારણી માં નીતરવા મૂકો.
  • ત્યારબાદ લીલા ચણા ને પણ એક વખત ધોઇ સાફ કરી લ્યો અનેઆદુ લસણ ની પેસ્ટ કરી લ્યો ને ઈચ્છોતો ભેગા મરચાની પણ પેસ્ટ કરી શકો છો કે સુધારી શકોછો મરચા થોડા તીખા લેવા કેમ કે અહી આપણે લાલ મરચા નહિ વાપરીએ એટલે શાક માં લીલા મરચાની તીખાશ આપશું
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી પેસ્ટ ને શેકી લ્યો પેસ્ટ થોડી શેકાઈ જય એટલે લીલામરચા નાખી ને મિક્સ કરી લ્યો ને અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં સાફ કરેલ પાંદડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા ચણા નાખી મિક્સ કરી લ્યો
  • હવે ચણા ને પાંદડા ને એક બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી એક બે મિનિટ મસાલા ને શેકી લ્યો મસાલા થોડા શેકાઈ જય એટલે અડધો કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને મિડીયમ તાપે પાંચ સાત મિનિટ ચડવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચેક કરી જો ચણા ચડી ને સોફ્ટ થઈ ગયા હોય તો ગેસ બંધ કરો નહિતર જો પાણી ના હોય તો જરૂર મુજબ પાણી નાખી ફરી ઢાંકી બે ચાર મિનિટ ચડાવો ચણા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને રોટલી પરોઠા સાથે સર્વ કરો લીલા ચણા સાથે એના પાંદડાનું શાક

green chana nu shaak recipe notes

  • અહી તમે લીલી ડુંગળી અને લીલું લસણ પણ ઝીણું સમારેલું અને ઝીણા સુધારેલ ટમેટા પણ નાખી શકોછો
  • ચણાને અલગ થી બાફી ને પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો