આજે આપણે બાજરા ના લોટ ના અપ્પમ બનાવવાની રીત શીખીશું. અત્યાર સુંધી આપણે બાજરા ના લોટ માંથી રોટલા, મુઠીયા, ચમચમ, રાબ વગેરે જેવી મીઠી , તીખી વાનગીઓ બનાવતાં આવ્યા છીએ પણ આજ આપણે બાજરા ના લોટ માંથી અપ્પમ બનાવતા શીખીશું જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને સાથે હેલ્થી પણ છે તો એક વખત ચોક્કસ બનાવી ખવડાવો પછી વારંવાર બનાવવા કહેશે એવી વાનગી બનાવતા Bajra na lot na appam શીખીએ.
Ingredients List
- બાજરા નો લોટ 1 કપ
- દહીં ½ કપ
- પાણી 1 કપ
- છીણેલું ગાજર ½ કપ
- ઝીણા સમારેલા કેપ્સીકમ ¼ કપ
- લીલા ધાણા સુધારેલા ½ કપ
- લીલા મરચા સુધારેલા 2-3
- આદુ ની પેસ્ટ ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- મીઠા લીમડા ના પાંદ ઝીણા સમારેલા 5-7
- સફેદ તલ જરૂર મુજબ
- બેકિંગ સોડા / ઈનો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- ટમેટા 3-4 સુધારેલ
- લસણની કળીઓ 4-5
- સૂકા લાલ મરચા 4-5
- આંબલી નો પલ્પ 1 ચમચી
- ગોળ 2 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- તેલ 1-2 ચમચી
Bajra na lot na appam banavani rit
ચટણી બનાવવા માટે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા નાખો અને એને પણ શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
ટમેટા નરમ થાય એટલે એમાં આંબલી નો પલ્પ, ગોળ નાખી મિક્સ કરી એક થી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી ને ચટણી બનાવી લ્યો અને ત્યાર બાદ એમાં લીલ ધાણા સુધારેલા નાખી ફરીથી પીસી લ્યો ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો તો ચટણી તૈયાર છે.
બાજરા ના લોટ માંથી અપ્પમ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા ના લોટ ને ચાળી ને લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરતા જઈ મિશ્રણ તૈયાર કરી લ્યો.
તૈયાર મિશ્રણમાં છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા, મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો અને મિશ્રણ ને ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.
હવે દસ મિનિટ પછી ગેસ પર અપ્પમ પાત્ર ને ધીમા તાપે ગરમ કરવા મૂકો પાત્ર ગરમ થાય ત્યાં સુધીમાં બાજરા ના લોટ ના મિશ્રણ માં બેકિંગ સોડા અને ને ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે પાત્ર ગરમ થાય એટલે એમાં થોડું થોડું તેલ બધા માં નાખી એમાં સફેદ તલ નાખી તૈયાર કરેલ મિશ્રણ ની એક એક ચમચી નાખી ઢાંકી ધીમા તાપે બે ત્રણ મિનિટ ચડાવી લ્યો,
ત્યાર બાદ બધા ને અપ્પમ ઉથલાવી નાખો અને ત્યાર બાદ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો અને ત્યાર બાદ કાઢી લ્યો આમ બધા જ અપ્પમ તૈયાર કરો લ્યો. તૈયાર અપ્પમ ને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ના લોટ માંથી અપ્પમ.
Appam recipe notes
- અહી તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો.
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
બાજરા ના લોટ ના અપ્પમ બનાવવાની રીત

Bajra na lot na appam banavani rit
Equipment
- 1 અપ્પમ પાત્ર
Ingredients
Ingredients List
- 1 કપ બાજરા નો લોટ
- ½ કપ દહીં
- 1 કપ પાણી
- ½ કપ છીણેલું ગાજર
- ¼ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
- ½ કપ લીલા ધાણા સુધારેલા
- 2-3 લીલા મરચા સુધારેલા
- ½ ચમચી આદુ ની પેસ્ટ
- ½ ચમચી મરી પાઉડર
- 5-7 મીઠા લીમડા ના પાંદ ઝીણા સમારેલા
- સફેદ તલ જરૂર મુજબ
- ½ ચમચી બેકિંગ સોડા / ઈનો
- મીઠું સ્વાદ મુજબ
- તેલ / ઘી જરૂર મુજબ
ચટણી માટેની સામગ્રી
- 3-4 ટમેટા સુધારેલ
- 4-5 લસણની કળીઓ
- 4-5 સૂકા લાલ મરચા
- 1 ચમચી આંબલી નો પલ્પ
- 2 ચમચી ગોળ
- મીઠું સ્વાદ મુજબ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1-2 ચમચી તેલ
Instructions
Bajra na lot na appam
- ચટણી બનાવવા માટે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ ની કણી નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા નાખો અને એને પણ શેકી લ્યો. ત્યાર બાદ એમાં સુધારેલ ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- ટમેટા નરમ થાય એટલે એમાં આંબલી નો પલ્પ, ગોળ નાખી મિક્સ કરી એક થી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો. મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી ને ચટણી બનાવી લ્યો અને ત્યાર બાદ એમાં લીલ ધાણા સુધારેલા નાખી ફરીથી પીસી લ્યો ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો તો ચટણી તૈયાર છે.
- બાજરા ના લોટ માંથી અપ્પમ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા ના લોટ ને ચાળી ને લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરતા જઈ મિશ્રણ તૈયાર કરી લ્યો.
- તૈયાર મિશ્રણમાં છીણેલું ગાજર, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, આદુ પેસ્ટ, મીઠા લીમડા ના પાંદ, લીલા મરચા સુધારેલા, મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ તૈયાર કરી લ્યો અને મિશ્રણ ને ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો.
- હવે દસ મિનિટ પછી ગેસ પર અપ્પમ પાત્ર ને ધીમા તાપે ગરમ કરવા મૂકો પાત્ર ગરમ થાય ત્યાં સુધીમાં બાજરા ના લોટ ના મિશ્રણ માં બેકિંગ સોડા અને ને ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે પાત્ર ગરમ થાય એટલે એમાં થોડું થોડું તેલ બધા માં નાખી એમાં સફેદ તલ નાખી તૈયાર કરેલ મિશ્રણ ની એક એક ચમચી નાખી ઢાંકી ધીમા તાપે બે ત્રણ મિનિટ ચડાવી લ્યો,
- ત્યાર બાદ બધા ને અપ્પમ ઉથલાવી નાખો અને ત્યાર બાદ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો અને ત્યાર બાદ કાઢી લ્યો આમ બધા જ અપ્પમ તૈયાર કરો લ્યો. તૈયાર અપ્પમ ને ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે બાજરા ના લોટ માંથી અપ્પમ.
Appam recipe notes
- અહી તમે તમારી પસંદ ના શાક નાખી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Masala khichu bytes banavani recipe | મસાલા ખીચું બાઇટ્સ
સેવ ખમણી બનાવવાની રીત | sev khamani
manchurian recipe | મન્ચુરિયન બનાવવાની રેસીપી
રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri recipe in gujarati
પિંક સોસ પાસ્તા બનાવવાની રીત | pink sauce pasta banavani rit