નામ સાંભળી ને જ પરસેવો આવી ગયો હસે સાથે મોઢામાં પાણી પણ આવી ગયું હસે. અત્યાર સુંધી અલગ અલગ સ્વાદ ના ઘણા પરોઠા તમે બનાવ્યા હસે અને ખાધા પણ હસે પણ આજ ના પરોઠા એ બધા પરોઠા થી અલગ છે જેમને તીખાશ પસંદ છે એમના માટે તો આ પરોઠા બેસ્ટ છે. બસ બાળકો ને આ પરોઠા થી થોડા દૂર રાખજો. તો ચાલો Marcha na masaledar lachcha parotha banavani rit શીખીએ.
મરચાના મસાલેદાર લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- ઘઉંનો લોટ 2 કપ
- લીલા મરચા 5-7 ઝીણી સુધારેલ
- જીરું 1 ચમચી
- આખા ધાણા 2 ચમચી
- વરિયાળી 1 ચમચી
- મરી ½ ચમચી
- અજમો 1 ચમચી
- સૂકા લાલ મરચા 2-3
- કસૂરી મેથી 1 ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
Marcha na masaledar lachcha parotha banavani rit
મરચાના મસાલેદાર લચ્છા પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી બરોબર મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.
ચાકુથી તીખા ના હોય એવા લીલા મરચા અથવા મિડીયમ તીખા લીલા મરચા ધોઇ ને લ્યો અને ગોળ કે અર્ધ ગોળ કાપી ને કટકા કરી લ્યો. અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં જીરું, આખા ધાણા, સૂકા લાલ મરચા, વરિયાળી, મરી, અજમો નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે બધા મસાલા ને ત્રણ ચાર મિનિટ શેકી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં કસૂરી મેથી, સંચળ, આમચૂર પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બધા મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને મસાલા પાઉડર બનાવી તૈયાર કરી લ્યો.
હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ જે સાઇઝ માં પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ કોરા લોટ ની મદદ થી રોટલી બનાવી લ્યો. હવે રોટલી પર ઘી કે તેલ લગાવી એના પર તૈયાર કરેલ મસાલો નાખી હાથ થી આખી રોટલી માં લગાવી લ્યો ત્યાર બાદ એના પર થોડો કોરો લોટ છાંટી ઝીક ઝેક અથવા તમે જે રીતે લચ્છા પરોઠા બનાવતા હો એ રીતે ફોલ્ડ કરી લ્યો. અને લુવો બનાવી લ્યો.
ત્યાર બાદ હવે પાટલા પર સુધારેલ લીલા મરચા મૂકી એના પર તૈયાર કરેલ લુવો મૂકી હથેળી વડે દબાવી ને કોરા લોટ ની મદદ થી હલકા હાથે ફરી વણી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ત્યારે બાદ તવી પર વણી રાખેલ પરોઠા ને શેકવા મૂકો હવે બને બાજુ થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી થી શેકી લ્યો . આમ બધા પરોઠા ને વણી શેકી લ્યો. તૈયાર પરોઠા ને દહીં, સોસ, ચટણી કે અથાણાં સાથે સર્વ કરો મરચાના મસાલેદાર લચ્છા પરોઠા.
Marcha na masaledar lachcha parotha notes
- જો બાળકો માટે બનાવતા હો તો લીલા મરચા નો ઉપયોગ ના કરવો.
- બાળકો માટે ખાલી મસાલાવાળા અથવા તો મોરા હોય કે કેપ્સિકમ ન ઝીણા કટકા કરી ને તૈયાર કરી આપી શકો છો.
મરચાના મસાલેદાર લચ્છા પરોઠા બનાવવાની રીત
Marcha na masaledar lachcha parotha banavani rit
Equipment
- 1 તવી
- 1 પાટલો – વેલણ
- 1 મિક્સર
Ingredients
મરચાના મસાલેદાર લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- 5-7 લીલા મરચા ઝીણી સુધારેલ
- 1 ચમચી જીરું
- 2 ચમચી આખા ધાણા
- 1 ચમચી વરિયાળી
- ½ ચમચી મરી
- 1 ચમચી અજમો
- 2-3 સૂકા લાલ મરચા
- 1 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી સંચળ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
Instructions
Marcha namasaledar lachcha parotha banavani rit
- મરચાના મસાલેદાર લચ્છા પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાંઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોઅને થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખીબરોબર મસળી લ્યો અને ઢાંકી ને એક બાજુ મૂકો.
- ચાકુથી તીખા ના હોય એવા લીલા મરચા અથવા મિડીયમ તીખા લીલામરચા ધોઇ ને લ્યો અને ગોળ કે અર્ધ ગોળ કાપી ને કટકા કરી લ્યો. અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં જીરું, આખા ધાણા, સૂકાલાલ મરચા, વરિયાળી, મરી, અજમોનાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે બધા મસાલા ને ત્રણ ચાર મિનિટ શેકી લ્યો.
- ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં કસૂરી મેથી, સંચળ, આમચૂર પાઉડર, કાશ્મીરીલાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ બધા મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખીપીસી ને મસાલા પાઉડર બનાવી તૈયાર કરી લ્યો.
- હવે બાંધેલા લોટ ને ફરીથી મસળી લ્યો ત્યાર બાદ જે સાઇઝમાં પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ કોરા લોટ ની મદદ થીરોટલી બનાવી લ્યો. હવે રોટલી પર ઘી કે તેલ લગાવીએના પર તૈયાર કરેલ મસાલો નાખી હાથ થી આખી રોટલી માં લગાવી લ્યો ત્યાર બાદ એના પર થોડોકોરો લોટ છાંટી ઝીક ઝેક અથવા તમે જે રીતે લચ્છા પરોઠા બનાવતા હો એ રીતે ફોલ્ડ કરી લ્યો. અને લુવો બનાવી લ્યો.
- ત્યાર બાદ હવે પાટલા પર સુધારેલ લીલા મરચા મૂકી એના પરતૈયાર કરેલ લુવો મૂકી હથેળી વડે દબાવી ને કોરા લોટ ની મદદ થી હલકા હાથે ફરી વણી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાયએટલે ગેસ ધીમો કરો ત્યારે બાદ તવી પર વણી રાખેલ પરોઠા ને શેકવા મૂકો હવે બને બાજુ થોડાશેકી લ્યો ત્યાર બાદ તેલ કે ઘી થી શેકી લ્યો . આમ બધા પરોઠા ને વણી શેકી લ્યો. તૈયાર પરોઠા ને દહીં, સોસ, ચટણી કે અથાણાં સાથે સર્વ કરો મરચાના મસાલેદાર લચ્છા પરોઠા.
Marcha namasaledar lachcha parotha notes
- જો બાળકો માટે બનાવતા હો તો લીલા મરચા નો ઉપયોગ ના કરવો.
- બાળકો માટે ખાલી મસાલાવાળા અથવા તો મોરા હોય કે કેપ્સિકમન ઝીણા કટકા કરી ને તૈયાર કરી આપી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani
લાદી પાવ બનાવવાની રીત | ladi pav banavani rit