Home Lunch & Dinner લચ્છા પરોઠા બનાવવાની રીત | Lachha Parotha banavani rit

લચ્છા પરોઠા બનાવવાની રીત | Lachha Parotha banavani rit

0
Image credit – Youtube/Your Food Lab

જય જય શ્રી કૃષ્ણ આજ આપણે Lachha Parotha banavani rit શીખીશું. પરોઠા લગ અલગ પ્રકારના ઘણા હોય છે એમાં પંજાબી શાક સાથે તો અલગ અલગ ઘણા પરોઠા સર્વ થતાં હોય છે એમાં સૌથી વધારે લચ્છા પરોઠા બધાને પસંદ આવતા હોય છે કેમ કે એ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે એથી બધાને વધારે પસંદ હોય છે તો બહાર જેવાજ લચ્છા પરોઠા ઘરે બનાવવાની રીત શીખીશું

લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ / 500 ગ્રામ
  • અજમો 1-2 ચપટી
  • તેલ 2-3 ચમચી
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Lachha Parotha banavani rit

 લચ્છા પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો.

લોટ ને બરોબર મસળી લીધા બાદ એમાં એક થી બે ચમચી તેલ નાખી ફરીથી બરોબર મસળી લ્યો. ત્યાર બાદ એના પર ઢાંકણ અથવા કપડું ભીનું કરી નીચોવી ને ઢાંકી એકાદ કલાક માટે એક બાજુ મૂકો. લોટ ને એકાદ કલાક પછી ફરીથી બરોબર મસળી જે સાઇઝ ના પરોઠા બનાવવાના હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો.અને ફરી ઢાંકી ને એક બાજુ મૂકો.

એક લુવો લઈ કોરા લોટ થી એક પાતળી રોટલી બનાવી લ્યો અને તૈયાર રોટલી પર ઘી લગાવો અને એના પર કોરો લોટ છાંટી દયો અને એક બાજુ થી ગોળ ગોળ ફેરવી લાંબો રોલ બનાવો લ્યો અને ત્યાર બાદ ગોળ ગોળ કરી ફ્રી ગોળ લુવો બનાવી લ્યો આમ બધા રોલ તૈયાર કરી લ્યો.

ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી તૈયાર લુવા ને કોરા લોટ ની મદદથી હલકા હાથે મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો. હવે ગરમ તવી પર વણેલી પરોઠા નાખી બને બાજુ બરોબર શેકી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય એટલે ઘી કે તેલ લગાવી બને બાજુ શેકી ને તમે શેકેલ લચ્છા પરોઠા તૈયાર કરી શકો છો તો તૈયાર છે લચ્છા પરોઠા.

પણ જો તંદુરી લચ્છા પરોઠા બનાવવા હોય તો ગેસ પર તવી ગરમ.કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં લુવાને કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ એની એક બાજુ પાણી વાળો હાથ લાગવી લ્યો અને ગરમ તવી પર પાણી લગાવેલ બાજુ નાખી ને ચડવા દયો.

પરોઠા ની ઉપર ની બાજુ ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ગેસ પર ઉથલાવી  ગોળ ગોળ ફેરવી બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ શેકેલ પરોઠા ને તાવિથા થી ઉખાડી લ્યો અને ઘી કે માખણ લગાવી ગરમ.ગરમ સર્વ કરો લચ્છા પરોઠા.

Lachha Parotha notes

  • તમે લુવા ને કોરા લોટ થી પાતળી રોટલી બનાવી એના પર ઘી અને કોરો લોટ છાંટી ચાકુથી બરોબર વચ્ચે કાપો મારી કાપા વાળી જગ્યાએથી રોલ કરી કોન બનાવી લ્યો અને કોન ને બને હથેળી વચ્ચે દબાવી ને લુવો બનાવી શકો છો.
  • અથવા તમે કોરા લોટ થી પાતળી રોટલી બનાવી ઘી લગાવી કોરો લોટ છાંટી હવે એક બાજુથી ઝિક ઝેક ફોલ્ડ કરી એનો રોલ બનાવી લુવો બનાવી શકો છો.

લચ્છા પરોઠા બનાવવાની રીત

લચ્છા પરોઠા - Lachha Parotha - લચ્છા પરોઠા બનાવવાની રીત - Lachha Parotha banavani rit - Lachha Parotha recipe in gujarati

Lachha Parotha banavani rit

જય જય શ્રી કૃષ્ણ આજ આપણે Lachha Parotha banavani rit શીખીશું. પરોઠા લગ અલગ પ્રકાર ના ઘણા હોય છે એમાં પંજાબી શાક સાથે તો અલગ અલગ ઘણા પરોઠા સર્વ થતાં હોય છે એમાં સૌથીવધારે લચ્છા પરોઠા બધાને પસંદ આવતા હોય છે કેમ કે એ બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટહોય છે એથી બધાને વધારે પસંદ હોય છે તો બહાર જેવાજ લચ્છા પરોઠા ઘરે બનાવવાની રીત શીખીશું
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 8 પરોઠા

Equipment

  • 1 તવી

Ingredients

લચ્છા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ / 500 ગ્રામ
  • 1-2 ચપટી અજમો
  • 2-3 ચમચી તેલ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Lachha Parotha banavani rit

  •  લચ્છા પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાંઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી મિડીયમ નરમ લોટ બાંધી લ્યો અનેબાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો.
  • લોટ ને બરોબર મસળી લીધા બાદ એમાં એક થી બે ચમચી તેલ નાખીફરીથી બરોબર મસળી લ્યો. ત્યાર બાદ એના પર ઢાંકણ અથવાકપડું ભીનું કરી નીચોવી ને ઢાંકી એકાદ કલાક માટે એક બાજુ મૂકો. લોટ ને એકાદ કલાક પછી ફરીથી બરોબર મસળી જે સાઇઝના પરોઠા બનાવવાના હોય એ સાઇઝ માં લુવા બનાવી લ્યો.અને ફરી ઢાંકી ને એક બાજુ મૂકો.
  • એક લુવો લઈ કોરા લોટ થી એક પાતળી રોટલી બનાવી લ્યો અનેતૈયાર રોટલી પર ઘી લગાવો અને એના પર કોરો લોટ છાંટી દયો અને એક બાજુ થી ગોળ ગોળ ફેરવીલાંબો રોલ બનાવો લ્યો અને ત્યાર બાદ ગોળ ગોળ કરી ફ્રી ગોળ લુવો બનાવી લ્યો આમ બધા રોલતૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી તૈયારલુવા ને કોરા લોટ ની મદદથી હલકા હાથે મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો. હવે ગરમ તવી પર વણેલી પરોઠા નાખી બને બાજુ બરોબરશેકી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય એટલે ઘી કે તેલ લગાવી બને બાજુ શેકી ને તમે શેકેલ લચ્છા પરોઠા તૈયાર કરી શકો છો તો તૈયાર છે લચ્છા પરોઠા.
  • પણ જો તંદુરી લચ્છા પરોઠા બનાવવા હોય તો ગેસ પર તવી ગરમ.કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુંધી માં લુવાનેકોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો ત્યાર બાદ એની એક બાજુ પાણી વાળોહાથ લાગવી લ્યો અને ગરમ તવી પર પાણી લગાવેલ બાજુ નાખી ને ચડવા દયો.
  • પરોઠા ની ઉપર ની બાજુ ફુગ્ગા થવા લાગે એટલે તવી ને ગેસપર ઉથલાવી  ગોળગોળ ફેરવી બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ શેકેલ પરોઠા ને તાવિથા થી ઉખાડી લ્યોઅને ઘી કે માખણ લગાવી ગરમ.ગરમ સર્વ કરો લચ્છા પરોઠા.

Lachha Parotha notes

  • તમે લુવા ને કોરા લોટ થી પાતળી રોટલી બનાવી એના પર ઘી અનેકોરો લોટ છાંટી ચાકુથી બરોબર વચ્ચે કાપો મારી કાપા વાળી જગ્યાએથી રોલ કરી કોન બનાવીલ્યો અને કોન ને બને હથેળી વચ્ચે દબાવી ને લુવો બનાવી શકો છો.
  • અથવા તમે કોરા લોટ થી પાતળી રોટલી બનાવી ઘી લગાવી કોરોલોટ છાંટી હવે એક બાજુથી ઝિક ઝેક ફોલ્ડ કરી એનો રોલ બનાવી લુવો બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version