ઉનાળાની બપોરે બાળકો વારંવાર આઈસ્ક્રીમ ખાવાની જિદ કરતા હોય છે, પરંતુ રોજ બજારના આઈસ્ક્રીમ ખવડાવવા સ્વાસ્થ્ય માટે સારા નથી. આજે આપણે એક એવી Coconut Sattu Kulfi (કોકોનટ સત્તુ કુલ્ફી) બનાવીશું જે સ્વાદમાં તો લાજવાબ છે જ, પણ સાથે ગુણોનો ભંડાર પણ છે. જે લોકો પોતાના નાના બાળકો ને બહાર ની કુલ્ફી કે આઇસક્રીમ નથી આપતા પણ આ ઉનાળા ની ગરમી માં બાળકો જિદ કરી માંગતા હોય તો એવા બાળકો માટે કોઈ પણ પ્રકારના પ્રિઝાવેટિવ કે ખાંડ ના ઉપયોગ વગર આજ આપણે ઘરે હેલ્થી અને ટેસ્ટી કુલ્ફી બનાવતા શીખીશું. સત્તુ (શેકેલા ચણાનો લોટ) પ્રોટીનથી ભરપૂર છે અને પેટને કુદરતી ઠંડક આપે છે. ચાલો જોઈએ બાળકો માટે હેલ્ધી સત્તુ કુલ્ફી બનાવવાની રીત.
Ingredients List
- છીણેલું નારિયળ 1 કપ
- પલળેલા કાજુ ½ કપ
- ફોતરા વગર ન દાડિયા ¼ કપ
- ખજૂર ન કટકા ¾ કપ
- કેસર વાળું પાણી 2- 3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
Coconut Sattu Kulfi banavani rit
કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવા સૌથી પહેલા કાજુ ને ગરમ પાણીમાં નાખી બે કલાક માટે પલાડી લ્યો. ત્યાર બાદ ખજૂર ન કટકા કરી એના ઠળિયા અને ટોપી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કેસર ના તાંતણા ને બે ત્રણ ચમચી ગરમ પાણીમાં પલાડી મૂકો. ત્યાર બાદ તાજા નારિયળ ની છાલ અલગ કરી છીણી વડે છીણી લ્યો. હવે દાડિયા ન ફોતરા અલગ કરી સાફ કરી લ્યો.
હવે બે કલાક પછી કાજુ નું પાણી નીતારી મિક્સર જારમાં નાખો સાથે દાડિયા, ખજૂર, ખજૂરના કટકા, એલચી પાઉડર અને કેસર વાળું પાણી નાખી બધી સામગ્રી ને પીસી લ્યો. સામગ્રી ને પીસવા જરૂર લાગે તો દૂધ નાખી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો.
હવે તૈયાર પ્યુરી ને આઇસક્રીમ મોલ્ડ માં ભરી દયો અને ફ્રીઝર માં આઠ દસ કલાક માટે અથવાતો આખી રાત માટે જમવા મૂકો. દસ કલાક પછી ડી મોલ્ડ કરી બાળકો ને આપો . તો તૈયાર છે કોકોનટ સત્તુ કુલ્ફી.
ખજૂર ની માત્રા તમારા ઘર મુજબ વધુ ઓછી કરી શકો છો.
કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવાની રીત

Coconut Sattu Kulfi Recipe in Gujarati | કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવાની રીત
Equipment
- 1 મિક્સર
- 1 કુલ્ફી મોલ્ડ
Ingredients
- 1 કપ છીણેલું નારિયળ
- ½ કપ પલળેલા કાજુ
- ¼ કપ ફોતરા વગર ન દાડિયા
- ¾ કપ ખજૂર ન કટકા
- 2-3 ચમચી કેસર વાળું પાણી
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
Coconut Sattu Kulfi banavani rit
- કોકોનટ સત્તુની કુલ્ફી બનાવવા સૌથી પહેલા કાજુ ને ગરમ પાણીમાં નાખી બે કલાક માટે પલાડી લ્યો. ત્યાર બાદ ખજૂર ન કટકા કરી એના ઠળિયા અને ટોપી અલગ કરી લ્યો અને ત્યાર બાદ કેસર ના તાંતણા ને બે ત્રણ ચમચી ગરમ પાણીમાં પલાડી મૂકો. ત્યાર બાદ તાજા નારિયળ ની છાલ અલગ કરી છીણી વડે છીણી લ્યો. હવે દાડિયા ન ફોતરા અલગ કરી સાફ કરી લ્યો.
- હવે બે કલાક પછી કાજુ નું પાણી નીતારી મિક્સર જારમાં નાખો સાથે દાડિયા, ખજૂર, ખજૂરના કટકા, એલચી પાઉડર અને કેસર વાળું પાણી નાખી બધી સામગ્રી ને પીસી લ્યો. સામગ્રી ને પીસવા જરૂર લાગે તો દૂધ નાખી સ્મૂથ પ્યુરી બનાવી લ્યો.
- હવે તૈયાર પ્યુરી ને આઇસક્રીમ મોલ્ડ માં ભરી દયો અને ફ્રીઝર માં આઠ દસ કલાક માટે અથવાતો આખી રાત માટે જમવા મૂકો. દસ કલાક પછી ડી મોલ્ડ કરી બાળકો ને આપો . તો તૈયાર છે કોકોનટ સત્તુ કુલ્ફી.
- ખજૂર ની માત્રા તમારા ઘર મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી Desert and Drinks ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Nutella Choco Bombs in Gujarati | નુટેલા ચોકો બોમ્બ | No Maida No Oven
ફ્રુટ સલાડ વિથ આઈસક્રીમ બનાવવાની રીત | fruit salad with ice cream banavani rit
jayfal ni ice cream banavani rit | જાયફળ ની આઈસક્રીમ બનાવવાની રીત
mango ice cream banavani rit | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત
vanilla ice cream banavani recipe | વેનીલા આઈસ્ક્રીમ
Kaju Draksh Ice Cream Recipe in Gujarati | કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવાની રીત
Paan Coconut Kulfi Recipe in Gujarati | પાન કોકોનટ કુલ્ફી | Paan Ice Cream
Chocolate Ice Cream Recipe in Gujarati | ચોકલેટ આઈસ્ક્રીમ | Kids Dessert
