જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે કારેલા ના મુઠીયા બનાવવાની રીત – Karela na muthiya banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે, Please subscribe Viraj Naik Recipes YouTube channel If you like the recipe, અને બનાવવું પણ ખૂબ સરળ છે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. ખાવાથી પણ ખબર ન પડે કે તે કારેલા ના છે. એટલા ટેસ્ટી લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને પસંદ આવે છે. સવાર ના નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં આપવા માટે બનાવી શકાય છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Karela na muthiya recipe in gujarati શીખીએ.
કારેલા ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- જુવાર નો લોટ 1 કપ
- કારેલા 2
- ગ્રેટ કારેલી નાની પતા ગોબી 1
- ગ્રેટ કરેલું ગાજર 1
- ઘઉં નો લોટ ½ કપ
- બેસન ½ કપ
- હળદર ½ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- સફેદ તલ 1 ચમચી
- આદુ અને લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- ઝીણા સુધારેલા લીલાં ધાણા ½ કપ
- તેલ 1 ચમચી
મુઠીયા નો વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 1 ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ¼ ચમચી
- સફેદ તલ 1 ચમચી
- મીઠા લીમડો ના પાન 8-10
- હિંગ ¼ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
કારેલા ના મુઠીયા બનાવવાની રીત
કારેલાં ના મુઠીયા બનાવવા માટે સૌથી પહેલા કારેલા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી થોડા છીલી લ્યો. હવે તેનો ઉપર નો જે ગ્રીન વારો ભાગ છે તેને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેને એક કટોરી માં નાખો. હવે તેમાં થોડું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ માટે સેટ થવા માટે રાખી દયો.
હવે પાંચ મિનિટ પછી તેને હાથ માં લઇ મુઠ્ઠી વળી ને પાણી કાઢી લયો. જેથી કારેલા ની કડવાશ ઓછી થઇ જાય. હવે તેને એક બાઉલ માં નાખો.
હવે તેમાં ગ્રેટ કરેલી પતાં ગોભી, ગ્રેટ કરેલા ગાજર, ઘઉં નો લોટ, જુવાર નો લોટ, બેસન, હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર, તલ, આદુ મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, ખાંડ, ઝીણા સુધારેલા લીલાં ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
એક સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું હસે. હવે તેને પાંચ મિનિટ માટે સેટ થવા માટે રાખી દયો. હવે પાંચ મિનિટ પછી ફરી થી તેને સરસ થી મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ ના બે ભાગ કરી લ્યો.
હવે હાથમાં તેલ લગાવી મુઠીયા ના મિશ્રણ નો એક ભાગ લ્યો. હવે તેનો એક લાંબો રોલ બનાવી લ્યો. આવી જ રીતે બીજો રોલ પણ બનાવી લ્યો.
એક પ્લેટ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેની ઉપર મુઠીયા ના રોલ રાખી દયો. હવે ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર મુઠીયા વારી પ્લેટ મૂકો. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે મુઠીયા ને બાર થી પંદર મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે મુઠીયા ને સ્ટીમર માંથી બાહર કાઢી લ્યો. હવે તેને થોડા ઠંડા થાય દયો. ત્યાર બાદ તેના અડધી ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી પીસ કરી લ્યો.
મુઠીયા નો વઘાર કરવાની રીત
મુઠીયા નો વઘાર કરવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. ફ્લેટ કઢાઇ લેવી. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને સફેદ તલ નાખો. હવે તેમાં હિંગ અને મીઠા લીમડા ના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં સરસ થી ગોઠવી ને મુઠીયા ના પીસ રાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકવા દયો. ત્યાર બાદ તેને પલટાવી દયો. હવે ફરી થી તેને સેકી લ્યો. આવી રીતે બને તરફ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેના ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણા કારેલા ના મુઠીયા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ કારેલા ના મુઠીયા ખાવાનો આનંદ માણો.
Karela na muthiya recipe in gujarati notes
- મુઠીયા ના મિશ્રણ માં જુવાર ના લોટ ની જગ્યા એ તમે ચોખા નો લોટ, બાજરા નો લોટ કે રાગી ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
Karela na muthiya banavani rit | Recipe Video
Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો જો તમને રેસીપી નો વિડીયો ગમ્યો હોય
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
Karela na muthiya recipe in gujarati
કારેલા ના મુઠીયા | Karela na muthiya | કારેલા ના મુઠીયા બનાવવાની રીત | Karela na muthiya banavani rit | Karela na muthiya recipe in gujarati
Equipment
- 1 સ્ટીમર
Ingredients
કારેલા ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ જુવાર નો લોટ
- 2 કારેલા
- 1 ગ્રેટ કારેલી નાની પતા ગોબી
- 1 ગ્રેટ કરેલું ગાજર
- ½ કપ ઘઉંનો લોટ
- ½ કપ બેસન
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા પાવડર
- 1 ચમચી સફેદ તલ
- 1 ચમચી આદુ અને લીલાં મરચાં ની પેસ્ટ
- 1 ચમચી લસણ ની પેસ્ટ
- 1 ચમચી ખાંડ
- મીઠું સ્વાદ પ્રમાણે
- ½ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 1 ચમચી તેલ
મુઠીયા નો વઘાર કરવા માટેની સામગ્રી
- 1 ચમચી તેલ
- ½ ચમચી રાઈ
- ¼ ચમચી જીરું
- 1 ચમચી સફેદ તલ
- 8-10 મીઠા લીમડો ના પાન
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
Instructions
કારેલા ના મુઠીયા બનાવવાની રીત | Karela na muthiya banavani rit | Karela na muthiya recipe in gujarati
- કારેલા ના મુઠીયા બનાવવા માટે સૌથી પહેલા કારેલા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી થોડાછીલી લ્યો. હવે તેનો ઉપર નો જે ગ્રીન વારો ભાગ છે તેને ગ્રેટરની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેને એક કટોરી માં નાખો.હવે તેમાં થોડું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ માટે સેટ થવા માટે રાખીદયો.
- હવે પાંચ મિનિટ પછી તેને હાથ માં લઇ મુઠ્ઠી વળી ને પાણી કાઢી લયો. જેથી કારેલા ની કડવાશ ઓછી થઇ જાય. હવે તેને એક બાઉલ માં નાખો.
- હવે તેમાં ગ્રેટ કરેલી પતાં ગોભી, ગ્રેટ કરેલા ગાજર, ઘઉં નો લોટ, જુવાર નો લોટ, બેસન, હળદર,લાલ મરચું પાવડર, ધાણા પાવડર, તલ, આદુ મરચા ની પેસ્ટ, લસણ નીપેસ્ટ, ખાંડ, ઝીણા સુધારેલા લીલાં ધાણા,સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- એક સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું હસે. હવે તેને પાંચ મિનિટમાટે સેટ થવા માટે રાખી દયો. હવે પાંચ મિનિટ પછી ફરી થી તેનેસરસ થી મિક્સ કરી લ્યો. હવે મિશ્રણ ના બે ભાગ કરી લ્યો.
- હવે હાથમાં તેલ લગાવી મુઠીયા ના મિશ્રણ નો એક ભાગ લ્યો. હવે તેનો એક લાંબો રોલ બનાવી લ્યો.આવી જ રીતે બીજો રોલ પણ બનાવી લ્યો.
- એક પ્લેટ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો.હવે તેની ઉપર મુઠીયા ના રોલ રાખી દયો. હવે ગેસપર એક સ્ટીમર મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો.હવે તેની ઉપર મુઠીયા વારી પ્લેટ મૂકો. હવે સ્ટીમરને ઢાંકી દયો. હવે મુઠીયા ને બાર થી પંદર મિનિટ સુધી ચડવા દયો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે મુઠીયા ને સ્ટીમર માંથી બાહર કાઢી લ્યો. હવે તેને થોડા ઠંડા થાય દયો. ત્યાર બાદ તેના અડધી ઇંચના ગેપ માં ચાકુ ની મદદ થી પીસ કરી લ્યો.
મુઠીયા નો વઘાર કરવાની રીત
- મુઠીયા નો વઘાર કરવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. ફ્લેટ કઢાઇ લેવી. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું અને સફેદ તલ નાખો. હવે તેમાં હિંગ અને મીઠાલીમડા ના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં સરસ થી ગોઠવી ને મુઠીયા ના પીસ રાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકવા દયો. ત્યારબાદ તેને પલટાવી દયો. હવે ફરી થી તેને સેકી લ્યો. આવી રીતે બને તરફ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેના ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણા કારેલા ના મુઠીયા. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ કારેલા ના મુઠીયા ખાવાનો આનંદ માણો.
Karela na muthiya recipe in gujarati notes
- મુઠીયા ના મિશ્રણ માં જુવાર ના લોટ ની જગ્યા એ તમે ચોખા નો લોટ, બાજરા નો લોટ કે રાગી ના લોટનો ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ચોખા ના લોટ ની ચકરી | chokha na lot ni chakri | chokha na lot ni chakri recipe
બટાકા ની વેફર બનાવવાની રીત | potato wafers recipe in gujarati