Home Lunch & Dinner Shekel kacha kela recipe :  ઉપવાસ માટે શેકેલ કાચા કેળા ની ફરાળી...

Shekel kacha kela recipe :  ઉપવાસ માટે શેકેલ કાચા કેળા ની ફરાળી વાનગી

0
Image credit – Youtube/Krishna's Cuisine

આ એક ફરાળી વાનગી છે જે વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો અને જો વ્રત ઉપવાસ વગર પણ બનાવી શકો છો કેમકે લાગે જ એટલા ટેસ્ટી છે. જો બટાકા ખાઈ ખાઈ કંટાળી ગયા હો તો આ રીતે એક વખત કાચા કેળા ને શેકી ને બનાવો ટેસ્ટી લાગશે તો ચાલો Shekel kacha kela banavani rit શીખીએ.

શેકેલ કાચા કેળા બનાવવા જરૂરી સામગ્રી

  • કાચા કેળા 2-3
  • તેલ 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • સૂકા આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • મરી 5-6
  • એલચી 1-2
  • લવિંગ 3-4
  • સૂકા કાશ્મીરી લાલ મરચા 3-4
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા

શેકેલ કાચા કેળા બનાવવાની રીત

શેકેલ કાચા કેળા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા સૂકા ધાણા, જીરું, મરી, લવિંગ, એલચી અને સૂકા કાશ્મીરી લાલ મરચા ધીમા તાપે શેકી લ્યો અને મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો.

કાચી કેળા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી ફરી પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો અને ત્યાર બાદ એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ અને ઝીણી સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો .

હવે એમાં સુધારેલ કાચા કેળા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહે જેથી બધી બાજુથી બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી મિડીયમ તાપે શેકો લ્યો.

 કેળા ગોલ્ડન થાય એટલે એમાં પીસી રાખેલ મસાલો એક થી બે ચમચી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ મસાલા સાથે શેકી લ્યો અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો શેકેલ કાચા કેળા.

Masaledar kacha kela recipe notes

  • અહી મસાલા શેકતી વખતે એક ચમચી આમચૂર પાઉડર નાખી પીસી લેશો તો સ્વાદ માં વધારો થશે.

Shekel kacha kela banavani rit

Video Credit : Youtube/ Krishna’s Cuisine

Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

kacha kela recipe

શેકેલ કાચા કેળા - Shekel kacha kela - શેકેલ કાચા કેળા બનાવવાની રીત - Shekel kacha kela banavani rit

Shekel kacha kela banavani rit

આ એક ફરાળી વાનગી છે જે વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકોછો અને જો વ્રત ઉપવાસ વગર પણ બનાવી શકો છો કેમકે લાગે જ એટલા ટેસ્ટી છે. જો બટાકા ખાઈખાઈ કંટાળી ગયા હો તો આ રીતે એક વખત કાચા કેળા ને શેકી ને બનાવો ટેસ્ટી લાગશે તો ચાલો Shekel kacha kela banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

શેકેલ કાચા કેળા બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 કાચા કેળા
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી સૂકા આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 5-6 મરી
  • 1-2 એલચી
  • 3-4 લવિંગ
  • 3-4 સૂકા કાશ્મીરી લાલ મરચા
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા

Instructions

Shekel kacha kela banavani rit

  • શેકેલ કાચા કેળા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા સૂકા ધાણા, જીરું, મરી, લવિંગ, એલચી અને સૂકા કાશ્મીરી લાલ મરચા ધીમા તાપે શેકી લ્યો અને મસાલા બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો અને શેકેલ મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો. અને મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો.
  • કાચી કેળા ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી ફરી પાણીથી ધોઈ લ્યો અને ત્યાર બાદ મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ કાપી કટકા કરી લ્યો અને ત્યાર બાદ એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચા, આદુ પેસ્ટ અને ઝીણી સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો .
  • હવે એમાં સુધારેલ કાચા કેળા નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહે જેથી બધી બાજુથી બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી મિડીયમ તાપે શેકો લ્યો.
  • કેળા ગોલ્ડન થાય એટલે એમાં પીસી રાખેલ મસાલો એક થી બે ચમચી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ને મિનિટ મસાલા સાથે શેકી લ્યો અને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો શેકેલ કાચા કેળા.

Masaledar kacha kela recipe notes

  • અહી મસાલા શેકતી વખતે એક ચમચી આમચૂર પાઉડર નાખી પીસી લેશો તો સ્વાદ માં વધારો થશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati Dinner and Lunch recipes રેસીપી 👇 ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

NO COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Exit mobile version