Home Nasta Rajgara Namkeen Recipe in gujarati | રાજગરા નમકીનબનાવવાની રીત

Rajgara Namkeen Recipe in gujarati | રાજગરા નમકીનબનાવવાની રીત

0

આ નમકીન તમે વ્રત માં તો બનાવી શકો છો પણ  વ્રત વગર પણ બનાવી શકો છો પ્રોટીન થી ભરપુર આ Rajgara Namkeen આ ઉનાળાના વેકેશન માં બનવી ને રાખી દયો ને બાળકો ને જ્યારે હલકી ફૂકલી ભૂખ લાગે ત્યારે આપી શકો છો. રેગ્યુંલર નમકીન થી અલગ આ નમકીન નાના મોટા બધાને પસંદ આવશે. તો ચાલો રાજગીરા નમકીન બનાવવાની રીત શીખીએ. 

Ingredients List

  1. ઘી / તેલ 2-3 ચમચી
  2. સિંગદાણા ¼ કપ
  3. બદામ ¼ કપ
  4. કાજુ ¼ કપ
  5. લીલા મરચા 2-3
  6. મીઠા લીમડાના પાંદ 8-10
  7. લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  8. સુકા નારિયલ ની સ્લાઈસ ¼ કપ
  9. કીસમીસ 2 ચમચી
  10. કાળી દ્રાક્ષ 2 ચમચી
  11. રાજગરા (ધાણી જેમ ફોડી ને તૈયાર કરેલ રાજગરા ) 3 કપ
  12. મીઠું સ્વાદ મુજબ

Rajgara Namkeen banavani rit

રાજગરા નમકીન બનાવવા સૌથી પહેલા ચાકુથી કાજુના બે ભાગ માં કટકા કરી લ્યો ત્યાર બાદ બદામ ના પણ બે ભાગમાં કાપી કટકા કરી લ્યો અને ત્યાર બાદ સુકા નારિયલ ની મીડીયમ સાઈઝ ની પાતળી પાતળી લાંબી કતરણ કરી લ્યો. અને લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો.

હવે  ગેસ પર કડાઈમાં તેલ / ઘી નાખી ગરમ કરવા મુકો. તેલ / ઘી ગરમ થાય એટલે એમાં સિંગદાણા નાખી એને બે ચાર મિનીટ ધીમા તાપે શેકો. સિંગદાણા અડધા શેકાવા આવે એટલે એમાં કાજુ અને બદામ ના કટકા નાખી એને પણ બે ચાર મિનીટ શેકી લ્યો.

હવે શેકેલ સામગ્રી ને એક બાજુ કરી એમાં ઝીણા સુધારેલ લીલા મરચા અને મીઠા લીમડાના પાંદ નાખી એને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકો. મીઠા લીમડાના પાંદ ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લીધા બાદ એમાં સુકા નારિયલ ની કતરણ, કીસમીસ, કાળી દ્રાક્ષ નાખી એને પણ બે મિનીટ શેકી લ્યો.

ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં ફોડી રાખેલ રાજગરા ને નાખી બરોબર મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો. અને બે મિનીટ પછી ગેસ બંધ કરી બધી સામગ્રી ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો અને સામગ્રી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે રાજગીરા નમકીન.

જો તમારે આ નમકીન ફરાળી બનાવી હોય તો મીઠું ફરાળી નાખવું.

બાળકો માટે બનાવતા હો તો તીખાસ ઓછી રાખવી

રાજગરા નમકીન બનાવવાની રીત

Rajgara Namkeen banavani rit - રાજગરા નમકીન

Rajgara Namkeen Recipe in gujarati | રાજગરા નમકીન બનાવવાની રીત

આ નમકીન તમે વ્રત માં તો બનાવીશકો છો પણ  વ્રત વગર પણ બનાવી શકો છોપ્રોટીન થી ભરપુર આ Rajgara Namkeen આ ઉનાળાના વેકેશન માં બનવી ને રાખી દયો ને બાળકો ને જ્યારે હલકી ફૂકલી ભૂખલાગે ત્યારે આપી શકો છો. રેગ્યુંલર નમકીન થી અલગ આ નમકીન નાના મોટા બધાને પસંદઆવશે. તો ચાલો રાજગીરા નમકીન બનાવવાની રીત શીખીએ. 
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

  • 2-3 ચમચી ઘી / તેલ
  • ¼ કપ સિંગદાણા
  • ¼ કપ બદામ
  • ¼ કપ કાજુ
  • 2-3 લીલા મરચા
  • 8-10 મીઠા લીમડાના પાંદ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ કપ સુકા નારિયલ ની સ્લાઈસ
  • 2 ચમચી કીસમીસ
  • 2 ચમચી કાળી દ્રાક્ષ
  • 3  કપ રાજગરા (ધાણી જેમ ફોડી ને તૈયાર કરેલ રાજગરા )
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

  • રાજગરા નમકીન બનાવવા સૌથી પહેલા ચાકુથી કાજુના બે ભાગ માં કટકા કરી લ્યો ત્યાર બાદ બદામ ના પણ બે ભાગમાં કાપી કટકા કરી લ્યો અને ત્યાર બાદ સુકા નારિયલ ની મીડીયમ સાઈઝ ની પાતળી પાતળી લાંબી કતરણ કરી લ્યો. અને લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો.
  • હવે ગેસ પર કડાઈમાં તેલ / ઘી નાખી ગરમ કરવા મુકો. તેલ / ઘી ગરમ થાય એટલે એમાં સિંગદાણા નાખી એને બે ચાર મિનીટ ધીમા તાપે શેકો. સિંગદાણા અડધા શેકાવા આવે એટલે એમાં કાજુ અને બદામ ના કટકા નાખી એને પણ બે ચાર મિનીટ શેકી લ્યો.
  • હવે શેકેલ સામગ્રી ને એક બાજુ કરી એમાં ઝીણા સુધારેલ લીલા મરચા અને મીઠા લીમડાના પાંદ નાખી એને ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકો. મીઠા લીમડાના પાંદ ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લીધા બાદ એમાં સુકા નારિયલ ની કતરણ, કીસમીસ, કાળી દ્રાક્ષ નાખી એને પણ બે મિનીટ શેકી લ્યો.
  • ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને છેલ્લે એમાં ફોડી રાખેલ રાજગરા ને નાખી બરોબર મિક્સ કરી બે મિનીટ શેકી લ્યો. અને બે મિનીટ પછી ગેસ બંધ કરી બધી સામગ્રી ને બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો અને સામગ્રી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે રાજગીરા નમકીન.
  • જો તમારે આ નમકીન ફરાળી બનાવી હોય તો મીઠું ફરાળી નાખવું.
  • બાળકો માટે બનાવતા હો તો તીખાસ ઓછી રાખવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version