HomeNastaStreet Style Ragda Pani Puri Recipe Gujarati | સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી

Street Style Ragda Pani Puri Recipe Gujarati | સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી

સ્ટ્રીટ ફૂડની વાત આવે એટલે ‘પાણીપુરી’ નું નામ સૌથી પહેલા આવે. ભારતમાં પાણીપુરી અનેક રીતે ખવાય છે, પરંતુ ગુજરાત અને મુંબઈમાં ‘રગડા પાણીપુરી’ (Street Style Ragda Pani Puri) નો ક્રેઝ સૌથી વધુ છે. લારી પર ભૈયાજી જ્યારે ક્રિસ્પી પૂરીમાં ગરમાગરમ સફેદ વટાણાનો રગડો ભરીને, ઉપર તીખું અને મીઠું પાણી નાખીને આપે છે, ત્યારે ખાવાની જે મજા પડે છે. બટાકા અને ચણાના મસાલા કરતા આ ગરમાગરમ રગડાનો સ્વાદ એકદમ અલગ અને ચટપટો હોય છે. ઘરે રગડો બનાવતી વખતે ઘણીવાર તે પાણી જેવો પાતળો થઈ જાય છે, પરંતુ આજે આપણે લારી જેવો જ ઘાટો અને સ્વાદિષ્ટ રગડો બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. ચાલો બનાવીએ સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી.

Ingredients

  1. સફેદ વટાણા 1 ¼ કપ
  2. બટાકા 3-4
  3. હળદર ¼ ચમચી
  4. જલજીરા પાઉડર 1 ચમચી
  5. પાણીપુરી મસાલો 1 ચમચી
  6. લીલા મરચા સુધારેલ 1-2
  7. પીસેલ મસાલો 2 ચમચી  
  8. તેલ 2-3 ચમચી
  9. લીલા મરચા 3-4
  10. ટામેટા 1 ગોળ સુધારેલ
  11. લીલા ધાણા સુધારેલ 2-3 ચમચી
  12. પાણી જરૂર મુજબ
  13. મીઠું સ્વાદ મુજબ

તીખું પાણી બનાવવા માટેની સામગ્રી

  1. ફુદીના ના પાંદ ½ કપ
  2. લીલા ધાણા 1 કપ 
  3. આદુનો ટુકડો 1 ઇંચ
  4. લીલા મરચા 3-4
  5. લીંબુનો રસ 1-2 નંગ
  6. સંચળ 2 ચમચી
  7. જલજીરા પાઉડર 1 ચમચી
  8. પીસેલ મસાલો 2 ચમચી  
  9. મીઠું સ્વાદ મુજબ 
  10. પાણી 4 કપ
  11. બુંદી 2-3 ચમચીં 
  12. બરફના કટકા જરૂર મુજબ

મીઠું પાણી બનાવવા માટેની સામગ્રી

  1. આંબલી ¼ કપ
  2. ગોળ છીણેલો ½ કપ
  3. સંચળ ½ ચમચી
  4. પીસેલ મસાલો ½ ચમચી  
  5. પાણી 3 કપ

મસાલો બનાવવા માટેની સામગ્રી

  1. સુકા ધાણા 2 -3  ચમચી
  2. સુકા લાલ મરચા 2-3
  3. જીરું 1 -2  ચમચી

Street Style Ragda Pani Puri banavani rit

સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી બનાવવા સૌથી પહેલા સફેદ વટાણા ને ધોઈ સાફ કરી બે ત્રણ પાણી નાખી પાંચ થી છ કલાક માટે પલાળી લ્યો. સાથે ગેસ પર એક વાસણમાં આબલી અને ગોળ માં એક કપ પાણી નાખી ગરમ કરી પલાળવા મુકો. સાથે ફુદીનો અને ધાણા સાફ કરી ધોઈ પાણી નીતરવા મુકો.

મસાલો બનાવવા ની રીત

સૌથી પહેલા કડાઈમાં સુકા ધાણા, જીરું અને સુકા લાલ મરચા લઇ ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. મસાલ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી પીસી પાઉડર બનાવી લ્યો. તો મસાલો આપણો તૈયાર છે.

તીખું પાણી બનાવવાની રીત

સાફ કરેલ ફુદીના ના પાંદ, લીલા ધાણા, લીલા મરચા, આદુનો ટુકડો, સંચળ, જલજીરા પાઉડર અને લીંબુનો રસ / આંબલી નો પલ્પ નાખો સાથે ઠંડું પાણી અથવા બરફ ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને મોટા વાસણમાં કાઢી એમાં ચાર કપ ઠંડું પાણી અને સ્વાદ મુજબ મીઠું તથા પીસેલો મસાલો નાખી બરોબર મિક્સ કરી ફ્રીઝ માં મૂકી દયો.

મીઠું પાણી બનાવવાની રીત

પલાળેલી આંબલી ગોળ ને મિક્સર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો અને એમાં સંચળ, સ્વાદ મુજબ મીઠું, પીસેલ મસાલો નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે કપ પાણી નાખી ફ્રીઝ માં ઠંડું થવા દયો.

રગડો બનાવવાની રીત

કુકર માં પલાળેલા સફેદ વટાણા નું પાણી નીતારી ને નાખો સાથે એમાં બટાકા ને છોલી ને મોટા કટકા કરી નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી વટાણા દુબે એટલું પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે બે ત્રણ સીટી ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી બે સીટી અથવા પંદર વીસ મિનીટ બાફી લીધા બાદ બંધ કરી કુકર ઠંડું થાય એટલે ખોલી લ્યો.જો પાણી વધારે હોય તો અલગ કરી નાખવું.

હવે મેસર વડે બટાકા ને છુંદી નાખી એમાં જલજીરા, પાણીપુરી મસાલો, પીસેલો મસાલો અને લીલા મરચા સુધારેલ સાથે થોડા લીલા ધાણા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી  લઉં એક કડાઈમાં વચ્ચે કાણું રહે એમ ગોળ ગોઠવી દયો અને એના પર લીલા ધાણા સુધારેલ, ગોળ સુધારેલ ટામેટા ના કટકા અને લીલા મરચા ના મોટા કટકા ગોઠવી તૈયાર કરી લ્યો.

રગડા પાણીપુરી બનાવવાની રીત

ગેસ પર ધીમા તાપે કડાઈમાં મુકેલા રગડા માંથી જરૂર મુજબ થોડો રગડો ચમચી થી લઇ એમાં થોડું થીખું પાણી અને મીઠું પાણી નાખી મિક્સ કરી ગરમ કરી લ્યો. રગડો ગરમ થાથાય એળે પૂરી માં હોલ કરી ચમચી થી રગડો એમાં નાખી તીખા પાણીમાં બોળી મજા લ્યો. તો તૈયાર છે રગડા પાણીપુરી.

સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી બનાવવાની રીત

Street Style Ragda Pani Puri - સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી

Street Style Ragda Pani Puri Recipe Gujarati | સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી

સ્ટ્રીટ ફૂડની વાત આવે એટલે 'પાણીપુરી' નું નામસૌથી પહેલા આવે. ભારતમાં પાણીપુરી અનેક રીતે ખવાય છે, પરંતુ ગુજરાત અને મુંબઈમાં 'રગડાપાણીપુરી' (Street Style Ragda Pani Puri) નો ક્રેઝ સૌથી વધુ છે. લારીપર ભૈયાજી જ્યારે ક્રિસ્પી પૂરીમાં ગરમાગરમ સફેદ વટાણાનો રગડો ભરીને, ઉપર તીખુંઅને મીઠું પાણી નાખીને આપે છે, ત્યારેખાવાની જે મજા પડે છે.બટાકા અને ચણાના મસાલા કરતા આ ગરમાગરમ રગડાનોસ્વાદ એકદમ અલગ અને ચટપટો હોય છે. ઘરે રગડો બનાવતી વખતે ઘણીવાર તે પાણી જેવો પાતળોથઈ જાય છે, પરંતુઆજે આપણે લારી જેવો જ ઘાટો અને સ્વાદિષ્ટ રગડો બનાવવાની પરફેક્ટ રીત જોઈશું. ચાલો બનાવીએસ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 50 minutes
Servings: 0

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 કુકર

Ingredients

  • કપ સફેદ વટાણા
  • 3-4 બટાકા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી જલજીરા પાઉડર
  • 1 ચમચી પાણીપુરી મસાલો
  • 1-2 લીલા મરચા સુધારેલ
  • 2 ચમચી પીસેલ મસાલો
  • 2-3 ચમચી તેલ
  • 3-4 લીલા મરચા
  • 1 ટામેટા સુધારેલ
  • 1 ગોળ સુધારેલ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

તીખું પાણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ફુદીના ના પાંદ
  • 1 કપ લીલા ધાણા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 3-4 લીલા મરચા
  • 1-2 નંગ લીંબુનો રસ
  • 2 ચમચી સંચળ
  • 1 ચમચી જલજીરા પાઉડર
  • 2 ચમચી પીસેલ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 4 કપ પાણી
  • 2-3 ચમચી બુંદી
  • બરફના કટકા જરૂર મુજબ

મીઠું પાણી બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ આંબલી
  • ½ કપ ગોળ છીણેલો
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી પીસેલ મસાલો
  • 3 કપ પાણી

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી સુકા ધાણા
  • 2-3 સુકા લાલ મરચા
  • 1-2 ચમચી જીરું

Instructions

Street Style Ragda Pani Puri banavani rit

  • સ્ટ્રીટ સ્ટાઈલ રગડા પાણીપુરી બનાવવા સૌથી પહેલા સફેદ વટાણા ને ધોઈ સાફ કરી બે ત્રણ પાણી નાખી પાંચ થી છ કલાક માટે પલાળી લ્યો. સાથે ગેસ પર એક વાસણમાં આબલી અને ગોળ માં એક કપ પાણી નાખી ગરમ કરી પલાળવા મુકો. સાથે ફુદીનો અને ધાણા સાફ કરી ધોઈ પાણી નીતરવા મુકો.

મસાલો બનાવવા ની રીત

  • સૌથી પહેલા કડાઈમાં સુકા ધાણા, જીરું અને સુકા લાલ મરચા લઇ ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો. મસાલ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરી પીસી પાઉડર બનાવી લ્યો. તો મસાલો આપણો તૈયાર છે.

તીખું પાણી બનાવવાની રીત

  • સાફ કરેલ ફુદીના ના પાંદ, લીલા ધાણા, લીલા મરચા, આદુનો ટુકડો, સંચળ, જલજીરા પાઉડર અને લીંબુનો રસ / આંબલી નો પલ્પ નાખો સાથે ઠંડું પાણી અથવા બરફ ના કટકા નાખી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. તૈયાર પેસ્ટ ને મોટા વાસણમાં કાઢી એમાં ચાર કપ ઠંડું પાણી અને સ્વાદ મુજબ મીઠું તથા પીસેલો મસાલો નાખી બરોબર મિક્સ કરી ફ્રીઝ માં મૂકી દયો.

મીઠું પાણી બનાવવાની રીત

  • પલાળેલી આંબલી ગોળ ને મિક્સર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ ગરણી થી ગાળી લ્યો અને એમાં સંચળ, સ્વાદ મુજબ મીઠું, પીસેલ મસાલો નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી બે કપ પાણી નાખી ફ્રીઝ માં ઠંડું થવા દયો.

રગડો બનાવવાની રીત

  • કુકર માં પલાળેલા સફેદ વટાણા નું પાણી નીતારી ને નાખો સાથે એમાં બટાકા ને છોલી ને મોટા કટકા કરી નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી વટાણા દુબે એટલું પાણી નાખી કુકરનું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે બે ત્રણ સીટી ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી બે સીટી અથવા પંદર વીસ મિનીટ બાફી લીધા બાદ બંધ કરી કુકર ઠંડું થાય એટલે ખોલી લ્યો.જો પાણી વધારે હોય તો અલગ કરી નાખવું.
  • હવે મેસર વડે બટાકા ને છુંદી નાખી એમાં જલજીરા, પાણીપુરી મસાલો, પીસેલો મસાલો અને લીલા મરચા સુધારેલ સાથે થોડા લીલા ધાણા નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લઉં એક કડાઈમાં વચ્ચે કાણું રહે એમ ગોળ ગોઠવી દયો અને એના પર લીલા ધાણા સુધારેલ, ગોળ સુધારેલ ટામેટા ના કટકા અને લીલા મરચા ના મોટા કટકા ગોઠવી તૈયાર કરી લ્યો.

રગડા પાણીપુરી બનાવવાની રીત

  • ગેસ પર ધીમા તાપે કડાઈમાં મુકેલા રગડા માંથી જરૂર મુજબ થોડો રગડો ચમચી થી લઇ એમાં થોડું થીખું પાણી અને મીઠું પાણી નાખી મિક્સ કરી ગરમ કરી લ્યો. રગડો ગરમ થાથાય એળે પૂરી માં હોલ કરી ચમચી થી રગડો એમાં નાખી તીખા પાણીમાં બોળી મજા લ્યો. તો તૈયાર છે રગડા પાણીપુરી.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular