આપણે બધા ને ચાર્ટ ને ટીક્કી તો ખુબ પસંદ હોય છે પણ રોજ રોજ એની એજ ટીક્કી કે ચાર્ટ ખાઈ કંટાળી ગયા હો તો આજ આપણે હેલ્થી અને ટેસ્ટી ની સાથે પ્રોટીન થી ભરપુર એવી ટીક્કી બનાવશું જેને તમે ટીક્કી ની રીતે અથવા ચાર્ટ બનાવી ને કે તેમજ બાળકોના ટિફિનમાં પણ સર્વ કરી શકો છો. બહારથી એકદમ કુરકુરી (Crispy) અને અંદરથી પોચી આ ટીક્કી લીલી ચટણી કે કેચઅપ સાથે અદભૂત લાગે છે. ચાલો આપણે પ્રોટીન અને આયર્નથી ભરપૂર એવી Masoor Dal Tikki (મસૂરદાળ ટીક્કી) બનાવીશું.
Ingredients
- મસૂરદાળ 2 કપ
- ઝીણી સુધારેલ ડુંગળી ½ કપ
- છીણેલું પનીર ½ કપ
ઝીણા સુધારેલ ગાજર ¼ કપ - ઝીણા સુધારેલ કેપ્સીકમ ¼ કપ
- લીલા મરચા સુધારેલ 2-3
- ઝીણી સુધારેલ પાલક 1 કપ
- અધ કચરા મરી પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આદુ લસણની પેસ્ટ 1 ચમચી
- શેકેલ ચણા નો લોટ ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Masoor Dal Tikki banavani rit
મસૂરદાળ ટીક્કી બનાવવા સૌથી પહેલા મસૂર ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો. દસ કલાક પછી મસૂરને ચારણીમાં નીતારી લ્યો. પાણી નીતરે ત્યાં સુંધી પાલક સાફ કરી ધોઈ નીતારી ઝીણી સુધારી લ્યો. સાથે ગાજર, કેપ્સીકમ અને ડુંગળી પણ સાવ ઝીણી સુધારી લ્યો. પાણી બરોબર નીતારી લીધા બાદ મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી દર્દરી પીસી લઇ કથરોટ મા કાઢી લ્યો. આમ બધી મસૂર ને પીસી લ્યો.
હવે પીસેલ દાળ માં ઝીણી સુધારેલ ડુંગળી, કેપ્સીકમ, ગાજર, પાલક, છીણેલું પનીર , અધ કચરા પીસેલા મરી પાઉડર, ધાણા જીરું પાઉડર, લીલા મરચા સુધારેલ, આદુ લસણ ની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને શેકેલ બેસન નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ( અહી બેસન થોડો થોડો કરી નાખી મિક્સ કરવો મિશ્રણ માં બરોબર બાઈડીંગ આવે એટલો લોટ મિક્સ કરવો )
હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો એમાં બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધીમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઇ ગોળ કરી હથેળી વચ્ચે ડાબી ચપટી કરી ટીક્કી નો આકાર આપો. ( તમે તમારી પસંદ મુજબ ના આકાર પણ આપી શકો છો ). તૈયાર ટીક્કી ને તવી ઉપર નાખી બને બાજુથી ગોલ્ડન બ્રોઉંન શેકી લ્યો. આમ થોડી થોડી કરી બધી ટીક્કી શેકી તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે મસૂરદાળ ટીક્કી.
જો તમને આ ટીક્કી માંથી ચાર્ટ બનાવો હોય તો ટીક્કી ના કટકા કરી પ્લેટમાં માં મુકો એના પર થોડું મીઠું દહીં, લીલી ચટણી, લાલ ચટણી અને આંબલીની ચટણી નાખો સાથે ઝીણી સુધારેલ ડુંગળી, બેસન સેવ અને મસાલા દાણા નાખી ચાર્ટ ની રીતે પણ મજા લઇ શકો છો.
મસૂરદાળ ટીક્કી બનાવવાની રીત

Masoor Dal Tikki Recipe in Gujarati | મસૂરદાળ ટીક્કી બનાવવાની રીત
Equipment
- 1 તવી
Ingredients
- 2 કપ મસૂરદાળ
- ½ કપ ઝીણી સુધારેલ ડુંગળી
- ½ કપ છીણેલું પનીર
- ¼ કપ ઝીણા સુધારેલ ગાજર
- ¼ કપ ઝીણા સુધારેલ કેપ્સીકમ
- 2-3 લીલા મરચા સુધારેલ
- 1 કપ ઝીણી સુધારેલ પાલક
- ½ ચમચી અધ કચરા મરી પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આદુ લસણની પેસ્ટ
- ½ કપ શેકેલ ચણા નો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
Instructions
Masoor Dal Tikki banavani rit
- મસૂરદાળ ટીક્કી બનાવવા સૌથી પહેલા મસૂર ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી આખી રાત અથવા આઠ દસ કલાક પલાળી મુકો. દસ કલાક પછી મસૂરને ચારણીમાં નીતારી લ્યો. પાણી નીતરે ત્યાં સુંધી પાલક સાફ કરી ધોઈ નીતારી ઝીણી સુધારી લ્યો. સાથે ગાજર, કેપ્સીકમ અને ડુંગળી પણ સાવ ઝીણી સુધારી લ્યો. પાણી બરોબર નીતારી લીધા બાદ મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી દર્દરી પીસી લઇ કથરોટ મા કાઢી લ્યો. આમ બધી મસૂર ને પીસી લ્યો.
- હવે પીસેલ દાળ માં ઝીણી સુધારેલ ડુંગળી, કેપ્સીકમ, ગાજર, પાલક, છીણેલું પનીર , અધ કચરા પીસેલા મરી પાઉડર, ધાણા જીરું પાઉડર, લીલા મરચા સુધારેલ, આદુ લસણ ની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને શેકેલ બેસન નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ( અહી બેસન થોડો થોડો કરી નાખી મિક્સ કરવો મિશ્રણ માં બરોબર બાઈડીંગ આવે એટલો લોટ મિક્સ કરવો )
- હવે ગેસ પર તવી ગરમ કરવા મુકો એમાં બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધીમાં તૈયાર કરેલ મિશ્રણ માંથી થોડું મિશ્રણ લઇ ગોળ કરી હથેળી વચ્ચે ડાબી ચપટી કરી ટીક્કી નો આકાર આપો. ( તમે તમારી પસંદ મુજબ ના આકાર પણ આપી શકો છો ). તૈયાર ટીક્કી ને તવી ઉપર નાખી બને બાજુથી ગોલ્ડન બ્રોઉંન શેકી લ્યો. આમ થોડી થોડી કરી બધી ટીક્કી શેકી તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે મસૂરદાળ ટીક્કી.
- જો તમને આ ટીક્કી માંથી ચાર્ટ બનાવો હોય તો ટીક્કી ના કટકા કરી પ્લેટમાં માં મુકો એના પર થોડું મીઠું દહીં, લીલી ચટણી, લાલ ચટણી અને આંબલીની ચટણી નાખો સાથે ઝીણી સુધારેલ ડુંગળી, બેસન સેવ અને મસાલા દાણા નાખી ચાર્ટ ની રીતે પણ મજા લઇ શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Cheese Corn Handvo in Gujarati | ઇન્સ્ટન્ટ ચીઝ કોર્ન હાંડવો | Kids Recipe
ragi na biscuit banavani rit | રાગી ના બિસ્કીટ બનાવવાની રીત
Pizza mathri banavani rit | પીઝા મઠરી બનાવવાની રીત
sev mamra banavani rit | સેવ મમરા બનાવવાની રીત