જય શ્રી કૃષ્ણ આજે આપણે ગુજીયા બનાવવાની રીત -gujiya recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe bharatzkitchen HINDI YouTube channel on YouTube , ગુજીયા ને ઘણા મીઠા ઘૂઘરા, સંજોરી, પિદુકિયા વગેરે નામ થી ઓળખાય છે જે વધારે પડતી હોળી પર બનાવવામાં આવે છે અને અલગ અલગ પ્રકારના ડ્રાય ફ્રુટ, માવા કે સોજી માંથી સ્ટફિંગ બનાવી તૈયાર કરવા આવે છે અને બે ત્રણ દિવસ સુંધી ગુજીયા ની મજા લેવામાં આવે છે તો ચાલો gujiya banavani rit શીખીએ.
ગુજીયા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 500 ગ્રામ
- ઘી ½ કપ
- પાણી જરૂર મુજબ/ ¾ કપ
ગુજીયા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- ઘી 2-3 ચમચી
- કાજુ 4-5 ચમચી
- કાજુ 4-5 ચમચી
- પિસ્તા 2-3 ચમચી
- કીસમીસ 2-3 ચમચી
- સૂકા નારિયળ નું છીણ ½ કપ
- એલચી પાઉડર ¼ ચમચી
- પીસેલી ખાંડ 1 કપ
- સોજી ½ કપ
- મોરો માવો 500 ગ્રામ
- તરવા માટે તેલ/ ઘી
ગુજીયા માટેનો લોટ બાંધવાની રીત
એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં રૂમ તાપમાન વાળુ ઘી નાખી હાથેથી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો
ગુજીયા નું સ્ટફિંગ બનાવવાની રીત
ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ, બદામ અને પીસ્તા નાખો ને બે મિનિટ અથવા થોડો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે એના કટકા કરી લ્યો
હવે એજ ગરમ ઘી માં ધીમા તાપે નારિયળ નું છીણ નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એજ કડાઈ માં ધીમા તાપે સાફ કરેલ સોજી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકી લ્યો અને સોજી બરોબર શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો
ત્યારબાદ કડાઈ ને ધોઇ સાફ કરી કોરી કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી એમાં મોરો માવો નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો માવો બરોબર શેકાઈ જાય ને થોડો રંગ બદલી જાય એટલે એમાં કીસમીસ, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો
હવે એમાં ડ્રાય ફ્રુટ અને શેકેલ નારિયળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ બરોબર માવા સાથે મિક્સ થઈ જાય ત્યાર બાદ એમાં શેકેલ સોજી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ગુજીયા નું સ્ટફિંગ
ગુજીયા બનાવવાની રીત | gujiya banavani rit
બાંધેલા લોટ ને બરોબર મસળી ને સોફ્ટ બનાવો ત્યાર બાદ જે સાઇઝ ની ગુજીયા બનાવવાની છે એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને એક એક લુવા ને વણી ને પુરી બનાવી લ્યો બધા લુવા ને વણી ને પુરી બનાવી એક બાજુ મૂકો
હવે ગુજીયા મોલ્ડ લ્યો એમાં એક પુરી મૂકો અને કિનારી પર પાણી વારી આંગળી લગાવો અને વચ્ચે એક ચમચી થી દોઢ ચમચી તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો ને મોલ્ડ ને બંધ કરી દબાવી ને ગુજીયા ને બરોબર પેક કરી લ્યો આમ બધી પુરી માં સ્ટફિંગ ભરી ગુજીયા બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ગરમ કરો ઘી / તેલ ગરમ થાય એટલે એક સાથે જેટલી સમાય એટલા ગુજીયા નાખી ફૂલ તાપે ગુજીયા ને થોડી વારે હલાવી લ્યો અને લાઈટ ગોલ્ડન તરી લ્યો,
ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજી ગુજીયા નાખી એને પણ લાઈટ ગોલ્ડન તરી લ્યો આમ બધી ગુજીયા તરી લ્યો ને ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ગુજીયા
gujiya recipe in gujarati notes
- જો તમારા પાસે ગુજીયા મોલ્ડ ના હોય તો વણેલી પુરી ને બધી બાજુ પાણી વારી આંગળી લગાવી અડધા માં સ્ટફિંગ મૂકો અને બીજો અડધો ભાગ એના ઉપર મૂકી આંગળી થી બરોબર દબાવી લ્યો ને કાંટા ચમચી થી કિનારી દબાવી બરોબર પેક કરી ને પણ ગુજીયા બનાવી શકો છો
- જો માવો ના નાખવા માંગો તો સોજી અને ડ્રાય ફ્રુટ ને ખાંડ સાથે મિક્સ કરી ને પણ સ્ટફિંગ બનાવી શકો છો
gujiya banavani rit | Recipe Video
વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો
ઈન્ટરનેટ ધીમું હોવા ને કારણે કેટલીકવાર ઉપર 👆👆વિડીયો 👆👆 દેખાવમાં વાર લાગી શકે છે વિડીયો ના દેખાય તો પ્લીઝ થોડી ક્ષણ પ્રતિક્ષા કરવા વિનંતી
રેસીપી આપને કેવી લાગી તે નીચે કોમેન્ટ અને ⭐⭐⭐⭐⭐ સ્ટાર રેટિંગ આપીને જણાવશો
gujiya recipe in gujarati

ગુજીયા બનાવવાની રીત | gujiya recipe in gujarati | gujiya banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 ગુજિયા મોલ્ડ
Ingredients
ગુજીયા માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી
- 500 ગ્રામ મેંદાનો લોટ
- ½ કપ ઘી
- ¾ કપ પાણી જરૂર મુજબ
ગુજીયાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી
- 2-3 ચમચી ઘી
- 4-5 ચમચી કાજુ
- 2-3 ચમચી પિસ્તા
- 2-3 ચમચી કીસમીસ
- ½ કપ સૂકા નારિયળ નું છીણ
- ¼ ચમચી એલચી પાઉડર
- 1 કપ પીસેલી ખાંડ
- ½ કપ સોજી
- 500 ગ્રામ મોરો માવો
- તરવા માટે તેલ/ ઘી
Instructions
ગુજીયા | gujiya recipe | gujiya banavani rit
- સૌ પ્રથમ આપણે ગુજીયા માટેનો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ ગુજીયા નું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ગુજીયા બનાવતા શીખીશું
ગુજીયા માટેનો લોટ બાંધવાની રીત
- એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં રૂમ તાપમાન વાળુ ઘી નાખી હાથેથી બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને એક બાજુ મૂકો
ગુજીયા નું સ્ટફિંગ બનાવવાની રીત
- ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ, બદામ અને પીસ્તા નાખો ને બે મિનિટ અથવા થોડો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા થાય એટલે એના કટકા કરી લ્યો
- હવે એજ ગરમ ઘી માં ધીમા તાપે નારિયળ નું છીણ નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એજ કડાઈ માં ધીમા તાપે સાફ કરેલ સોજી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકી લ્યો અને સોજી બરોબર શેકાઈ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો
- હવે કડાઈ ને ધોઇ સાફ કરી કોરી કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી એમાં મોરો માવો નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો માવો બરોબર શેકાઈ જાય ને થોડો રંગ બદલી જાય એટલે એમાં કીસમીસ, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો
- હવે એમાં ડ્રાય ફ્રુટ અને શેકેલ નારિયળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ બરોબર માવા સાથે મિક્સ થઈ જાય ત્યાર બાદ એમાં શેકેલ સોજી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ગુજીયા નું સ્ટફિંગ
ગુજીયા બનાવવાની રીત
- બાંધેલા લોટ ને બરોબર મસળી ને સોફ્ટ બનાવો ત્યાર બાદ જે સાઇઝ ની ગુજીયા બનાવવાની છે એ સાઇઝના લુવા બનાવી લ્યો અને એક એક લુવા ને વણી ને પુરી બનાવી લ્યો બધા લુવા ને વણી ને પુરી બનાવી એક બાજુ મૂકો
- હવે ગુજીયા મોલ્ડ લ્યો એમાં એક પુરી મૂકો અને કિનારી પર પાણી વારી આંગળી લગાવો અને વચ્ચે એક ચમચી થી દોઢ ચમચી તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો ને મોલ્ડ ને બંધ કરી દબાવી ને ગુજીયા ને બરોબર પેક કરી લ્યો આમ બધી પુરી માં સ્ટફિંગ ભરી ગુજીયા બનાવી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ગરમ કરો ઘી/ તેલ ગરમ થાય એટલે એક સાથે જેટલી સમાય એટલા ગુજીયા નાખી ફૂલ તાપે ગુજીયાને થોડી વારે હલાવી લ્યો અને લાઈટ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજી ગુજીયા નાખી એને પણ લાઈટ ગોલ્ડન તરી લ્યો આમ બધી ગુજીયા તરી લ્યો ને ઠંડી થવાદયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ગુજીયા
gujiya recipe in gujarati notes
- જો તમારા પાસે ગુજીયા મોલ્ડ ના હોય તો વણેલી પુરી ને બધી બાજુ પાણી વારી આંગળી લગાવી અડધા માં સ્ટફિંગ મૂકો અને બીજો અડધો ભાગ એના ઉપર મૂકી આંગળી થી બરોબર દબાવી લ્યો ને કાંટા ચમચી થી કિનારી દબાવી બરોબર પેક કરી ને પણ ગુજીયા બનાવી શકો છો
- જો માવોના નાખવા માંગો તો સોજી અને ડ્રાય ફ્રુટ ને ખાંડ સાથે મિક્સ કરી ને પણ સ્ટફિંગ બનાવી શકો છો
આવીજ બીજી 👇 Gujarati nasta recipes 👇રેસીપી ની લીંક નીચે આપેલ છે તે અચૂક જુવો
સાબુદાણા બટાકા ના પાપડ | sabudana batata papad | sabudana batata papad recipe
સફેદ ઢોકળા બનાવવાની રીત | ઈદડા બનાવવાની રીત | gujarati idada recipe
manchurian recipe | મન્ચુરિયન બનાવવાની રેસીપી | manchurian banavani recipe
રગડા પુરી બનાવવાની રીત | ragda pani puri recipe in gujarati | pani puri ragda recipe
FaceBook પર ZatpatRecipeInGujarati સર્ચ કરી તેમજ Zatpat Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.