વરસાદની ઋતુ હોય અને ઘરમાં ભજીયા ન બને તેવું તો ભાગ્યે જ બને! આપણે મેથીના ગોટા, ડુંગળીના ભજીયા કે બટેટાની ચિપ્સના ભજીયા તો વારંવાર બનાવીએ છીએ. પરંતુ આજે આપણે એક સ્પેશિયલ અને ચટપટી વાનગી બનાવીશું – દાબડા ભજીયા (Dabda Bhajiya). આ ભજીયા ‘બટેટાના ડબડા/દાબડા’ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી પોચા અને મસાલેદાર હોય છે. ચાલો જોઈએ ક્રિસ્પી દાબડા ભજીયા બનાવવાની પરફેક્ટ રીત.
Ingredients
- બટાકા 2-3
- સેવ / ગાંઠિયા ¼ કપ
- સિંગદાણા ભૂકો ¼ કપ
- વરીયાળી 1 ચમચી
- સફેદ તલ 2 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- હળદર ¼ ચમચી
- હિંગ 1/8 ચમચી
- લીલા ધાણા સુધારેલ 2-3 ચમચી
- લીંબુનો રસ 2 ચમચી
- તેલ 1-2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- બેસન 2 કપ
- હળદર ¼ ચમચી
- હિંગ 1/8 ચમચી
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Dabda Bhajiya banavani rit
દાબડા ભજીયા બનાવવા સૌથી પહેલા બટાકા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ધોઈ નાખો હવે એક મોટા વાસણમાં પાણી બે ત્રણ ગ્લાસ નાખી તૈયાર કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ બટાકા ની ચિપ્સ મશીન વડે ચિપ્સ પાડી પાણી ભરેલ વાસણમાં નાખી બધી ચિપ્સ તૈયાર કરી લ્યો. ચિપ્સ દુબે એટલું પાણી નાખી એક બાજુ મુકો.
હવે મિક્સર જારમાં સેવ/ ગાંઠિયા નાખો સાથે સિંગદાણા નો દર્દરો પાઉડર, વરીયાળી, હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી મસાલો તૈયાર કરી લ્યો ત્યાર બાદ પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલ અને તેલ નાખી બધી સામગ્રીબરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો.
હવે પાણીમાં રાખેલા બટાકાની ચિપ્સ ને ચારણીમાં કાઢી વધારાનું પાણી નીતારી લ્યો અને કપડામાં પર નાખી થોડા કોરા કરી લ્યો. હવે એક ચિપ્સ લઇ એના પર તૈયાર કરેલ મસાલો પા થી અડધી ચમચી મૂકી એક સરખો ફેલાવી બીજી ચિપ્સ એના પર મુકો. આમ બધી જ ચિપ્સ માં મસાલો મૂકી તૈયાર કરી થાળી માં મુક્તા જાઓ.
ત્યારબાદ બેસન ને ચાળી ને એક તપેલીમાં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે જે બટાકાની ચિપ્સ મસાલા વાળી તૈયાર કરેલ હતી એને બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલ માં નાખો એક સાથે જે મુજબ ભજીયા કડાઈમાં આવે એટલે નાખો અને ગેસ ને મીડીયમ કરી થોડી વાર ચડવા દયો.
ત્યાર બાદથોડી વાર રહી ઝારા થી ઉથલાવી દયો. આમ બને બાજુ ગોલ્ડન તારી લ્યો. અને ભજીયા બરોબર ચડી જાય એટલે ઝારાથી ઉતારી લ્યો આમ થોડા થોડા કરી બધા ભજીયા તારી તૈયાર કરી લ્યો અને સાથે થોડા લીલા મરચા પણ તારી તૈયાર કરી લ્યો. તૈયાર ભજીયા ને તારેલ લીલા મરચા, ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે દાબડા ભજીયા.
દાબડા ભજીયા બનાવવાની રીત

Dabda Bhajiya banavani rit | દાબડા ભજીયા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 તપેલી
- 1 મિક્સર
Ingredients
- 2-3 બટાકા
- ¼ કપ સેવ / ગાંઠિયા
- ¼ કપ સિંગદાણા ભૂકો
- 1 ચમચી વરીયાળી
- 2 ચમચી સફેદ તલ
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 2 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી હળદર
- ⅛ ચમચી હિંગ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલ
- 2 ચમચી લીંબુનો રસ
- 1-2 ચમચી તેલ
- મીઠું સ્વાદ મુજબ
બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
- 2 કપ બેસન
- ¼ ચમચી હળદર
- ⅛ ચમચી હિંગ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Dabda Bhajiya banavani rit
- દાબડા ભજીયા બનાવવા સૌથી પહેલા બટાકા ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ધોઈ નાખો હવે એક મોટા વાસણમાં પાણી બે ત્રણ ગ્લાસ નાખી તૈયાર કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ બટાકા ની ચિપ્સ મશીન વડે ચિપ્સ પાડી પાણી ભરેલ વાસણમાં નાખી બધી ચિપ્સ તૈયાર કરી લ્યો. ચિપ્સ દુબે એટલું પાણી નાખી એક બાજુ મુકો.
- હવે મિક્સર જારમાં સેવ/ ગાંઠિયા નાખો સાથે સિંગદાણા નો દર્દરો પાઉડર, વરીયાળી, હિંગ, હળદર, લાલ મરચાનો પાઉડર, સફેદ તલ નાખી ઢાંકણ બંધ કરી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી મસાલો તૈયાર કરી લ્યો ત્યાર બાદ પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ, લીલા ધાણા સુધારેલ અને તેલ નાખી બધી સામગ્રીબરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લ્યો.
- હવે પાણીમાં રાખેલા બટાકાની ચિપ્સ ને ચારણીમાં કાઢી વધારાનું પાણી નીતારી લ્યો અને કપડામાં પર નાખી થોડા કોરા કરી લ્યો. હવે એક ચિપ્સ લઇ એના પર તૈયાર કરેલ મસાલો પા થી અડધી ચમચી મૂકી એક સરખો ફેલાવી બીજી ચિપ્સ એના પર મુકો. આમ બધી જ ચિપ્સ માં મસાલો મૂકી તૈયાર કરી થાળી માં મુક્તા જાઓ.
- હવે બેસન ને ચાળી ને એક તપેલીમાં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઢાંકી દસ મિનીટ એક બાજુ મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે જે બટાકાની ચિપ્સ મસાલા વાળી તૈયાર કરેલ હતી એને બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલ માં નાખો એક સાથે જે મુજબ ભજીયા કડાઈમાં આવે એટલે નાખો અને ગેસ ને મીડીયમ કરી થોડી વાર ચડવા દયો.
- ત્યાર બાદથોડી વાર રહી ઝારા થી ઉથલાવી દયો. આમ બને બાજુ ગોલ્ડન તારી લ્યો. અને ભજીયા બરોબર ચડી જાય એટલે ઝારાથી ઉતારી લ્યો આમ થોડા થોડા કરી બધા ભજીયા તારી તૈયાર કરી લ્યો અને સાથે થોડા લીલા મરચા પણ તારી તૈયાર કરી લ્યો. તૈયાર ભજીયા ને તારેલ લીલા મરચા, ચટણી, સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે દાબડા ભજીયા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Street Style Ragda Pani Puri Recipe Gujarati | સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી
Corn pakoda recipe | ક્રિસ્પી કોર્ન પકોડા બનાવવાની રેસીપી
Pauva na pakoda banavani rit | પૌંઆ ના પકોડા બનાવવાની રીત
chokha na lot ni chakri | ચોખા ના લોટ ની ચકરી
Bread samosa banavani rit | બ્રેડ સમોસા બનાવવાની રીત
FAQ
જો તમારી ચટણીમાં પાણીનો ભાગ વધુ હશે અથવા તમે બટાકાની સ્લાઈસને કોરી નહિ કરી હોય, તો દાબડા બરાબર ચોંટશે નહિ. ચટણીમાં હંમેશા સીંગદાણા નાખવા અને તેને પાણી વગર જ ઘટ્ટ પીસવી.
ભજીયાને ક્રિસ્પી બનાવવા ખીરામાં 2 ચમચી ‘ચોખાનો લોટ’ (Rice flour) અચૂક ઉમેરવો. બીજું, ખીરામાં સોડા નાખ્યા પછી ‘ગરમ તેલનું મોણ’ નાખવાથી ભજીયા તેલ નહિ પીવે અને એકદમ કુરકુરા બનશે.