ભારતીય સંસ્કૃતિમાં પારસી ભોજન (Parsi Cuisine) નું એક આગવું સ્થાન છે. અને જ્યારે પારસી વાનગીઓની વાત આવે, ત્યારે સૌથી પહેલું નામ Dhansak (ધનશાક) નું જ યાદ આવે. મોટાભાગના પારસી ઘરોમાં રવિવારની બપોરે ધનશાક અને બ્રાઉન રાઈસ બનવા એ એક પરંપરા છે. ધનશાક મા અલગ અલગ શાક અને દાળ નો ઉપયોગ કરી બનાવામાં આવે છે. જે ટેસ્ટી ની સાથે હેલ્થી હોય છે. બનાવવામાં ખુબ સરળ આ શાક માટે આપણે એનો મસાલો પણ બનાવતા શીખીશું. જેને રોટલી, પરોઠા અને ભાત સાથે સર્વ કરી શકો છો. તો ચાલો ધનશાક બનાવવાની રીત શીખીએ
Table of contents
બાફવા માટેની સામગ્રી
- પલાળેલી તુવેર દાળ ½ કપ
- પલાળેલી મસુર દાળ ½ કપ
- કોળા ના કટકા 1 કપ
- રીંગણ ના કટકા 1 કપ
- દુધી ના કટકા 1 કપ
- ઝીણી સુધારેલી મેથી 1 કપ
- ઘી 1 ચમચી
- હળદર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી 1 ½ કપ
મસાલો બનાવવા માટેની સામગ્રી
- જીરું 1 ચમચી
- વરીયાળી 1 ચમચી
- સુકા આખા ધાણા 1 ચમચી
- સુકા લાલ મરચા 3-4
- તજ નો ટુકડો 1 ઇંચ
- એલચી 2-3
- તમાલપત્ર 1
- લવિંગ 3-4
- મીઠું 1 ચમચી
વઘાર માટેની સામગ્રી
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- આંબલી નો પલ્પ 2 ચમચી
- લસણ ની કણી 6-7
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- જીરું ½ ચમચી
- તેલ 3-4 ચમચી
- પીસેલ મસાલો 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલ 2-3 ચમચી
Dhansak banavani rit
પારસી ધનશાક બનાવવા સૌથી પહેલા એક વાસણમાં તુવેર દાળ અને મસુર દાળ ને ધોઈ સાફ કરી લીધા બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. હવે મેથી ને સાફ કરી ધોઈ લીધા બાદ નીતારી ઝીણી સુધારી લ્યો, ત્યાર બાદ દુધી ને છોલી ધોઈ મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો સાથે રીંગણ ને પણ ધો ને સુધારી લ્યોઅને કોળા ને છોલી ધોઈ એના પણ કટકા કરી લ્યો. અને ડુંગળી ને ઝીણી સુધારી લ્યો સાથે લીલા મરચા, જીરું અને થોડા લીલા ધાણા લઇ એને કુઈ પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર કુકર મૂકી એમાં સુધારેલ કોળું, દુધી ના કટકા, રીંગણ ના કટકા નાખો સાથે પલાળેલી દાળ ને નીતારી નાખો ત્યારે બાદ એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે બે સીટી વગાડી લીધા બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ બાફી લીધા બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં જીરું, વરીયાળી, સુકા આખા ધાણા, સુકા લાલ મરચા, તજ નો ટુકડો, એલચી, તમાલપત્ર, મીઠું અને લવિંગ નાખી મીડીયમ તાપે હલાવતા રહી શકી લ્યો મસાલા શેકાઈ ગોલ્ડન થાય અને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મીક્સર્બ જારમાં નાખી પીસી પાઉડર બનાવી મસાલો તૈયાર કરી લ્યો.
હવે વઘાર કરવા માટે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકો. ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં ઝીણી સુધારેલી મેથી અને લસણ ધાણા વાળી પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. મેથી ચડી જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં પીસી રાખેલ મસાલા માંથી બે ચમચી નાખો અને જરૂર લાગે તો મીઠું અને આંબલીનો પલ્પ નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ધનશાક.
પારસી ધનશાક બનાવવાની રીત

Dhansak Recipe in Gujarati | પારસી ધનશાક | Parsi Dal
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 કુકર
Ingredients
બાફવા માટેની સામગ્રી
- ½ કપ પલાળેલી તુવેર દાળ
- ½ કપ પલાળેલી મસુર દાળ
- 1 કપ કોળા ના કટકા
- 1 કપ રીંગણ ના કટકા
- 1 કપ દુધી ના કટકા
- 1 કપ ઝીણી સુધારેલી મેથી
- 1 ચમચી ઘી
- ½ ચમચી હળદર
- મીઠું સ્વાદ મુજબ
- 1½ કપ પાણી
મસાલો બનાવવા માટેની સામગ્રી
- 1 ચમચી જીરું
- 1 ચમચી વરીયાળી
- 1 ચમચી સુકા આખા ધાણા
- 3-4 સુકા લાલ મરચા
- 1 ઇંચ તજ નો ટુકડો
- 2-3 એલચી
- 1 તમાલપત્ર
- 3-4 લવિંગ
- 1 ચમચી મીઠું
વઘાર માટેની સામગ્રી
- 1 ઝીણી સુધારેલી ડુંગળી
- 2 ચમચી આંબલી નો પલ્પ
- 6-7 લસણ ની કણી
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- ½ ચમચી જીરું
- 3-4 ચમચી તેલ
- 2 ચમચી પીસેલ મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી લીલા ધાણા સુધારેલ
Instructions
Dhansak banavani rit
- પારસી ધનશાક બનાવવા સૌથી પહેલા એક વાસણમાં તુવેર દાળ અને મસુર દાળ ને ધોઈ સાફ કરી લીધા બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી લ્યો. હવે મેથી ને સાફ કરી ધોઈ લીધા બાદ નીતારી ઝીણી સુધારી લ્યો, ત્યાર બાદ દુધી ને છોલી ધોઈ મીડીયમ સાઈઝ ના કટકા કરી લ્યો સાથે રીંગણ ને પણ ધો ને સુધારી લ્યોઅને કોળા ને છોલી ધોઈ એના પણ કટકા કરી લ્યો. અને ડુંગળી ને ઝીણી સુધારી લ્યો સાથે લીલા મરચા, જીરું અને થોડા લીલા ધાણા લઇ એને કુઈ પેસ્ટ બનાવી લ્યો.
- હવે ગેસ પર કુકર મૂકી એમાં સુધારેલ કોળું, દુધી ના કટકા, રીંગણ ના કટકા નાખો સાથે પલાળેલી દાળ ને નીતારી નાખો ત્યારે બાદ એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે બે સીટી વગાડી લીધા બાદ ગેસ ધીમો કરી દસ મિનીટ બાફી લીધા બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે કુકર ખોલી મેસર વડે મેસ કરી એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં જીરું, વરીયાળી, સુકા આખા ધાણા, સુકા લાલ મરચા, તજ નો ટુકડો, એલચી, તમાલપત્ર, મીઠું અને લવિંગ નાખી મીડીયમ તાપે હલાવતા રહી શકી લ્યો મસાલા શેકાઈ ગોલ્ડન થાય અને સુગંધ આવે એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી લ્યો. મસાલા ઠંડા થાય એટલે મીક્સર્બ જારમાં નાખી પીસી પાઉડર બનાવી મસાલો તૈયાર કરી લ્યો.
- હવે વઘાર કરવા માટે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકો. ડુંગળી શેકાઈ ને ગોલ્ડન થાય એટલે એમાં ઝીણી સુધારેલી મેથી અને લસણ ધાણા વાળી પેસ્ટ નાખી મિક્સ કરી શેકી લ્યો. મેથી ચડી જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં પીસી રાખેલ મસાલા માંથી બે ચમચી નાખો અને જરૂર લાગે તો મીઠું અને આંબલીનો પલ્પ નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનીટ ચડાવી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ધનશાક.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Sangadi Marcha Recipe in Gujarati | સાંગડી મરચા બનાવવાની રીત
dungri na paratha | ડુંગળી ના પરોઠા
Bhindi do pyaza banavani rit | ભીંડી દો પ્યાઝા બનાવવાની રીત
Tameta nu bharthu banavani recipe | ટમેટા નું ભરથું બનાવવાની રેસીપી
