જ્યારે સાઉથ ઇન્ડિયન નાસ્તાની વાત આવે, ત્યારે આપણે મોટેભાગે ઇડલી, ઢોંસા કે ઉત્તપમ જ બનાવીએ છીએ. પરંતુ આંધ્રપ્રદેશના ઘરોમાં સૌથી વધુ બનતો અને લોકપ્રિય નાસ્તો છે Dibba Roti (દિબ્બા રોટી). તેને ‘મીનાપટ્ટુ’ પણ કહેવામાં આવે છે. તે બહારથી એકદમ કડક (Crispy) અને અંદરથી ઇડલી જેવી પોચી અને જાળીદાર બને છે. આ રોટીનો અસલ સ્વાદ પાનક્ક્મ સાથે જ આવે છે. તીખી, ખાટી અને મીઠી એવી આ ચટણી દિબ્બા રોટીના સ્વાદને બમણો કરી દે છે. ચાલો જોઈએ આ અદભૂત સાઉથ ઇન્ડિયન નાસ્તો બનાવવાની રીત.
રોટી બનાવવા માટેની સામગ્રી
- ઈડલી નું મિશ્રણ 1-2 કપ
- જીરું ½ ચમચી
- તેલ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
પાનક્ક્મ બનાવવા માટેની સામગ્રી
- ગોળ છીણેલો ½ કપ
- પાણી ¼ કપ
- એલચી 1/8 ચમચી
Dibba Roti banavani rit
દિબ્બા રોટી અને પાનક્ક્મ બનાવવા સૌથી પહેલા આપણે પાનક્ક્મ બનાવશું જેના માટે ગેસ પર કડાઈમાં છીણેલો ગોળ લેશું એમાં પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી ગોળ ને ઓગાળી લેશું. ગોળ ઓગળી જાય એટલે ગરણી થી બીજા વાસણમાં ગાળી લઇ ફરી કડાઈમાં નાખીશું. ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનીટ ઉકાળી લેશું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખીશું તો તૈયાર છે પાનક્ક્મ.
હવે ડિબ્બા રોટી બનાવવા ઈડલીના મિશ્રણ ને એક વાસણમાં લઇ એમાં જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ઈડલી નું મિશ્રણ નાખી દયો.
હવે એક ગ્લાસમાં પાણી ભરી એ ગ્લાસ ને કડાઈમાં બરોબર વચ્ચે મૂકી ઢાંકી ધીમા તાપે પંદર થી વીસ મિનીટ અથવા નીચેથી બરોબર ગોલ્ડન ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ઢાંકણ ખોલી ગ્લાસ કાઢી લ્યો અને તાવીથા થી રોટી ને ઉથલાવી દયો અને બીજી બાજુ પણ પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
આમ બને બાજુ બરોબર ચડી જાય એટલે કડાઈ માંથી ઉતારી પાનક્કામ અથવા ચટણી સાથે સર્વ કરો.
દિબ્બા રોટી બનાવવાની રીત

Dibba Roti Recipe in Gujarati | દિબ્બા રોટી અને પાનક્ક્મ
Equipment
- 1 કડાઈ
Ingredients
રોટી બનાવવા માટેની સામગ્રી
- 1-2 કપ ઈડલી નું મિશ્રણ
- ½ ચમચી જીરું
- 3-4 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
પાનક્ક્મ બનાવવા માટેની સામગ્રી
- ½ કપ ગોળ છીણેલો
- ¼ કપ પાણી
- ⅛ ચમચી એલચી
Instructions
Dibba Roti banavani rit
- દિબ્બા રોટી અને પાનક્ક્મ બનાવવા સૌથી પહેલા આપણે પાનક્ક્મ બનાવશું જેના માટે ગેસ પર કડાઈમાં છીણેલો ગોળ લેશું એમાં પાણી નાખી ગેસ ચાલુ કરી હલાવતા રહી ગોળ ને ઓગાળી લેશું. ગોળ ઓગળી જાય એટલે ગરણી થી બીજા વાસણમાં ગાળી લઇ ફરી કડાઈમાં નાખીશું. ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનીટ ઉકાળી લેશું ત્યાર બાદ ગેસ બંધ કરી નાખીશું તો તૈયાર છે પાનક્ક્મ.
- હવે ડિબ્બા રોટી બનાવવા ઈડલીના મિશ્રણ ને એક વાસણમાં લઇ એમાં જીરું અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રીને બરોબર મિક્સ કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ઈડલી નું મિશ્રણ નાખી દયો.
- હવે એક ગ્લાસમાં પાણી ભરી એ ગ્લાસ ને કડાઈમાં બરોબર વચ્ચે મૂકી ઢાંકી ધીમા તાપે પંદર થી વીસ મિનીટ અથવા નીચેથી બરોબર ગોલ્ડન ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો. પંદર મિનીટ પછી ઢાંકણ ખોલી ગ્લાસ કાઢી લ્યો અને તાવીથા થી રોટી ને ઉથલાવી દયો અને બીજી બાજુ પણ પાંચ સાત મિનીટ ચડાવી લ્યો.
- આમ બને બાજુ બરોબર ચડી જાય એટલે કડાઈ માંથી ઉતારી પાનક્કામ અથવા ચટણી સાથે સર્વ કરો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Jhol Maggi Recipe in Gujarati | નેપાળી ઝોલ મેગી | Nepali Style Soupy Maggi
જયપુરના ફેમસ પોષ વડા બનાવવાની રીત – Posh Vada Recipe in Gujarati
Pauva masala vada recipe | પૌવા મસાલા વડા ની રેસીપી
Pauva na pakoda banavani rit | પૌંઆ ના પકોડા બનાવવાની રીત
Bachela ghau na lot no khasta nasto banavani rit | બચેલા ઘઉં ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત