આપણે ઘરમાં કેરીનો રસ, મેંગો શેક કે આઈસ્ક્રીમ તો રોજ બનાવતા જ હોઈએ છીએ. પણ જો તમારે પાકી કેરીમાંથી કંઈક ચટપટું, રિફ્રેશિંગ અને હેલ્ધી બનાવવું હોય, તો Mango Salsa (મેંગો સાલસા) બેસ્ટ ઓપ્શન છે. આ મૂળ એક મેક્સિકન વાનગી (Dip) છે, જેને બનાવવામાં ગેસ ચાલુ કરવાની પણ જરૂર પડતી નથી અને તે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. પાકી કેરીની કુદરતી મીઠાશ, લાલ ડુંગળીનો ક્રંચ, મરચાની તીખાશ અને લીંબુની ખટાશ આ સાલસાને અત્યંત સ્વાદિષ્ટ બનાવે છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે કે સાંજે ભૂખ લાગે ત્યારે તમે તેને નાચોસ (Nachos), પાપડ કે ટાકોઝ સાથે પીરસી શકો છો. ચાલો જોઈએ પરફેક્ટ મેંગો સાલસા બનાવવાની રીત.
Ingredients
- મેંગો 2 નંગ
- ટામેટા 1 સુધારેલ
- ડુંગળી 1 સુધારેલ
- લીલા મરચા 1-2 સુધારેલ
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- શેકેલ જીરું પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ 1 -2 ચમચી
Mango Salsa banavani rit
મેંગો સાલસા બનાવવા સૌથી પહેલા પાકેલા મેંગો લ્યો એને ધોઈ ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી અડધા મેંગો ના ઝીણા ઝીણા કટકા કરી એક બાજુ રાખી દયો અને બાકીના મેંગો ના મોટા મોટા કટકા કરી લ્યો. હવે ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ એના પણ મીડીયમ સાઈઝના કટકા કરી લ્યો હવે ટામેટા ને ધોઈ લ્યો અને એના પણ કટકા કરી લ્યો. યાર બાદ લીલા મરચા ને ધોઈ એના પણ કટકા કરી લ્યો.
છેલ્લે લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણી ધોઈ નીતારી લ્યો અને ધાણા નીતારી લીધા બાદ કપડાથી કોરા કરી એને પણ સુધારી તૈયાર કરી લ્યો. હવે ચોપર લ્યો એમાં સુધારેલ ડુંગળી, ટામેટા અને લીલા મરચા નાખી એક થી બે વખત ફેરવી લ્યો ત્યાર બાદ એમાં મોટા સુધારેલ મેંગો ના કટકા, શેકેલ જીરું પાઉડર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા નાખી ફરી બે ત્રણ વખત ચોપર ફેરવી લ્યો.
હવે ચોપ કરેલ સામગ્રી ને એક વાસણમાં કાઢી લઇ એમાં ઝીણા સુધારેલ મેંગો ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને નાચો કે બીજા કોઈ ચિપ્સ સાથે મજા લ્યો મેંગો સાલસા.
Mexican Mango Salsa Recipe notes
- અહી તમને ફ્રોઝન કરેલ મેંગો ના કટકા નો પણ ઉપયોગ કરી શકો છો.
- જો નાના બાળકો માટે બનવતા હો તો લીલા મરચાનો ઉપયોગ ના કરવો.
મેંગો સાલસા બનાવવાની રીત

Mango Salsa Recipe in Gujarati | મેંગો સાલસા બનાવવાની રીત
Equipment
- 1 વાસણ
- 1 ચોપર
Ingredients
- 2 નંગ મેંગો
- 1 ટામેટા સુધારેલ
- 1 ડુંગળી સુધારેલ
- 1-2 લીલા મરચા સુધારેલ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- 1 ચમચી શેકેલ જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- 1-2 ચમચી લીંબુનો રસ
Instructions
Mango Salsa banavani rit
- મેંગો સાલસા બનાવવા સૌથી પહેલા પાકેલા મેંગો લ્યો એને ધોઈ ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી અડધા મેંગો ના ઝીણા ઝીણા કટકા કરી એક બાજુ રાખી દયો અને બાકીના મેંગો ના મોટા મોટા કટકા કરી લ્યો. હવે ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ લ્યો ત્યાર બાદ એના પણ મીડીયમ સાઈઝના કટકા કરી લ્યો હવે ટામેટા ને ધોઈ લ્યો અને એના પણ કટકા કરી લ્યો. યાર બાદ લીલા મરચા ને ધોઈ એના પણ કટકા કરી લ્યો.
- છેલ્લે લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણી ધોઈ નીતારી લ્યો અને ધાણા નીતારી લીધા બાદ કપડાથી કોરા કરી એને પણ સુધારી તૈયાર કરી લ્યો. હવે ચોપર લ્યો એમાં સુધારેલ ડુંગળી, ટામેટા અને લીલા મરચા નાખી એક થી બે વખત ફેરવી લ્યો ત્યાર બાદ એમાં મોટા સુધારેલ મેંગો ના કટકા, શેકેલ જીરું પાઉડર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા નાખી ફરી બે ત્રણ વખત ચોપર ફેરવી લ્યો.
- હવે ચોપ કરેલ સામગ્રી ને એક વાસણમાં કાઢી લઇ એમાં ઝીણા સુધારેલ મેંગો ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને નાચો કે બીજા કોઈ ચિપ્સ સાથે મજા લ્યો મેંગો સાલસા.
Notes
- અહી તમને ફ્રોઝન કરેલ મેંગો ના કટકા નો પણ ઉપયોગ કરી શકો છો.
- જો નાના બાળકો માટે બનવતા હો તો લીલા મરચાનો ઉપયોગ ના કરવો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Dibba Roti Recipe in Gujarati | દિબ્બા રોટી અને આલ્લમ પચડી
Thecha Paneer Bread banavani rit | ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રીત
Cheesy Avocado Sandwich banavani recipe | ચીઝી અવકાડો સેન્વિચ બનાવવાની રેસીપી
Kabuli chana bataka ni petis banavani rit | કાબુલી ચણા બટાકા ની પેટીસ બનાવવાની રીત
