Home Nasta Healthy Vada Pav Wrap Recipe in Gujarati | વડાપાંઉ રેપ | Diet...

Healthy Vada Pav Wrap Recipe in Gujarati | વડાપાંઉ રેપ | Diet Snacks

0

મુંબઈનું સ્ટ્રીટ ફૂડ ‘વડાપાંઉ’ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય! પણ જ્યારે સ્વાસ્થ્યની વાત આવે, ત્યારે મેંદામાંથી બનેલા પાંઉ અને બેસનના ખીરામાં ડીપ-ફ્રાય (Deep fry) કરેલા વડા ખાવાનું આપણે ટાળીએ છીએ. તો શું વડાપાંઉ ખાવાનું છોડી દેવું? બિલકુલ નહિ! આજે આપણે વડાપાંઉના એ જ અસલ સ્વાદને એકદમ નવા સ્વરૂપમાં રજૂ કરીશું – Healthy Vada Pav Wrap (હેલ્ધી વડાપાંઉ રેપ) લસણની સૂકી ચટણી અને લીલી ચટણી સાથે જ્યારે આ રેપ તૈયાર થાય છે, ત્યારે તે સ્વાદમાં બજારના વડાપાંઉને પણ ટક્કર મારે છે. ચાલો જોઈએ હેલ્ધી વડાપાંઉ રેપ બનાવવાની રીત.

રેપ બનાવવા માટેની સામગ્રી

  1. બેસન 2 કપ
  2. મીઠું સ્વાદ મુજબ
  3. પાણી જરૂર મુજબ

વડા બનાવવા માટેની સામગ્રી

  1. બાફેલા બટાકા 3-4
  2. લીલા મરચા સુધારેલ 1-2
  3. તેલ 2 ચમચી
  4. હળદર ¼ ચમચી
  5. લાલ મરચાની પાઉડર 1 ચમચી
  6. લીંબુ નો રસ 1 ચમચી
  7. ખાંડ ½ ચમચી
  8. ગરમ મસાલો ½ ચમચી
  9. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  10. મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણી માટેની સામગ્રી

  1. લીલા ધાણા સુધારેલ 1 કપ
  2. ફુદીના પાંદ ¼ કપ
  3. લીલા મરચા 3-4
  4. લીંબુનો રસ 2-3 ચમચી
  5. આદુનો ટુકડો 1 ઇંચ
  6. ખાંડ 1 ચમચી
  7. સિંગદાણા 2-4 ચમચી
  8. મીઠું સ્વાદ મુજબ

સુકી લાલ ચટણી બનાવવા માટેની સામગ્રી

  1. લસણ ની કણી 15-20
  2. લાલ મરચા આખા 15-20
  3. સુકા નારિયલ ની કતરણ ના કટકા 2-3 ચમચી 
  4. મીઠું સ્વાદ મુજબ

ગાર્નીશ માટેની સામગ્રી

  1. સુધારેલ ડુંગળી
  2. ચીઝ સ્લાઈસ

Vada Pav Wrap banavani rit

વડાપાંઉ રેપ બનાવવા સૌથી પહેલ આપણે ચટણીઓ બનાવીશું ત્યાર બાદ વડા નું શાક બનાવશું ત્યાર બાદ રેપ તૈયાર કરીશું. જેના માટે આપણે કુકરમાં બટાકા ને બાફી લેશું અને લીલા ધાણા અને ફુદીના ને સાફ કરી ધોઈ તૈયાર કરી લેશું

સુકી લાલ ચટણી બનાવવાની રીત

ગેસ પર કડાઈમાં સુકા લાલ મરચા ને ધીમા તાપે શીએકી ક્રિસ્પી કરી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં જ લસણ ની કણી નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદનારિયલ ની કતરણ ને પણ શેકી લઇ બીજા વાસણમાં કાઢી બધી સમગ્રી ને ઠંડી કરી લ્યો ત્યાર બાદ મિકસર જાર માં ઠંડી થયેલ સામગ્રી અને સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ફેરવી ને દર્દરી પીસી લ્યો. તો ત્યાર છે સુકી લાલ ચટણી.

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાંદ, લીલા મરચા, આદુનો ટુકડો, ખાંડ, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને સિંગદાણા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને પીસવા માટે જરૂર પડે તો થોડું પાણી નાખી ફરી સ્મૂથ પીસી લ્યો. તો તૈયાર છે લીલ ચટણી.

વડા માટેનો મસાલો બનાવવાની રીત

મસાલો બનાવવા સૌથી પહેલા બાફેલા બટાકા ને છોલી સાફ કરી લીધા બાદ મેસથી મેસ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલેગેસ સાવ ધીમો કરી એમાં હિંગ, લીલા મરચા સુધારેલ , હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મેસ કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખી બધી સમગ્રી બરોબર મિક્સ કરી ઢાંકી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર સામગ્રી ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડો થવા દયો. તૈયાર છે વડા નો મસાલો.

રેપ માટેનું મિશ્રણ બનાવવાની રીત    

એક તપેલીમાં બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખો અને ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ ગાંઠા વગર નું મિશ્રણ તૈયાર કરી દસ મિનીટ એક બાજુ મુકો.

વડા પાઉં રેપ બનાવવાની રીત

ગેસ પર નોન સ્ટીક તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે બેસન ના મિશ્રણ ને બરોબર મિક્સ કરી એક થી દોઢ કડછી નાખી ઢોસા જેમ ફેરવી લ્યો ઢોસો એક બાજુ બરોબર ચડી જાય એટલે ગેસ પર થી ઉતારી લ્યો. હવે ઢોસા ની એક બાજુથી વચ્ચે સુંધી ઉભો કાપો કરો હવે ઢોસા ના એક ભાગમાં લીલી ચટણી લગાવો.

બીજા ભાગ માં તૈયાર કરેલ વડા નો મસાલો બે ચમચી ફેલાવી લ્યો, ત્રીજા ભાગમાં સુકી લાલ ચટણી મુકો અને ચોથા ભાગ માં સુધારેલ ડુંગળી ( સાથે ચીઝ સ્લાઈસ પણ મૂકી શકો છો.)  મૂકી લીલી ચટણી વાળો ભાગ ને બટાકા ના મસાલા વાળા ભાગ પર મુકો. મસાલા વાળો ભાગ સુકી ચટણી પર મુકો અને ત્યાર બાદ છલ્લો ફોલ્ડ ડુંગળી પર મૂકી આમ ફોલ્ડ કરી ત્રિકોણ રેપ બનાવી લ્યો. ત્યાર બાદ તૈયાર ત્રિકોણ ને તવી પર થોડું તેલ છાંટી બને બાજુ શેકી લ્યો. અને ચટણી સોસ સથે મજા લ્યો. તો તૈયાર છે વડા પાઉં રેપ. 

વડાપાંઉ રેપ બનાવવાની રીત 

Vada Pav Wrap banavani rit - વડાપાંઉ રેપ

Healthy Vada Pav Wrap Recipe in Gujarati | વડાપાંઉ રેપ | Diet Snacks

મુંબઈનું સ્ટ્રીટ ફૂડ 'વડાપાંઉ' નામ સાંભળતાજ મોઢામાં પાણી આવી જાય! પણ જ્યારે સ્વાસ્થ્યની વાત આવે, ત્યારે મેંદામાંથી બનેલા પાંઉ અને બેસનના ખીરામાં ડીપ-ફ્રાય (Deep fry) કરેલાવડા ખાવાનું આપણે ટાળીએ છીએ. તો શું વડાપાંઉ ખાવાનું છોડી દેવું? બિલકુલ નહિ! આજે આપણે વડાપાંઉના એ જ અસલ સ્વાદને એકદમ નવા સ્વરૂપમાં રજૂ કરીશું – Healthy Vada Pav Wrap (હેલ્ધી વડાપાંઉ રેપ) લસણની સૂકી ચટણી અને લીલી ચટણી સાથે જ્યારે આ રેપ તૈયાર થાય છે, ત્યારેતે સ્વાદમાં બજારના વડાપાંઉને પણ ટક્કર મારે છે. ચાલો જોઈએ હેલ્ધી વડાપાંઉ રેપ બનાવવાની રીત.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 તવી

Ingredients

રેપ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ બેસન
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વડા બનાવવા માટેની સામગ્રી

  • 3-4 બાફેલા બટાકા
  • 1-2 લીલા મરચા સુધારેલ
  • 2 ચમચી તેલ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાની પાઉડર
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ½ ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલ
  • ¼ કપ ફુદીના પાંદ
  • 3-4 લીલા મરચા
  • 2-3 ચમચી લીંબુનો રસ
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી ખાંડ
  • 2-4 ચમચી સિંગદાણા
  • મીઠું સ્વાદ મુજબ

સુકી લાલ ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 15-20 લસણ ની કણી
  • 15-20 લાલ મરચા આખા
  • 2-3 ચમચી સુકા નારિયલ ની કતરણ ના કટકા
  • મીઠું સ્વાદ મુજબ

ગાર્નીશ માટેની સામગ્રી

  • સુધારેલ ડુંગળી
  • ચીઝ સ્લાઈસ

Instructions

Vada Pav Wrap banavani rit

  • વડાપાંઉ રેપ બનાવવા સૌથી પહેલ આપણે ચટણીઓ બનાવીશું ત્યાર બાદ વડા નું શાક બનાવશું ત્યાર બાદ રેપ તૈયાર કરીશું. જેના માટે આપણે કુકરમાં બટાકા ને બાફી લેશું અને લીલા ધાણા અને ફુદીના ને સાફ કરી ધોઈ તૈયાર કરી લેશું

સુકી લાલ ચટણી બનાવવાની રીત

  • ગેસ પર કડાઈમાં સુકા લાલ મરચા ને ધીમા તાપે શીએકી ક્રિસ્પી કરી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં જ લસણ ની કણી નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદનારિયલ ની કતરણ ને પણ શેકી લઇ બીજા વાસણમાં કાઢી બધી સમગ્રી ને ઠંડી કરી લ્યો ત્યાર બાદ મિકસર જાર માં ઠંડી થયેલ સામગ્રી અને સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં ત્રણ ચાર વખત ફેરવી ને દર્દરી પીસી લ્યો. તો ત્યાર છે સુકી લાલ ચટણી.

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાંદ, લીલા મરચા, આદુનો ટુકડો, ખાંડ, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને સિંગદાણા નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને પીસવા માટે જરૂર પડે તો થોડું પાણી નાખી ફરી સ્મૂથ પીસી લ્યો. તો તૈયાર છે લીલ ચટણી.

વડા માટેનો મસાલો બનાવવાની રીત

  • મસાલો બનાવવા સૌથી પહેલા બાફેલા બટાકા ને છોલી સાફ કરી લીધા બાદ મેસથી મેસ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલેગેસ સાવ ધીમો કરી એમાં હિંગ, લીલા મરચા સુધારેલ , હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મેસ કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખી બધી સમગ્રી બરોબર મિક્સ કરી ઢાંકી બે મિનીટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર સામગ્રી ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડો થવા દયો. તૈયાર છે વડા નો મસાલો.

રેપ માટેનું મિશ્રણ બનાવવાની રીત

  • એક તપેલીમાં બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખો અને ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ ગાંઠા વગર નું મિશ્રણ તૈયાર કરી દસ મિનીટ એક બાજુ મુકો.

વડા પાઉં રેપ બનાવવાની રીત

  • ગેસ પર નોન સ્ટીક તવી ગરમ કરવા મુકો. તવી ગરમ થાય એટલે બેસન ના મિશ્રણ ને બરોબર મિક્સ કરી એક થી દોઢ કડછી નાખી ઢોસા જેમ ફેરવી લ્યો ઢોસો એક બાજુ બરોબર ચડી જાય એટલે ગેસ પર થી ઉતારી લ્યો. હવે ઢોસા ની એક બાજુથી વચ્ચે સુંધી ઉભો કાપો કરો હવે ઢોસા ના એક ભાગમાં લીલી ચટણી લગાવો.
  • બીજા ભાગ માં તૈયાર કરેલ વડા નો મસાલો બે ચમચી ફેલાવી લ્યો, ત્રીજા ભાગમાં સુકી લાલ ચટણી મુકો અને ચોથા ભાગ માં સુધારેલ ડુંગળી ( સાથે ચીઝ સ્લાઈસ પણ મૂકી શકો છો.) મૂકી લીલી ચટણી વાળો ભાગ ને બટાકા ના મસાલા વાળા ભાગ પર મુકો. મસાલા વાળો ભાગ સુકી ચટણી પર મુકો અને ત્યાર બાદ છલ્લો ફોલ્ડ ડુંગળી પર મૂકી આમ ફોલ્ડ કરી ત્રિકોણ રેપ બનાવી લ્યો. ત્યાર બાદ તૈયાર ત્રિકોણ ને તવી પર થોડું તેલ છાંટી બને બાજુ શેકી લ્યો. અને ચટણી સોસ સથે મજા લ્યો. તો તૈયાર છે વડા પાઉં રેપ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version