Home Nasta Momos parotha banavani recipe | મોમોઝ પરોઠા બનાવવાની રેસીપી

Momos parotha banavani recipe | મોમોઝ પરોઠા બનાવવાની રેસીપી

0
Image credit – Youtube/Sheetal's Kitchen – Gujarati

આ પરોઠા બજાર માં મળતા મોમોઝ જેવા લાગે છે પણ મોમોઝ કરતા હેલ્થી અને ટેસ્ટી છે કેમકે અહીં આપણે ઘઉંના લોટ ના ઉપયોગ કરી ને બનાવીએ છીએ સાથે થોડા તેલ કે ઘી થી શેકી તૈયાર કરીશું. તો આજ જે આ પરોઠા બનાવી બાળકો ને સવાર સાંજ ના નાસ્તા માં અથવા ટિફિન કે પ્રવાસ માં બનાવી આપો. તો ચાલો Momos parotha – મોમોઝ પરોઠા બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • ઝીણી ક્રશ કરેલ પાન કોબી 3 કપ
  • છીણેલું ગાજર ગાજર 1
  • ઝીણું સમારેલું કેપ્સિકમ 1
  • ઝીણી સુધારેલી બીન્સ ½ કપ
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 2- 3
  • મરી પાઉડર ¼ ચમચી
  • સોયા સોસ 2 ચમચી
  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • શેકવા માટે ઘી અથવા તેલ

Momos parotha banavani recipe

મોમોઝ પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી મિક્સ કરો. હવે થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.

હવે પાન કોબી ને છીણી વડે અથવા ફૂડ પ્રોસેસર અથવા ચોપર માં ક્રશ કરી લ્યો ત્યાર બાદ  ગાજર ને પણ છીણી વડે છીણી લ્યો અને બીન્સ, લીલા મરચા અને કેપ્સીકમ ને સાવ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા પાનકોબી, કેપ્સિયમ, ડુંગળી, લીલા મરચા, બિન્સ અને ગાજર નાખી ફૂલ તાપે હલાવતા રહો અને શાક માં રહેલ પાણી ને બાળી દયો.

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, અને સોયા સોસ નાખી મિક્સ કરી લ્યો. બધી સામગ્રી ને ફૂલ તાપે હલાવતા રહી શેકી લ્યો. શાક શેકાઈ જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો.

બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી ને લુવા બનાવી લ્યો. હવે એક લુવા ને લઈ કોરા લોટ થી થોડા વાણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો. ત્યાર બાદ કોરા લોટ થી ફરીથી હલકા હાથે વણી લ્યો.

ગેસ પર તવી ગરમ કરવા માટે મૂકો તવી ગરમ થાય એટલે વણી રાખેલ પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી શેકી લ્યો આમ બધા જ પરોઠા ને વણી શેકી તૈયાર કરી ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મોમોઝ પરોઠા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મોમોઝ પરોઠા બનાવવાની રેસીપી

Momos parotha - મોમોઝ પરોઠા

Momos parotha banavani recipe

આ પરોઠા બજાર માં મળતા મોમોઝ જેવા લાગે છે પણ મોમોઝ કરતાહેલ્થી અને ટેસ્ટી છે કેમકે અહીં આપણે ઘઉંના લોટ ના ઉપયોગ કરી ને બનાવીએ છીએ સાથે થોડાતેલ કે ઘી થી શેકી તૈયાર કરીશું. તો આજ જે આ પરોઠા બનાવી બાળકો ને સવારસાંજ ના નાસ્તા માં અથવા ટિફિન કે પ્રવાસ માં બનાવી આપો. તો ચાલો Momos parotha – મોમોઝ પરોઠા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 છીણી / ફૂડ પ્રોસેસર/ ચોપર
  • 1 કડાઈ

Ingredients

  • 3 કપ ઝીણી ક્રશ કરેલ પાન કોબી
  • 1 છીણેલું ગાજર ગાજર
  • 1 ઝીણું સમારેલું કેપ્સિકમ
  • ½ કપ ઝીણી સુધારેલી બીન્સ
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2 ચમચી સોયા સોસ
  • 2 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • શેકવા માટે ઘી અથવા તેલ

Instructions

Momos parotha banavani recipe

  • મોમોઝ પરોઠા બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી મિક્સ કરો. હવે થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો. બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
  • હવે પાન કોબી ને છીણી વડે અથવા ફૂડ પ્રોસેસર અથવા ચોપર માં ક્રશ કરી લ્યો ત્યાર બાદ ગાજર ને પણ છીણી વડે છીણી લ્યો અને બીન્સ, લીલા મરચા અને કેપ્સીકમ ને સાવ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા પાનકોબી, કેપ્સિયમ, ડુંગળી, લીલા મરચા, બિન્સ અને ગાજર નાખી ફૂલ તાપે હલાવતા રહો અને શાક માં રહેલ પાણી ને બાળી દયો.
  • ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, અને સોયા સોસ નાખી મિક્સ કરી લ્યો. બધી સામગ્રી ને ફૂલ તાપે હલાવતા રહી શેકી લ્યો. શાક શેકાઈ જાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી બધી સામગ્રી ને ઠંડી થવા દયો.
  • બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી ને લુવા બનાવી લ્યો. હવે એક લુવા ને લઈ કોરા લોટ થી થોડા વાણી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો. ત્યાર બાદ કોરા લોટ થી ફરીથી હલકા હાથે વણી લ્યો.
  • ગેસ પર તવી ગરમ કરવા માટે મૂકો તવી ગરમ થાય એટલે વણી રાખેલ પરોઠા ને નાખી બને બાજુ થોડા ચડાવી લ્યો ત્યાર બાદ ઘી કે તેલ લગાવી શેકી લ્યો આમ બધા જ પરોઠા ને વણી શેકી તૈયાર કરી ચટણી કે સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે મોમોઝ પરોઠા.

Notes

  1. ઝીણા શાક ને ફૂલ તાપે પાણી બરી જાય એટલી જ વાર શેકવાના છે.
  2. સ્ટફિંગ ના સ્વાદ માટે તમે મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version