HomeLunch & DinnerGalka ni Dal Recipe in Gujarati | ગલકાની દાળ | Sponge Gourd...

Galka ni Dal Recipe in Gujarati | ગલકાની દાળ | Sponge Gourd Dal

ગુજરાતી થાળીમાં બપોરના ભોજનમાં દાળ-ભાત તો અચૂક બને જ છે. પરંતુ રોજ એ જ સાદી તુવેરની દાળ ખાઈને કંટાળો આવે છે, અને બીજી બાજુ ઘરમાં બાળકો ‘ગલકા’ (Sponge Gourd) નું શાક ખાવા માટે મોઢું બગાડે છે.આ બંને સમસ્યાનો એક જ બેસ્ટ ઉકેલ છે – Galka ni Dal (ગલકાની દાળ). ગલકા પચવામાં એકદમ હળવા હોય છે અને તેમાં પાણીનો ભાગ તથા ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. જ્યારે ગલકાને તુવેરની દાળ સાથે બાફીને ગુજરાતી ખાટા-મીઠા મસાલા સાથે બનાવવામાં આવે છે, ત્યારે તે દાળનો સ્વાદ અનેકગણો વધારી દે છે. આ દાળ એટલી ટેસ્ટી બને છે કે બાળકોને ખબર પણ નહિ પડે કે તેમણે ગલકા ખાધા છે! આ દાળ ને તમે રોટલી, ભાખરી, જાર ના રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો. તો ચાલો ગલકા દાળ બનાવવાની રીત શીખીએ.

Ingredients

  1. તુવર દાળ ½ કપ
  2. ગલકા 2
  3. ઝીણી સુધારેલ ડુંગળી 1
  4. ઝીણા સુધારેલ ટામેટા 2
  5. લીલા મરચા સુધારેલ 1-2
  6. હળદર ¼ ચમચી
  7. લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  8. લસણ ની કણી 5-7
  9. મરી 4-5
  10. જીરું 1 ચમચી
  11. વરીયાળી 1 ચમચી
  12. ચીલી ફ્લેક્ષ ½ ચમચી
  13. મીઠા લીમડાના પાંદ 4-5
  14. લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
  15. ગોળ 1 ચમચી  
  16. મીઠું સ્વાદ મુજબ
  17. ઘી / તેલ 3-4 ચમચી
  18. પાણી જરૂર મુજબ

Galka ni Dal banavani rit

ગલકાની દાળ બનાવવા સૌથી પહેલા તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. અડધા કલાક પછી ગલકા ને ધોઈ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઈ લઇ ઝીણા ઝીણા કટકા કરી લ્યો. હવે ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ સુધારી લ્યો અને ટામેટા ને પણ સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો ત્યાર બાદ લસણ ની કણી સાફ કરી લ્યો અને સાથે લીલા મરચા પણ ધોઈ સુધારી લ્યો.

હવે ગેસ પર કુકર માં પલાળેલી દાળ નું પાણી નીતારી ને નાખો સાથે સુધારેલ ડુંગળી, ટામેટા, લીલા મરચા, હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી અને ત્યાર બાદ ધીમા તાપે પંદર મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.

હવે ખરલ માં લસણ ની કણી, જીરું, વરીયાળી, મરી,  ચીલી ફ્લેક્ષ, મીઠા લીમડાના પાંદ નાખી કુટી પેસ્ટ બનાવી લ્યો. હવે કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી દાળ ને બરોબર મિક્સ કરી લ્યો અને જે મુજબ ઘટ્ટ જોઈએ એ મુજબ પાણી અને ગોળ  નાખી મિક્સ કરી ગેસ ફરી ચાલુ કરી ઉકાળો. દાળ ઉકાળે ત્યાં સુંધી વઘારીયા માં તેલ / ઘી ગ્રામ કરી એમાં કુટી રાખેલ મસાલો નાખી શેકી લ્યો.

લસણ બરોબર શેકાઈ જાય એટલે તૈયાર વઘારને ઉકળતી દાળ માં નાખો સાથે જરૂર મુજબ મીઠું નાખી  બરોબર મિક્સ કરી ફરી બે ચાર મિનીટ દાળ ને ઉકાળી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે ગલકા દાળ.

ગલકાની દાળ બનાવવાની રીત

Healthy Tuvar Dal with Galka - Galka ni Dal - ગલકાની દાળ

Galka ni Dal Recipe in Gujarati | ગલકાની દાળ | Sponge Gourd Dal

ગુજરાતી થાળીમાં બપોરના ભોજનમાં દાળ-ભાત તો અચૂક બને જછે. પરંતુ રોજ એ જ સાદી તુવેરની દાળ ખાઈને કંટાળો આવે છે, અને બીજી બાજુ ઘરમાં બાળકો 'ગલકા'(Sponge Gourd) નું શાક ખાવા માટે મોઢું બગાડે છે.આ બંને સમસ્યાનો એકજ બેસ્ટ ઉકેલ છે – Galka ni Dal (ગલકાની દાળ). ગલકા પચવામાં એકદમ હળવા હોય છે અને તેમાં પાણીનો ભાગ તથા ફાઈબર પુષ્કળ પ્રમાણમાંહોય છે. જ્યારે ગલકાને તુવેરની દાળ સાથે બાફીને ગુજરાતી ખાટા-મીઠા મસાલા સાથે બનાવવામાંઆવે છે, ત્યારેતે દાળનો સ્વાદ અનેકગણો વધારી દે છે. આ દાળ એટલી ટેસ્ટી બને છે કે બાળકોને ખબર પણ નહિપડે કે તેમણે ગલકા ખાધા છે! આ દાળ ને તમે રોટલી, ભાખરી, જાર ના રોટલા કે ભાત સાથે સર્વ કરી શકો છો. તો ચાલો ગલકાદાળ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 3 hours 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 3 hours 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 વઘારિયુ

Ingredients

  • ½ કપ તુવર દાળ
  • 2 ગલકા
  • 1 ઝીણી સુધારેલ ડુંગળી
  • 2 ઝીણા સુધારેલ ટામેટા
  • 1-2 લીલા મરચા સુધારેલ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 5-7 લસણ ની કણી
  • 4-5 મરી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરીયાળી
  • ½ ચમચી ચીલી ફ્લેક્ષ
  • 4-5 મીઠા લીમડાના પાંદ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
  • 1 ચમચી ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી ઘી / તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

Galka ni Dal banavani rit

  • ગલકાની દાળ બનાવવા સૌથી પહેલા તુવેર દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી અડધા કલાક માટે પલાળી મુકો. અડધા કલાક પછી ગલકા ને ધોઈ છોલી લ્યો ત્યાર બાદ ફરીથી ધોઈ લઇ ઝીણા ઝીણા કટકા કરી લ્યો. હવે ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ સુધારી લ્યો અને ટામેટા ને પણ સાફ કરી ધોઈ ઝીણા સુધારી લ્યો ત્યાર બાદ લસણ ની કણી સાફ કરી લ્યો અને સાથે લીલા મરચા પણ ધોઈ સુધારી લ્યો.
  • હવે ગેસ પર કુકર માં પલાળેલી દાળ નું પાણી નીતારી ને નાખો સાથે સુધારેલ ડુંગળી, ટામેટા, લીલા મરચા, હળદર, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી અને ત્યાર બાદ ધીમા તાપે પંદર મિનીટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો.
  • હવે ખરલ માં લસણ ની કણી, જીરું, વરીયાળી, મરી, ચીલી ફ્લેક્ષ, મીઠા લીમડાના પાંદ નાખી કુટી પેસ્ટ બનાવી લ્યો. હવે કુકર માંથી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી દાળ ને બરોબર મિક્સ કરી લ્યો અને જે મુજબ ઘટ્ટ જોઈએ એ મુજબ પાણી અને ગોળ નાખી મિક્સ કરી ગેસ ફરી ચાલુ કરી ઉકાળો. દાળ ઉકાળે ત્યાં સુંધી વઘારીયા માં તેલ / ઘી ગ્રામ કરી એમાં કુટી રાખેલ મસાલો નાખી શેકી લ્યો.
  • લસણ બરોબર શેકાઈ જાય એટલે તૈયાર વઘારને ઉકળતી દાળ માં નાખો સાથે જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ફરી બે ચાર મિનીટ દાળ ને ઉકાળી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી મજા લ્યો. તો તૈયાર છે ગલકા દાળ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular