ગુજરાતી ઘરોમાં ઉનાળાની શરૂઆત થાય એટલે પાપડ, વેફર અને પાપડી જેવા ‘વાળવણ’ (Valvan – Sun-dried items) બનાવવાની ધૂમ મચી જાય છે. આ વાળવણમાં એક ખૂબ જ જૂની અને પારંપરિક વાનગી છે – Guvar ni Kachari (ગુવારની કાચરી).તાજા અને કૂણા ગુવારને જ્યારે ખાટી છાશમાં બાફીને કડક તડકામાં સૂકવવામાં આવે છે, ત્યારે તેમાંથી આ કાચરી તૈયાર થાય છે. છાશમાં બાફવાના કારણે ગુવારની બધી જ કડવાશ અને તૂરો સ્વાદ જતો રહે છે અને તે એકદમ ચટપટી, ખાટી-ખારી બની જાય છે. તેને આખું વર્ષ ડબ્બામાં સાચવી શકાય છે અને જ્યારે પણ જમવા બેસો ત્યારે ગરમ તેલમાં 10 સેકન્ડમાં તળીને પાપડની જેમ ખાઈ શકાય છે. ચાલો જોઈએ ગુવારની કાચરી બનાવવાની પરફેક્ટ રીત.
Ingredients
- ગુવાર 1 કિલો
- હળદર 1 ચમચી
- ખાટી છાસ 2-3 કપ
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Guvar ni Kachari banavani rit
ગુવારની કાચરી બનાવવા સૌથી પહેલા મીડીયમ જાડી હોય એવી ગુવારની સિંગ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી લીધા બાદ ચારણીમાં કાઢી પાણી નીતારી દયો. ગુવાર બરોબર કોરો થઇ જાય એટલે એમાં બે થી અઢી ચમચી મીઠું ( સ્વાદ મુજબ મીઠું ) અને હળદર નાખો સાથે એમાં ખાટી છાસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ઢાંકી એક થી બે દિવસ એક બાજુ મુકો. દિવસ માં વચ્ચે વચ્ચે બે ચાર વખત ઉથલાવી નાખવી.
આમ બે દિવસ પછી કાચરી ને ચારણીમાં નાખી ફરીથી નીતારવા મુકો. બધું પાણી નીતારી લીધા બાદ કોરા અને સાફ કપડા માં છૂટી છૂટી ફેલાવી ઘરમાં પંખા નીચે ત્રણ ચાર દિવસ અને બહાર તડકામાં બે ત્રણ દિવસ સુકાવી ક્રિસ્પી સુકાય ત્યાં સુંધી સુકવી લ્યો. કાચરી સુકાઈ જાય અને ક્રિસ્પી થાય એટલે ભેગી કરી ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે ગુવારની સુકામણી.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સુકાવેલ ગુવાર ની ફળી નાખી ઢાંકી એક થી બે મિનીટ માટે તારી ગોલ્ડન અને ક્રિસ્પી તારી ઝારાથી કાઢી લ્યો. આમ જરૂર મુજબ ની કાચરી તારી લ્યો અને તારેલ કાચરી પર જરૂર મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર અને ચાર્ટ મસાલો છાંટી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે ગુવારની કાચરી.
ગુવારની કાચરી બનાવવાની રીત

Guvar ni Kachari in Gujarati | ગુવારની કાચરી બનાવવાની રીત | Valvan Recipe
Equipment
- 1 તાપેલી
- 1 કડાઈ
Ingredients
- 1 કિલો ગુવાર
- 1 ચમચી હળદર
- 2-3 કપ ખાટી છાસ
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
- ચાર્ટ મસાલો જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
Instructions
Guvar ni Kachari banavani rit
- ગુવારની કાચરી બનાવવા સૌથી પહેલા મીડીયમ જાડી હોય એવી ગુવારની સિંગ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પાણી લીધા બાદ ચારણીમાં કાઢી પાણી નીતારી દયો. ગુવાર બરોબર કોરો થઇ જાય એટલે એમાં બે થી અઢી ચમચી મીઠું ( સ્વાદ મુજબ મીઠું ) અને હળદર નાખો સાથે એમાં ખાટી છાસ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી ઢાંકી એક થી બે દિવસ એક બાજુ મુકો. દિવસ માં વચ્ચે વચ્ચે બે ચાર વખત ઉથલાવી નાખવી.
- આમ બે દિવસ પછી કાચરી ને ચારણીમાં નાખી ફરીથી નીતારવા મુકો. બધું પાણી નીતારી લીધા બાદ કોરા અને સાફ કપડા માં છૂટી છૂટી ફેલાવી ઘરમાં પંખા નીચે ત્રણ ચાર દિવસ અને બહાર તડકામાં બે ત્રણ દિવસ સુકાવી ક્રિસ્પી સુકાય ત્યાં સુંધી સુકવી લ્યો. કાચરી સુકાઈ જાય અને ક્રિસ્પી થાય એટલે ભેગી કરી ડબ્બામાં ભરી લ્યો. તો તૈયાર છે ગુવારની સુકામણી.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે એમાં સુકાવેલ ગુવાર ની ફળી નાખી ઢાંકી એક થી બે મિનીટ માટે તારી ગોલ્ડન અને ક્રિસ્પી તારી ઝારાથી કાઢી લ્યો. આમ જરૂર મુજબ ની કાચરી તારી લ્યો અને તારેલ કાચરી પર જરૂર મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર અને ચાર્ટ મસાલો છાંટી મિક્સ કરી મજા લ્યો. તો તૈયાર છે ગુવારની કાચરી.
આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Tindola Dungri nu Shaak in Gujarati | ટીંડોળા ડુંગળીનું શાક | Daily Shaak
rajma chawal banavani rit | રાજમા ચાવલ બનાવવાની રીત
સરગવા નું રસાવાળુ શાક બનાવવાની રીત | sargava nu rasavalu shaak banavani rit
