સવારના નાસ્તામાં ગરમાગરમ પરોઠા ખાવા સૌને ગમે છે, પરંતુ રોજ લોટ બાંધવો અને પરોઠા વણવા એ કંટાળાજનક કામ લાગે છે. ખાસ કરીને વર્કિંગ વુમન (Working women) અને બેચલર્સ માટે સવારે સમયનો ખૂબ અભાવ હોય છે. તો આજે આપણે એકદમ નવી અને ટ્રેન્ડિંગ રેસીપી Liquid Dough Paratha (પ્રવાહી લોટના પરોઠા) બનાવીશું. આમાં તમારે હાથ પણ બગાડવાના નથી! માત્ર ઘઉંના લોટમાં પાણી અને મસાલા મિક્સ કરીને ઢોંસાના ખીરા જેવું મિશ્રણ બનાવવાનું છે અને તેને તવા પર ફેલાવવાનું છે. આ પરોઠા સામાન્ય પરોઠા કરતા પણ વધુ સોફ્ટ બને છે અને લાંબા સમય સુધી કડક નથી થતા. ચાલો જોઈએ લોટ બાંધ્યા વગર પરોઠા બનાવવાની રીત.
Table of contents
Ingredients list
- ઘઉંનો લોટ 1 કપ
- ઝીણા સુધારેલ લીલા ધાણા 3- 4 ચમચી
- લીલા મરચા સુધારેલ 1- 2
- ઝીણું સુધારેલ લસણ 1 ચમચી
- જીરું 1 ચમચી
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઘી / તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Liquid Dough Paratha banavani rit
પ્રવાહી લોટમાંથી પરોઠા બનાવવા સૌથી પહેલા લીલા ધાણા સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ પાણી નીતારી ઝીણા સુધારી લ્યો ત્યાર બાદ લસણ ની કણી સાફ કરી એને પણ સાવ ઝીણી સુધારી લ્યો અને સાથે લીલા મરચા ને પણ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો.
હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલ, લીલા મરચા સુધારેલ, ચીલી ફ્લેક્સ, જીરું એક થી બે ચમચી ઘી કે તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઇ મીડિયમ પુડલા માટેના મિશ્રણ જેવું મિશ્રણ બનાવી લ્યો. તૈયાર મિશ્રણ માં ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવું.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ની એક થી બે કડછી નાખી એક સરખું ફેલાવી દયો. હવે એક બાજુ ચડી જાય ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લ્યો આમ બને બાજુ ચડવા આવે ત્યારે ઘી કે તેલ લગાવી શેકી લ્યો. આમ બધા પરાઠા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લિક્વિડ પરાઠા.
પ્રવાહી લોટમાંથી પરોઠા બનાવવાની રીત

Liquid Dough Paratha in Gujarati | લિક્વિડ પરોઠા | No Knead Paratha
Equipment
- 1 તપેલી
- 1 કડાઈ
Ingredients
- 1 કપ ઘઉંનો લોટ
- 3- 4 ચમચી ઝીણા સુધારેલ લીલા ધાણા
- 1-2 લીલા મરચા સુધારેલ
- 1 ચમચી ઝીણું સુધારેલ લસણ
- 1 ચમચી જીરું
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ઘી / તેલ જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
Liquid Dough Paratha banavani rit
- પ્રવાહી લોટમાંથી પરોઠા બનાવવા સૌથી પહેલા લીલા ધાણા સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ પાણી નીતારી ઝીણા સુધારી લ્યો ત્યાર બાદ લસણ ની કણી સાફ કરી એને પણ સાવ ઝીણી સુધારી લ્યો અને સાથે લીલા મરચા ને પણ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો.
- હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલ, લીલા મરચા સુધારેલ, ચીલી ફ્લેક્સ, જીરું એક થી બે ચમચી ઘી કે તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખતા જઇ મીડિયમ પુડલા માટેના મિશ્રણ જેવું મિશ્રણ બનાવી લ્યો. તૈયાર મિશ્રણ માં ગાંઠા ન રહે એનું ખાસ ધ્યાન રાખવું.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે તૈયાર મિશ્રણ ની એક થી બે કડછી નાખી એક સરખું ફેલાવી દયો. હવે એક બાજુ ચડી જાય ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લ્યો આમ બને બાજુ ચડવા આવે ત્યારે ઘી કે તેલ લગાવી શેકી લ્યો. આમ બધા પરાઠા તૈયાર કરી લ્યો. તો તૈયાર છે લિક્વિડ પરાઠા.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
Instant Moong Dal Dhokla Recipe in Gujarati | મગની દાળના ઢોકળા | Kids Lunchbox
Masala soya Tofu banavani recipe | મસાલા સોયા ટોફુ બનાવવાની રેસીપી
Dahi ni kachori banavani rit | દહીં ની કચોરી બનાવવાની રીત
Aloo lachcha katori chat banavani recipe | આલું લચ્છા કટોરી ચાટ બનાવવાની રેસીપી
Chili Garlic Rotili recipe | ચીલી ગાર્લિક રોટલી
Soji ni sandwich banavani rit | સોજી ની સેન્ડવીચ બનાવવાની રીત
lasan chevdo banavani rit | લસણ નો ચેવડો બનાવવાની રીત