Home Nasta Mula pauva na parotha banavani rit | મૂળા પૌવા ના પરોઠા બનાવવાની...

Mula pauva na parotha banavani rit | મૂળા પૌવા ના પરોઠા બનાવવાની રીત

0
Image credit – Youtube/Papa Mummy Kitchen – Specials

આ Mula pauva na parotha – મૂળા પૌવા ના પરોઠા રેગ્યુલર પરોઠા કરતા ખૂબ જ અલગ લાગે છે બનાવવા થોડા મહેનત ની જરૂર પડે છે પણ બન્યા પછી એ મહેનત સફળ થયેલ નો અનુભવ પણ થશે તો એક વખત બનાવી જુવો અને બીજી વાર બનાવવા કે નહિ એ તમે અને તમારા પરિવાર ને નક્કી કરવા દયો કે બીજી વખત બનાવવા કે નહિ. તો ચાલો Mula pauva na parotha – મૂળા પૌવા ના પરોઠા બનાવવાની રીત શીખીએ.

Ingredients list

  • પૌવા 1 કપ
  • ઘઉંનો લોટ 4-5 ચમચી
  • મૂળા 2
  • મૂળા ના પાંદ ઝીણા સમારેલા 3-4 ચમચી
  • ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 2
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • તેલ 1-2 ચમચી
  • લસણ સુધારેલ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • સૂકા લાલ મરચા સુધારેલ 2
  • બાફેલા બટાકા 1-2
  • દહીં 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Mula pauva na parotha banavani rit

મૂળા પૌવા ના પરોઠા બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ફરીથી ધોઇ લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ફોતરા કાઢી ધોઇ સુધારી ને મિક્સર જાર માં નાખો, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો પેસ્ટ એક કપ જેટલો તૈયાર થશે.

પૌવા ને સાફ કરી એને પણ પીસી પાઉડર બનાવી લ્યો અને કથરોટ માં ચાળી ને નાખી દયો . ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને લસણ સુધારેલ નાખી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં અજમો મસળી ને નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ મૂળા ની પેસ્ટ નાખો અને ને મિનિટ શેકી લ્યો. બે મિનિટ પછી એમાં પીસેલા પૌવા નાખો અને પણ બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ હલાવતા રહી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં નાખી ઠંડુ કરવા મુકો.  મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ઝીણા સમારેલા મૂળા ના પાંદ નાખો, સ્વાદ મુજબ મીઠું અને બાફેલા બટાકા ને મેસ કરી નાખો અને લોટ ને બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો.

હવે એમાં દહી નાખો મિક્સ કરી લ્યો અને લોટ બાંધવા જરૂર બે ચાર ચમચી ઘઉંનો લોટ નાખો અને સોફ્ટ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો. હવે બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો ત્યાર બાદ એક લુવો લઈ કોરા લોટની મદદથી હળવે હાથે થોડા જાડા પરોઠા વણી લ્યો અને ગરમ તવી પર નાખી બને બાજુ શેકી લ્યો.

થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ઉતારી લ્યો આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો. તૈયાર પરોઠા ને ચટણી, સોસ, અથાણાં કે દહી સાથે સર્વ કરો તો તૈયાર છે મૂળા પૌવા ના પરોઠા.

રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો

મૂળા પૌવા ના પરોઠા બનાવવાની રીત

Mula pauva na parotha - મૂળા પૌવા ના પરોઠા

Mula pauva na parotha banavani rit

આ Mula pauva na parotha – મૂળા પૌવા ના પરોઠા રેગ્યુલર પરોઠા કરતા ખૂબ જ અલગ લાગે છે બનાવવા થોડા મહેનત ની જરૂર પડેછે પણ બન્યા પછી એ મહેનત સફળ થયેલ નો અનુભવ પણ થશે તો એક વખત બનાવી જુવો અને બીજી વારબનાવવા કે નહિ એ તમે અને તમારા પરિવાર ને નક્કી કરવા દયો કે બીજી વખત બનાવવા કે નહિ. તો ચાલો Mula pauva na parotha – મૂળા પૌવા ના પરોઠા બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો – વેલણ
  • 1 તવી
  • 1 કથરોટ

Ingredients

Ingredients list

  • 1 કપ પૌવા
  • 4-5 ચમચી ઘઉંનો લોટ
  • 2 મૂળા
  • 3-4 ચમચી મૂળા ના પાંદ ઝીણા સમારેલા
  • 1 ડુંગળી
  • 2 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ ની પેસ્ટ
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી લસણ સુધારેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 2 સૂકા લાલ મરચા સુધારેલ
  • 1-2 બાફેલા બટાકા
  • 1-2 ચમચી દહીં
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Mula pauva na parotha banavani rit

  • મૂળા પૌવા ના પરોઠા બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ફરીથી ધોઇ લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જાર માં નાખો સાથે ફોતરા કાઢી ધોઇ સુધારી ને મિક્સર જાર માં નાખો, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ નાખી પીસી પેસ્ટ બનાવી લ્યો પેસ્ટ એક કપ જેટલો તૈયાર થશે.
  • પૌવા ને સાફ કરી એને પણ પીસી પાઉડર બનાવી લ્યો અને કથરોટ માં ચાળી ને નાખી દયો . ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને લસણ સુધારેલ નાખી શેકી લ્યો. લસણ શેકાઈ જાય એટલે એમાં અજમો મસળી ને નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં પીસી રાખેલ મૂળા ની પેસ્ટ નાખો અને ને મિનિટ શેકી લ્યો. બે મિનિટ પછી એમાં પીસેલા પૌવા નાખો અને પણ બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ હલાવતા રહી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી લ્યો અને ત્યાર બાદ કથરોટ માં નાખી ઠંડુ કરવા મુકો. મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં ઝીણા સમારેલા મૂળા ના પાંદ નાખો, સ્વાદ મુજબ મીઠું અને બાફેલા બટાકા ને મેસ કરી નાખો અને લોટ ને બરોબર મિક્સ કરી લોટ બાંધી લ્યો.
  • હવે એમાં દહી નાખો મિક્સ કરી લ્યો અને લોટ બાંધવા જરૂર બે ચાર ચમચી ઘઉંનો લોટ નાખો અને સોફ્ટ લોટ બાંધી ને તૈયાર કરી લ્યો. હવે બાંધેલા લોટ માંથી લુવા બનાવી લ્યો હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો ત્યાર બાદ એક લુવો લઈ કોરા લોટની મદદથી હળવે હાથે થોડા જાડા પરોઠા વણી લ્યો અને ગરમ તવી પર નાખી બને બાજુ શેકી લ્યો.
  • થોડા થોડા શેકી લ્યો ત્યાર બાદ તેલ લગાવી બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો અને ઉતારી લ્યો આમ એક એક પરોઠા ને વણી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો. તૈયાર પરોઠા ને ચટણી, સોસ, અથાણાં કે દહી સાથે સર્વ કરો તો તૈયાર છે મૂળા પૌવા ના પરોઠા.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો

આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો

Exit mobile version