ટાકોસ એ એક મેક્સિકન વાનગી છે જેમાં શાક અને રોટલી બને નો સમાવેશ થાય છે અને તમે આ ટાકોસ ને સવાર સાંજ ના નાસ્તામાં કે ટિફિન કે પ્રવાસ બનાવી લઈ જઈ શકો છો. જેમાં તમે તમારી પસંદના સ્ટફિંગ ભરી ને તૈયાર કરી શકો છો તો ચાલો Takos banavani rit શીખીએ.
લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 1 કપ
- ઘઉંનો લોટ 1 કપ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ 2-3 ચમચી
- પાણી જરૂર મુજબ
ટાકોસ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- તેલ 3-4 ચમચી
- ઝીણી અને લાંબી સુધારેલ ડુંગળી 1
- છીણેલા બાફેલા બટાકા 4-5
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- ચાર્ટ મસાલો ¼ ચમચી
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Takos banavani rit
ટાકોસ બનાવવા સૌપ્રથમ લોટ બાંધી તૈયાર કરીશું. લોટ બાંધવા સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટ અને મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી લ્યો અને ઢાંકી એક બાજુ દસ પંદર મિનિટ મૂકો.
સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક બે ચમચી તેલ માં ઝીણી અને લાંબી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. અને શેકેલી ડુંગળી એક વાસણમાં કાઢી લ્યો. હવે ડુંગળી માં બાફી ને છીણેલા બટાકા નાખો સાથે લીલા ધાણા, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ચાર્ટ મસાલો, મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો સ્ટફિંગ તૈયાર છે.
બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લ્યો અને એમાંથી જે સાઇઝ ના ટાકોસ બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. લુવા ને કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો. આમ કોરા લોટ થી બધી રોટલી બનાવી તૈયાર કરી લ્યો. હવે તૈયાર રોટલી ને ગેસ પર તવી ગરમ.કરી એમાં વણેલી રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો. આમ બધી રોટલી ને બને બાજુ અડધી ચડાવી તૈયાર કરો.
હવે શેકેલી રોટલી પર એક થી બે ચમચી ટમેટા સોસ નાખી આખી રોટલી પર ફેલાવી લ્યો ત્યાર બાદ રોટલી ના અડધા ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ એક સરખું ફેલાવી નાખો અને સ્ટફિંગ ઉપર ચીઝ નાખો અને બીજો અડધો ભાગ ફોલ્ડ કરી થોડા દબાવી લ્યો. આમ એક એક કરો બધી રોટલી માં સ્ટફિંગ મૂકી પેક કરી તૈયાર કરી લ્યો.
ગેસ પર ધીમા તાપે તવી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં માખણ મૂકો અને એના પર તૈયાર કરેલ કાચા ટાકોસ મૂકો અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો આમ એક એક કરી બધા ટાકોસ ને ધીમા તાપે ગોલ્ડન શેકી તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો ટાકોસ.
Takos notes
- ટાકોસ બનાવવા તમે એકલા ઘઉંનો લોટ અથવા એકલા મેંદા નો લોટ પણ વાપરી શકો છો.
- સ્ટફિંગ માં તમે બટાકા ના સ્ટફિંગ સિવાય તમારા પસંદ ના બીજા શાક નોનપન ઉપયોગ કરી શકો છો.
ટાકોસ બનાવવાની રીત
ટાકોસ બનાવવાની રીત | Takos banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 તવી
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ મેંદા નો લોટ
- 1 કપ ઘઉંનો લોટ
- મીઠું સ્વાદ મુજબ
- 2-3 ચમચી તેલ
- પાણી જરૂર મુજબ
ટાકોસ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 3-4 ચમચી તેલ
- 1 ઝીણી અને લાંબી સુધારેલ ડુંગળી
- 4-5 છીણેલા બાફેલા બટાકા
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- ½ ચમચી મરી પાઉડર
- ¼ ચમચી ચાર્ટ મસાલો
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Takos banavani rit
- ટાકોસ બનાવવા સૌપ્રથમ લોટ બાંધી તૈયાર કરીશું. લોટ બાંધવા સૌથી પહેલા એક વાસણમાં ઘઉંનો લોટઅને મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ત્રણ ચમચી તેલનાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી નરમ લોટ બાંધી લ્યોઅને બાંધેલા લોટ ને બે ચાર મિનિટ મસળી લ્યો અને ઢાંકી એક બાજુ દસ પંદર મિનિટ મૂકો.
- સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક બે ચમચી તેલ માં ઝીણીઅને લાંબી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. અને શેકેલી ડુંગળી એક વાસણમાં કાઢી લ્યો. હવે ડુંગળી માં બાફી ને છીણેલા બટાકા નાખો સાથેલીલા ધાણા, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, ચાર્ટ મસાલો, મીઠુંસ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો સ્ટફિંગ તૈયાર છે.
- બાંધેલા લોટ ને ફરી બરોબર મસળી લ્યો અને એમાંથી જે સાઇઝના ટાકોસ બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો. લુવા ને કોરા લોટ ની મદદ થી મિડીયમ જાડી રોટલી બનાવી લ્યો. આમ કોરા લોટ થી બધી રોટલી બનાવી તૈયાર કરી લ્યો. હવે તૈયાર રોટલી ને ગેસ પર તવી ગરમ.કરી એમાં વણેલી રોટલી ને બને બાજુ થોડી થોડીચડાવી લ્યો. આમ બધી રોટલી ને બને બાજુ અડધી ચડાવી તૈયાર કરો.
- હવે શેકેલી રોટલી પર એક થી બે ચમચી ટમેટા સોસ નાખી આખીરોટલી પર ફેલાવી લ્યો ત્યાર બાદ રોટલી ના અડધા ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ એક સરખુંફેલાવી નાખો અને સ્ટફિંગ ઉપર ચીઝ નાખો અને બીજો અડધો ભાગ ફોલ્ડ કરી થોડા દબાવી લ્યો. આમ એક એક કરો બધી રોટલી માં સ્ટફિંગ મૂકી પેકકરી તૈયાર કરી લ્યો.
- ગેસ પર ધીમા તાપે તવી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં માખણમૂકો અને એના પર તૈયાર કરેલ કાચા ટાકોસ મૂકો અને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકીલ્યો આમ એક એક કરી બધા ટાકોસ ને ધીમા તાપે ગોલ્ડન શેકી તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણીસાથે સર્વ કરો ટાકોસ.
Takos notes
- ટાકોસ બનાવવા તમે એકલા ઘઉંનો લોટ અથવા એકલા મેંદા નો લોટપણ વાપરી શકો છો.
- સ્ટફિંગ માં તમે બટાકા ના સ્ટફિંગ સિવાય તમારા પસંદ નાબીજા શાક નોનપન ઉપયોગ કરી શકો છો.
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત | French Fries banavani rit
વઘારેલી રોટલી | vaghareli rotli recipe
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakhri pizza banavani rit